________________
દેરાસરના નિર્માણ માટે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધભૂમિને પ્રાપ્ત કરવાનું શા માટે જણાવાય છે, એકાંતે કલ્યાણકારી શ્રી જિનાલય અનુકૂળતા મુજબ કોઈ પણ ભૂમિ ઉપર બંધાવાય તો તેમાં કયો દોષ છે ..આ શંકાનું સમાધાન કરાય છે -
शास्त्रबहुमानतः खलु सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः । परपीडात्यागेन च विपर्ययात् पापसिद्धिरिव ॥६-५॥
ચોથી ગાથામાં જણાવ્યા મુજબ દેરાસર બંધાવવા માટે શુદ્ધભૂમિ પ્રાપ્ત કરવાથી “શાસ્ત્ર પ્રત્યેના બહુમાનના કારણે, સતુચેષ્ટાના કારણે અને પરપીડાનો ત્યાગ કરવાના કારણે; શાસ્ત્ર પ્રત્યે બહુમાનાદિના અભાવથી જેમ પાપની સિદ્ધિ થાય છે તેમ ધર્મની સિદ્ધિ થાય છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે, શ્રી જિનાલયના નિર્માણ માટે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ ભૂમિને ગ્રહણ કરવાથી શ્રી જિનાલયના નિર્માણ - કાર્ય - સંબંધી વિધિને જણાવનારા વાસ્તુશાસ્ત્ર પ્રત્યે બહુમાન થવાથી જ ધર્મની સિદ્ધિ થાય છે. શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન ધર્મસિદ્ધિનું મુખ્ય કારણ છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણવ્યા મુજબની શુદ્ધભૂમિને પ્રાપ્ત કરવાનો પરિણામ, વાસ્તુશાસ્ત્ર પ્રત્યેના બહુમાન વિના શક્ય નથી. આજે મોટા ભાગે ધર્મ કરતી વખતે શાસ્ત્ર પ્રત્યે બહુમાન હોતું નથી. શાસ્ત્રને સમજ્યા પછી શરૂ થતી ધર્મપ્રવૃત્તિ વખતે શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન લગભગ નષ્ટ થતું જોવાય છે. કારણ ગમે તે હોય પરંતુ આ એક સાચી હકીકત છે. શાસ્ત્ર પ્રત્યેના બહુમાનનો અભાવ; અવિધિપૂર્ણ
નથી
હોતું નથી પ્રત્યેનું
રન આ વિધિપૂર્ણ