________________
પરિણમે છે. આગમનું વચન જેઓને પરિણમ્યું છે, તેઓ જ ખરેખર લોકોત્તરતત્ત્વસમ્પ્રાપ્તિના અધિકારી છે. બીજા જીવો અધિકારી નથી.”- આ પ્રમાણે આઠમી ગાથાનો શબ્દાર્થ છે.
આશય સ્પષ્ટ છે કે આ સંસારમાં જે જીવોને એક પુદ્ગલપરાવર્તકાળથી વધારે કાળ ભ્રમણ કરવાનું નથી એવા જીવોને એ છેલ્લા પુગલપરાવર્તકાળમાં નિયમે કરી આગમનું વચન પરિણમે છે. શરૂઆતમાં જે પ્રમાણે તે પરિણમે છે, તેની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશેષપરિણામને પ્રાપ્ત કરે છે, જેથી કમે કરી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આગમના વચનથી પરિણત થયેલા તે લઘુકર્મી આત્માઓ જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિના અધિકારી બને છે. જેમને આગમનું વચન પરિણામ પામતું નથી, તે જીવો લોકોત્તરતત્વની સમ્પ્રાપ્તિના અધિકારી બનતા નથી.
આ પૂર્વે અવિધિસેવા કરનારને આગમવચનના પરિણામનો અભાવ હોય છે-આ પ્રમાણે જણાવ્યું હતું. હવે તેના નિષેધને, એટલે આગમવચનના પરિણામના અભાવનો અભાવ કોને હોય છે તેને જણાવાય છે-એ સમજી લઈએ તો “થોડી રળ” ભા. ૧ પ્રિકાશક : શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘમાં પૃ.નં. ૧૨૧માં જણાવ્યા મુજબ પાઠ સુધારવાની જરૂર નહીં પડે. ઈત્યાદિ યાદ રાખવું. પ-૮
એક એ. “આ રીતે આગમવચનની પરિણતિનું પ્રાધાન્ય કેમ જણાવાય છે' - આવી શંકાનું સમાધાન કરાય છે –