________________ 26. शोभनस्तुति-वृत्तिमाला > સ્તુતિચતુર્વિશિકાની રચના : આ બધી ઘટનાઓ ઘટી એ પછીના ઘણા સમય પછીની આ વાત છે. એકવાર શોભનમુનિ ગોચરીચર્યા માટે નીકળ્યાં પરંતુ એમના મનમાં ત્યારે ચોવીશ તીર્થકર ભગવંતોની સ્તુતિઓની રચના માટેનું ગજબનું ભાવવિશ્વ તૈયાર થયેલું હતું. એથી ગોચરીચર્યામાં એમનું ધ્યાન રહ્યું નહિ. એ તો એક પછી એક તીર્થકરોની સ્તુતિઓ રચી રહ્યાં હતાં. એટલી ઝપાટાબંધ આ રચનાઓ થતી ચાલી, જેની કલ્પના ન કરી શકીએ. આમ, ચિત્તના અન્યત્ર ઉપયોગને કારણે તેઓ એક જ શ્રાવિકાના ઘરે ત્રણ વાર પધાર્યા. એથી એ શ્રાવિકાએ કુતુહલવશ પૂછ્યું: મહાત્મા, કેમ આજે ગોચરી દુર્લભ છે માટે મારે ત્યાં ફરી-ફરીને આવો છો? | વિચારોના આવેગમાંથી ત્યારે સફાળા જાગેલાં મુનિવરે જે હતી તે હકીકત કહી દીધી. શ્રાવિકાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે પૂછ્યું શુ ભગવંત, તમે માત્ર ગોચરી-ભ્રમણ જેટલા સમયમાં 24 તીર્થકરના સંસ્કૃત ભાષાના સ્તુતિ જોડા તૈયાર કરી દીધાં? એ તો દેવ-ગુરુની કૃપાનો પ્રભાવ છે. શોભન મુનિએ કહ્યું. શોભનમુનિ તો આમ કહીને ચાલ્યાં ગયાં. પરંતુ શ્રાવિકાના દિલમાં મુનિની શક્તિ માટે કુતુહલ, આશ્ચર્ય, ગડમથલ વિગેરે લાગણીઓ જાગી. > શોભન મુનિનું સ્વર્ગગમનઃ પ્રબંધચિંતામણિ ગ્રંથના મત પ્રમાણે આ જ શ્રાવિકા દ્વારા શોભનમુનિ નજરાઈ ગયાં. એ પછી બે-ચાર દિવસમાં જ મહાત્માની જીવનલીલા સંકેલાઈ ગઈ. પ્રબંધચિંતામણિના કથન મુજબ તો ગોચરીચર્યા કરીને શોભનમુનિ ઉપાશ્રયે આવ્યા. ગુરુદેવ સમક્ષ થયેલાં ચિત્તભ્રમની આલોચના કરી. ગુરુદેવે આલોચના સાંભળી. સાથો સાથ એ યમક અલંકારથી ભૂષિત 24 સ્તુતિજોટકો પણ એમના મુખે સાંભળ્યા. શોભનમુનિની આવી અદ્ભુત કવિત્વ શક્તિથી અત્યંત હર્ષિત થયેલાં ગુરુદેવે એમની વારંવાર ઉપવૃંહણા કરી. મુનિઓએ એ સ્તુતિજોટકો લખ્યાં. બસ, ત્યાં તો મુનિવરનું શરીર તાવમાં શેકાવા માંડ્યું અનેક ઉપચારો કરવા છતાં તે તાવ શાંત ન થયો. બે દિવસ વીત્યાં ન વીત્યાં ત્યાં શાસન-પ્રભાવક શોભનમુનિનો આત્મા દિવ્યભૂમિને ભૂષિત કરવા માટે ચાલી નીકળ્યો. એમના કાળધર્મ સકળ જૈનસંઘને આંચકો આપ્યો. ધનપાલ પંડિતની આંખે આંસુના તોરણો બંધાયા.. શોભનમુનિના વિરહ પછી એમના અગ્રજ ધનપાલ પંડિતે એમની સ્તુતિ ચતુર્વિશિકાનું સંશોધન કર્યું. આ ચતુર્વિશિકા પર પ્રથમ ટીકા રચીને એને બાલભોગ્ય બનાવી. કાળનો પ્રવાહ જેમ-જેમ વીતતો ગયો તેમ-તેમ અનેક વૃત્તિઓ એની પર રચાતી ગઈ. અવચૂરી પણ રચાતી ગઈ.