________________
ન ગુલામના ગુલામ - તમે અસ્પૃશ્ય ન હોવા છતાં પરતંત્રતાના ઘોર દર્દથી પીડાઓ છો. તમારો માલિક કોઈ બીજો માણસ છે એમ મનાય છે. આ સંસારમાં એના જેવું બીજું કંઈ દુ:ખ નથી. પશુનો જેમ માણસ માલિક હોય છે, તેમ એક માનવીનો બીજો માનવી માલિક થઈ બેઠો છે. માનવીનો માલિક તો એક ઈશ્વર જ છે જેણે તેને જન્મ આપી આ જગતમાં પેદા કર્યો છે. જેણે આવું રૂડું શરીર આપ્યું છે ને એમાં જીવ મૂક્યો તે જ આપણો ખરો માલિક હોઈ શકે.
જાનવરોના માલિક માનવી થાય છે. પણ જ્યારે એક માનવી બીજા માનવીને નાથ ચડાવે છે ને તેનો માલિક થઈ બેસે છે ત્યારે એ ભયંકર વસ્તુ થઈ પડે છે. ત્યારે માલિક થનારો ને તેને માલિક કબૂલ રાખનાર બંને પાપમાં પડે છે, અને બંનેની દશા ભુંડી થાય છે.
-[ ૭૪ ]
બંનેને ઇન્સાફ તમે બધા એક આ ધરતી ઉપર નભો છો. ખેડૂતોનું અને તમારું બંનેનું પોષણ આ ધરતી કરે છે. તમારી બેની વચ્ચે વેરઝેર જાગે તો ખેતીનો ઉદ્યમ નાશ પામે ને બંનેનું પેટ અત્યારે ભરાય છે તેમાં અંતરાય આવે. બંને જીવતા રહે એવો ઇન્સાફ મળવો જોઈએ. કોઈ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ. પણ તે સાથે તમે સ્વતંત્ર છો ને તમને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે એ વસ્તુ સ્વીકારવી જોઈએ. જેમ એક ગાડે બે બળદ જોડેલા હોય છે તેમ ખેડૂત ને હળપતિ એ બેની જોડી છે. એ બે જે દિવસે લડશે તે દિવસે ખેતી ભાંગી જવાની છે ને બંનેને ભૂખે મરવાનો વખત આવવાનો છે. તેથી આ હિલચાલ એ રીતે કરવાની નથી. મારી તમને સલાહ છે કે તમારે ધીરજ રાખવી અને હવે ખેડૂતોની પરિષદ મળે ને જે ઠરાવો કરે તે પણ વિચારવા. તેમને પણ હું સલાહ આપીશ કે આ લોકોને ન્યાય તો આપવો જ જોઈએ.
ન ૭પ |