________________
***************KKKKKK
કાઈ સૂરિપુંગવ રહ્યાં નહિ. એટલે પરિપાટી મુજબ આગેવાન શ્રાવકા શાસનની ધુરા ચલાવતાં રહ્યાં. પરંતુ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ શાસનને સાંપડયા પછી તેમણે શાસનના દરેક અંગાને સુદૃઢ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યા. પેઢીનું વ્યવસ્થિત અંધારણ પુનઃ ઘડાવ્યું. તીર્થાની રક્ષામાં જૈન આગેવાનાને દત્તચિત્ત બનાવ્યાં. જેને પરિણામે શત્રુજય, ગિરનાર, તાર`ગા, શિખરજી વગેરે તીર્થમાં જે કોઇ બિનહક્કથી પગપેસારો કરતાં હતાં, અને માલિકીના દાવા કરતાં હતાં, તેઓ અટકયાં. શ્રીશેડ કસ્તૂરભાઇ મણિભાઇ, શ્રીશેડ મનસુખભાઇ ભગુભાઇ, શ્રીશેઠ લાલભાઈ દલપતભાઈ, શ્રીશેઠ કીકાભાઈ પ્રેમચ’દ. શ્રીશેઠ વીરચંદ દીપચંદ વગેરે આગેવાના તીર્થાના વહીવટમાં કટિબધ્ધ બન્યાં, અને તીર્થાની રક્ષા માટે તેમણે પાતાના વ્યવસાયને ગૌણુ કરી હંમેશ તીરક્ષાને મુખ્ય ગણી છે.
જ્યારે જ્યારે તીરક્ષાના પ્રસંગ આવ્યા છે. ત્યારે ત્યારે તે વખતના મેક્ટિશ શ્રી ચીમનભાઇ સેતલવડ, અને શ્રી ભુલાભાઇ દેસાઇ તેમ જ આગેવાન ગૃહસ્થા આ બધાં તીર્થાના પ્રશ્નને સમજવા અને કઈ રીતે કામ લેવું તેની દારવણી મેળવવા હમેશાં પૂજ્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ પાસે પધારતાં. અર્થાત્ –સમગ્ર જૈનશાસનનું કેન્દ્ર પ. પૂ. આચાર્ય મહારાજ હતાં.
જ્યારે પ. પૂ. આચાર્ય દેવ મારવાડ – રાજસ્થાન પધાર્યા, ત્યારે જતિઓની પરિસ્થિતિ પલટાઈ ગઇ હતી. તેમના માન-મરતા ક્ષીણ થયા હતા. વૃદ્ધ યુતિને નવાં શિષ્યા મળતાં ન હતાં. મળતાં તે લેભાગુ અને અવિશ્વસનીય હતાં. પરિણામે પ્રાચીન-હસ્તલિખિત ભંડારાને તેઓ પાણીના મૂલ્યે વેચી નાખતાં હતાં. પૂ. મહારાજશ્રીએ આ ભંડારા ખરીદી લેવા ગૃહસ્થાને ઉપદેશ આપ્યા. યતિઓના આવતાં પુસ્તક ખરીદી લેવરાવ્યાં, અને પેાતાના સાધુઓને તેમાં લગાડી અનેક ગ્રંથેાની સૂચિ તૈયાર કરાવી. જેમાંથી ઉ, ચશેવિજયજી મ. વ. ના થાની અલભ્ય પ્રતિએ પણ સાંપડી. આજે અમદાવાદ, ખંભાત અને કદંબગિરિના ભંડારા તે જ કારણે ભરપૂર છે. આમ નષ્ટ પામતાં ગ્રંથ-ગ્રંથભંડારાને સાચવી રાખવાના અને તે પ્રાપ્ત થયેલા ગ્રંથામાં પાતાના વિદ્વાન્ શિષ્યવળ ને પરાવી તેનું સ ંશેાધન કરાવવાને પૂર્ણ પુરુષાર્થ તેમણે કર્યા,
તપાગચ્છની ૬૧ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ મહારાજ થયાં. આ પછી ધીમે ધીમે શિથિલાચારે જોર કર્યું. આચાય ની પરપરા યતિઓમાં ચાલી. સંવેગી શ્રમણેાની પરંપરામાં માત્ર પંન્યાસપદ રહ્યું. ખસેાથી અઢીસો વર્ષ સુધી આ પરિસ્થિતિ રહી.
Jain Education International
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org