Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 426
________________ સમાન થાય છે. ૧૬-૧ * પરતત્ત્વનું જ શબ્દાન્તરથી વાચ્યત્વ જણાવાય છે. આશય એ છે કે પરતત્ત્વના દર્શનથી થનારી સમરસાપત્તિ પરમાર શબ્દથી વેદાન્સીઓ દ્વારા વર્ણવાય છે. પરતત્ત્વ સમરસાપત્તિ સ્વરૂપ હોવાથી તે પણ પરમાનંદ સ્વરૂપ છે. આવી જ રીતે પરતત્ત્વ બીજા કયા શબ્દોથી વર્ણવાય છે, તે જણાવાય છે – सैषाऽविद्यारहितावस्था परमात्मशब्दवाच्येति । एषैव च विज्ञेया रागादिविवर्जिता तथता ॥१६-२॥ “આ પરતત્ત્વ ઃ એ જ અવિદ્યારહિત અવસ્થા છે. પરમાત્મ શબ્દથી વાંચ્ય[વર્ણનીય છે. આ અવસ્થા જ રાગાદિ-વિવર્જિત છે અને તથતાસ્વરૂપ છે.” આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે પરતંત્ર પિરદર્શનમાં પ્રસિદ્ધ અજ્ઞાનસ્વરૂપ અવિદ્યાથી રહિત અવસ્થા પરતત્ત્વ સ્વરૂપ છે. અહીં અવસ્થિતિને રહેવું તેને] અવસ્થા કહેવાય છે અથવા વાસ્તવિક સ્વરૂપને અવસ્થા કહેવાય છે. આ પરતત્ત્વસ્વરૂપ અવસ્થા પરમમિ શબ્દથી વાચ્ય [કથનીય સ્વરૂપ છે. ગાથામાંનો તિ શબ્દ સ્વરૂપને જણાવે છે. આ અવસ્થા જ રાગાદિથી વિવર્જિત જાણવી. આ અવસ્થા આત્માની સત્યરૂપતા સ્વરૂપ છે. સત્યતા, તથ્થતા અને તથતા ત્રણેય સમાનાર્થક છે. ૧૬-રા

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450