Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ અમારી ભાવના પ્રદર્શિત કરી. પૂ. મહાસતીજીએ પુસ્તક છપાવવાની ના પાડી. અમારા શ્રી સંઘે ખૂબ આગ્રહ કર્યો ને હા પડાવી. મારી ભાવના સાકાર રૂપે બનવાથી મારા દિલમાં અપૂર્વ આનંદ થયો. શ્રી સંઘે પુસ્તક પ્રકાશનને જે મહાન લાભ મને આપ્યો છે તેના માટે સંધને આભારી છું. પૂ. મહાસતીજી મંગલ ચાતુર્માસ પધાર્યા ત્યારથી તેમની વાણીને પ્રવાહ અખલિતપણે ચારે માસ વહી રહ્યો છે. પૂ. મહાસતીજીને આધ્યાત્મિક રસથી ભરપૂર, વૈરાગ્ય રસથી નીતરતા, ભાવવાહી શૈલીથી થતા પ્રવચન સાંભળવા માટે ઉપાશ્રય માનવમેદનીથી ભરચક રહ્યો છે મારા જેવા કંઈક નવયુવાન ભાઈઓ ધર્મના રંગે રંગાયા ને રોજ વ્યાખ્યાનને લાભ લેતા થઈ ગયા. પૂ. મહાસતીજીના વ્યાખ્યાન સાંભળવા દેરાવાસી ભાઈ બહેને પણ રોજ આવતા. આ બતાવી આપે છે કે પૂ. મહાસતીજીએ જેન સમાજ ઉપર કેટલું આકર્ષણ કર્યું છે! પૂ. મહાસતીજીના પ્રભાવે અમારું ચાતુમાંસ દાન, શીયળ, તપ અને ભાવનાથી ખૂબ ગાજતું ને ગુંજતું બન્યું છે. આ ચાતુર્માસ સુરતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય એવું ભવ્ય ને યાદગ્ધર બન્યું છે, પૂ. મહાસતીજીએ આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩માં અધ્યયનને અધિકાર ચિત્તસંભૂતિય અને ભીમસેન–હરિસેન ચરિત્ર ખૂબ સુંદર રીતે તેમની હૃદયસ્પર્શી જોશીલી રેલીમાં ફરમાવ્યું છે. જે ખૂબ બેધદાયકને રસપ્રદ છે. જે સાંભળતા શ્રેતાઓના હદય હચમચી ઉતા. આ પુસ્તકમાં સંસારના છ દુઃખથી કેમ છૂટે ને શાશ્વત સુખને કેમ પામે તેમજ નિયાણું કરવાથી જીવની કેવી દુર્દશા થાય છે ને પરિણામે તેની દુર્ગતિ થાય છે અને નિયાણા રહિત કરણ કરવાથી જીવ મોક્ષના મહાન સુખને કેવી રીતે મેળવે છે તેમજ ભીમસેન હરિસેન ચરિત્રમાં પ્રવે કરેલા કર્મો જીવને કેવી રીતે ભોગવવા પડે છે. આ બધું આબેહૂબ સુંદર વર્ણન કરેલું છે. ખરેખર પૂ. મહાસતીજીને પુસ્તક વાંચતા જાણે પ્રત્યક્ષ આપણે તેમના સ્વમુખે સાંભળતા હોય તેવો અનુભવ થાય છે. આ પુસ્તક સમાજની પાસે મૂકતા અમને ઘણે આનંદ થાય છે તે જિજ્ઞાસુ છે અને સમાજ તેમાંથી બોધપાઠ લઈને આધ્યાત્મ પંથે જરૂર આગળ વધશે એ જ અભ્યર્થના. આ પુસ્તકના પ્રકાશનમાં અન્ય દાતાઓએ જે ફાળો આપી તથા ગ્રાહક બની લાભ લીધે છે. તે સવેને હું આભાર માનું છું. વિશેષ પુસ્તક પ્રકાશનમાં તે સાચા ખંતથી વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજીને તથા બા. બ્ર. પૂ સંગીતાબાઈ મહાસતીજીનો અને જેમણે કાળજીપૂર્વક પ્રફ તપાસ્યા તે બધા મહાસતીજીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. લી, બાબુભાઈ પુનમચંદ ગાંધી ૨મણીકભાઈ રેવચંદભાઈ શાહ,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 992