________________
सर्वज्ञवचनमागमवचनं यत्परिणते ततस्तस्मिन् । नासुलभमिदं सर्व. युभयमलपरिक्षयात् पुंसाम् ॥५-११॥
જેથી સર્વજ્ઞભગવંતોનું વચન આગમવચન છે તેથી તે આગમનું વચન પરિણત થયે છતે આ સંજ્ઞાઓનો નિરોધ પુરુષોને અસુલભ નથી. કારણ કે આગમનું વચન પરિણત થવાથી ક્રિયા અને ભાવ-આ બંન્નેના માલનો સારી રીતે ક્ષય થાય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞભગવંતોનાં પરમતારક વચનોને પામીને રચાયેલાં આગમનાં વચનો સર્વજ્ઞભગવંતોનાં વચનો સ્વરૂપ છે. ત્રિકાલાબાધિત એ વચનો આત્મામાં પરિણામ પામે તો સંજ્ઞાઓનો વિરોધ કરવાનું જીવો માટે ખૂબ જ સરળ બને છે. કારણ કે સર્વજ્ઞભગવાનના વચન સ્વરૂપ આગમના વચનની પરિણતિથી ક્રિયાઓના મલની અને ભાવમલની હાનિ થાય છે, જેથી નિર્મળક્રિયાઓ અને નિર્મળભાવના યોગે સંજ્ઞાઓનો નિરોધ સરળતાથી થાય છે. વિધિમાં અરતિ અને અવિધિમાં રતિ-આ ક્રિયાઓનો મલ છે, જે વિધિમાં રતિ કેળવવાથી દૂર થાય છે. આત્માને છોડીને શરીરાદિના ઉદેશની સિદ્ધિના પરિણામને ભાવમલ કહેવાય છે, જે અધ્યાત્મભાવથી દૂર થાય છે. આત્માને ઉદ્દેશી કરાતી ક્રિયાના પરિણામને અધ્યાત્મ કહેવાય છે. આ રીતે પૂ. ઉપાધ્યાયજી મ.ની ટીકાના પરમાર્થથી સમજી લઈએ તો પડશન પ્રરણ-મા. પ્રિકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ વગેરેમાં જણાવ્યા મુજબ પાઠ સુધારવાની આવશ્યકતા નહીં રહે. .