________________
પ્રણામ, વંદન વગેરે કરવાનો જે સારી રીતે ચોક્કસ નિયમ છે તેને ક્રિયાવચ્ચક નામનો બીજો અવચ્ચક યોગ કહેવાય છે જે મહાપાપના ક્ષયનું પરમ કારણ છે. કારણ કે આ ક્રિયાવચ્ચક યોગથી નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. નીચગોત્રકર્મના ઉદયથી જીવને એવા કુળમાં જનમવું પડે છે કે જ્યાં ધર્મનું નામ પણ સાંભળવા ન મળે. આથી નીચગોત્રકર્મ મોટું પાપ છે, તેનો ક્ષય ક્રિયાવચ્ચકયોગથી થાય છે.
તે પરમપવિત્ર પુરુષો પાસેથી ઘર્મોપદેશનાં શ્રવણ, મનન વગેરે દ્વારા ચોક્કસ રીતે ધર્મના વિષયમાં ઉત્તરોત્તર સિદ્ધિ સ્વરૂપ ફળની જે પ્રાપ્તિ થાય છે-તેને ત્રીજો ફલાવચ્ચક યોગ કહેવાય છે. આ ત્રણ પ્રકારના અવચ્ચકયોગની પ્રાપ્તિ બીજન્યાસથી થાય છે. ૧૮-૧૩
- પૂર્વગાથામાં જણાવેલા બીજન્યાસને ઉપાયથી વધારવો જોઈએ તે જણાવાય છે – . लवमात्रमयं नियमादुचितोचितभाववृद्धिकरणेन । . क्षान्त्यादियुतैर्भत्र्यादिसङ्मतै बृंहणीय इति ॥८-१४॥
લેશમાત્ર પણ એવો પ્રતિષ્ઠા સંબંધી જે ભાવ છે; તે નિયમે કરી ઉચિત ઉચિત એવા ભાવની વૃદ્ધિ વડે; ક્ષમા વગેરે ધર્મથી યુક્ત અને મૈત્રી વગેરે ભાવોથી સદ્ગત એવા આત્માઓએ વધારવો જોઈએ.” આ પ્રમાણે ચૌદમી ગાથાનો શબ્દશઃ અર્થ છે.