Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ન કોમી એકતા | આવા અનિશ્ચિત સમયમાં કોઈ લોકો લૂંટફાટ કરવા મંડે એમ બને. તે વખતે બીજાની લૂંટફાટ થાય તો આપણે શું, એવું ન થવું જોઈએ. આજે એનો તો કાલે આપણો વારો. વળી રક્ષણનું કામ ભૈયાથી, ચોકીદારોથી, પરાયા માણસોથી નથી થવાનું. ચોકીદારો રાખશો તો તેઓ જ તમને લૂંટશે. આપણે પોતપોતાનું રક્ષણ કરતાં શીખી જઈએ. મોતનો ડર મનમાંથી કાઢી નાખ્યા વિના બહાદુરી આવવાની નથી. કોઈ સલ્તનત પાસે એવી બંદૂક કે એવો તોપનો ગોળો નથી કે જેની જીવાદોરી તૂટી નથી અને મારી શકે. વળી જેની તૂટી છે, એમાં જીવ મૂકી શકે એવી કોઈમાં તાકાત નથી. આ વસ્તુ કોઈને જ ડી. નથી, જડવાની નથી. અત્યારે નાતજાતના, ઊંચનીચના, કોમકોમના ભેદભાવ ભૂલી જઈ સૌ એક થાઓ, સંપ કરો અને નીડર બનો. તમારા ગામનું સંગઠન પાકું કરજો. પાયખાનું કે દીવાનખાનું ! ખેડૂતો આજે ગામડામાં મકાનો બાંધે છે. એમાં એકનો ખૂણો આમ હોય, બીજાનો આમ હોય. રસ્તાઓની પણ કશી સરખી રચના નથી હોતી. આપણે આપણી રહેવાની જગા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ હવા બગડવી ન જોઈએ. ગામમાં ધૂળ ન હોય, ધુમાડો ન હોય, ગંદકી ન હોય. ઢોરની સાથે આપણે ઢોર નહીં થવું જોઈએ. નહીં તો ઠોકરો ખાતા આવ્યા છો તેમ ખાયા કરશો. શિવજીનો જેવો પોઠિયો હોય છે તેવા આપણાં ગાય-ઢોર જોઈને આંખ ઠરે, દિલ ખુશ થાય એમ રાખવાં જોઈએ. આંગણામાં છાણ પડ્યું હોય ને ત્યાં માખી, મચ્છર, જૂઆ થાય એ તો નરકવાસ છે. અહીં ગામડામાં ઠેકાણે ઠેકાણે શૌચ માટે બેસવું ન જોઈએ. છોકરાંઓએ આંગણામાં શૌચ માટે નહીં બેસવું જોઈએ. પાયખાનામાં અને દીવાનખાનામાં ફરક ન રહે એવું સ્વચ્છ પાયખાનું હોવું જોઈએ. ન ૧૯] [ ૧૮ ]

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41