Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 405
________________ એ વખતે યોગી (ધ્યાન કરનાર)નું ચિત્ત પરમાત્માને વિશે સારી રીતે સ્થાપન કરાય છે. તત્ત્વ(પરમાત્મતત્ત્વ) જ્ઞાનના સંસ્કારથી કરાતું એ ધ્યાન; પરમાત્મતત્ત્વને પામેલા સિદ્ધ યોગીજનોના સ્મરણપૂર્વક કરાયેલું હોવાથી તે વિશુદ્ધિવાળું ધ્યાન; ઈષ્ટ(પરમપદ)ફળને પ્રાપ્ત કરાવનારું હોય છે. કારણ કે જે, જે કાર્યને વિશે સિદ્ધ છે; તેનું અનુસ્મરણ તે કાર્યની સિદ્ધિ માટે થાય છે. પરમાત્મસ્વરૂપને પામેલા સિદ્ધયોગીનું સ્મરણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કારણ બને છે. આગમનું અનુસરણ; પરમાત્મામાં ચિત્તનો વિન્યાસ; તત્ત્વજ્ઞાનના સંસ્કાર અને સિદ્ધયોગીનું સ્મરણ - આ ચારના કારણે પરમાત્માનું ધ્યાન ધ્યાતાને પરમપદસ્વરૂપ ઈષ્ટફળને આપનારું બને છે. અને આવા પ્રકારના વિશુદ્ધ ધ્યાન દ્વારા આત્માના પરમાત્મસ્વરૂપના આવિર્ભાવ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. II૧૪-૧૬ છે તિ ચતુર્દશ વોડશમ્ | अथ पञ्चदशं षोडशकं प्रारभ्यते । આ પૂર્વે ધ્યાનનું વર્ણન કર્યું હવે ધ્યાનના વિષયભૂત ધ્યેયના સ્વરૂપનું વર્ણન કરાય છે – सर्वजगद्वितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत् तत्परं चैव ॥१५-१॥ “સકલ વિશ્વના હિતને કરનારું, અનુપમ, અતિશયોના

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450