Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 427
________________ આ જ અવસ્થામાં બીજું પણ જે પરદર્શનપ્રસિદ્ધ સંવાદિ છે તે જણાવાય છે --- वैशेषिकगुणरहितः पुरुषोऽस्यामेव भवति तत्त्वेन । विध्यातदीपकल्पस्य हन्त जात्यन्तराप्राप्तेः ॥ १६-३॥ “પરમાર્થથી આ જ અવસ્થામાં પુરુષ વિશેષગુણોથી રહિત થાય છે. બુઝાયેલા દીપક જેવો, જાત્યન્તર પ્રાપ્ત કરી ના શકે.’- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનો આશય વર્ણવતાં ગાથાની ટીકામાં ફરમાવ્યું છે કે-અન્યદર્શનાભિમત મુક્તાવસ્થામાં પુરુષ[આત્મા] વિશેષગુણથી રહિત હોય છે. આત્માની એ અવસ્થા પરતત્ત્વમાં જ તત્ત્વથી[વાસ્તવિક રીતે] સઙ્ગત થઈ શકે છે. વિશેષ અવસ્થામાં થયેલ ગુણોને સામાન્યથી વિશેષગુણો કહેવાય છે. તે ગુણો બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન સ્વરૂપ છે. એ ગુણોના અભાવથી યુક્ત પુરુષ; ખરેખર તો[તત્ત્વથી] પરતત્ત્વાવસ્થામાં જ હોય છે. બુદ્ધિ, સુખ, દુ:ખ વગેરે ગુણો કર્મના ક્ષયોપશમ કે ઉદયાદિના કારણે અંશતઃ પ્રાપ્ત થાય છે. સકલકર્મથી રહિત અવસ્થા સ્વરૂપ પરતત્ત્વમાં; કર્મના અભાવે, તેના ક્ષયોપશમાદિથી જન્ય ગુણોનો પણ અભાવ હોય : એ સ્પષ્ટ છે. આથી અખંડ[ક્ષાયિક] શુદ્ધ[નિરાવરણ સ્વભાવભૂત] કેવલજ્ઞાનાદિ ગુણોથી યુક્ત આત્મદ્રવ્યસ્વરૂપ, અશુદ્ધ કર્મક્ષયોપશમાદિથી જન્ય ઔપાધિક જ્ઞાનસુખાદિના અભાવ સ્વરૂપ મુક્તિ છેએ સિદ્ધ થાય છે. પરંતુ બૌદ્ધદર્શનાભિમત સર્વથા અભાવસ્વરૂપ મુક્તિ છે-એ સિદ્ધ થતું નથી. બુઝાઈ ગયેલા દીપકની જેમ ૪૨૪ .

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450