________________
એ શોખ હોય છે. આ જાતની શુશ્રુષાથી આત્માનું પ્રાયઃ હિત થતું નથી. પરંતુ અનાદરના કારણે આત્માને અહિતની જ પ્રાપ્તિ થાય છે. કોઈ જીવવિશેષને આશ્રયીને અનાદરપૂર્વક સાંભળવા છતાં ભવિષ્યમાં તથાભવ્યતાદિના યોગે પૂર્વના સંસ્કારો હિતનું કારણ બનતા હોય છે તેથી શ્લોકમાં પ્રાયોડના દિનાનું અહીં પ્રાયઃ આ પ્રમાણે લખ્યું છે. પ્રાયઃ દરેક અનુષ્ઠાનમાં અનાદરજેવું એક પણ પાપ નથી. સર્વ અનર્થોનું મૂળ એ છે. સંયોગવિશેષમાં કોઈ વાર કોઈ વસ્તુ ન પણ થાય પરંતુ તેની પ્રત્યે અનાદર તો ન જ હોવો જોઈએ. અપરમશુશ્રુષા વખતે અનાદર સ્પષ્ટપણે પ્રતીત થતો હોય છે, જે; અનર્થનું જ કારણ બને છે. પૂર્વે જણાવ્યા મુજબ વર્તમાનમાં મોટા ભાગે અપરમ શુશ્રુષાનાં દર્શન થાય છે. તેથી ધર્મશ્રવણના તાત્ત્વિક ફળને પ્રાપ્ત કરવાનું શક્ય બનતું નથી. સારા ગણાતા વક્તાની પાસે વ્યાખ્યાન સાંભળવા જવુંએ પણ જ્યાં એક જીવનશૈલીનો ભાગ ગણાતો હોય ત્યાં અપરમશુશ્રુષા જ હોય ને ? પ્રાયઃ અનર્થને કરનારી એવી અપરમશુશ્રુષાને દૂર કરી મુમુક્ષુ જનોએ પરમશુશ્રષાને કેળવી લેવી જોઈએ. ll૧૧-પી
આ ષોડશકની પહેલી ગાથામાં શુશ્રુષાનું ફળ બોધપ્રવાહ છે તે જણાવ્યું છે. તે બોધનો શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપે વિભાગ જણાવાય છે -
ऊहादिरहितमायं तयुक्तं मध्यमं भवेज्ज्ञानम् । चरमं हितकरणफलं विपर्ययो मोहतोऽन्य इति ॥११-६॥