Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 422
________________ છે. આ રીતે આ ગાથાથી પરતત્ત્વની પાંચ પ્રકારની વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૩ પરતત્ત્વનું જ સ્વરૂપ જણાવાય છે – ज्योतिः परं परस्तात् तमसो यद्गीयते महामुनिभिः । आदित्यवर्णममलं ब्रह्माद्यैरक्षरं ब्रह्म ॥१५-१४॥ પ્રકૃષ્ટ પ્રકાશસ્વરૂપ અંધકારથી પરભાગમાં વર્તતું સૂર્ય જેવા વર્ણવાળું, મલરહિત અને અક્ષર એવું બ્રહ્માદિ મહામુનિઓ દ્વારા બ્રહ્મ તરીકે વર્ણવાતું પરમતત્ત્વ છે.”-આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ એ છે કે, પરમતત્ત્વ અનંતજ્ઞાનમય હોવાથી શ્રેષ્ઠ પ્રકાશસ્વરૂપ છે. દ્રવ્ય અને ભાવ ઃ એ ય અંધકારથી પરભાગમાં વર્તનારું પરતત્ત્વ છે અર્થાત્ ત્યાં દ્રવ્યઅંધકાર અને ભાવ-અંધકાર [અજ્ઞાન] નથી. સૂર્યના વર્ણ જેવું તે ભાસ્વર [નિર્મળ] છે. સૂર્યનું અહીં દૃષ્ટાંત માત્ર સમજવાનું છે. પરંતુ એના જેવું પૌદ્ગલિક સ્વરૂપ સમજવાનું નથી. આ પરમતત્ત્વ ક્ષય પામતું ન હોવાથી અક્ષર છે. પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યવતું નથી. પરમતત્ત્વ સર્વવ્યાપક અને ગુણનું પોષક હોવાથી બ્રહ્મસ્વરૂપ છે-આ પ્રમાણે બ્રહ્મા વગેરે જ્ઞાનસંપન્ન મહાત્માઓ વર્ણવે છે. આ રીતે આ ગાથાથી પણ પરતત્ત્વની પાંચ વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૪ " પરતત્ત્વનું સ્વરૂપ વર્ણવાય છે –

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450