Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 39
________________ | દૂબળાને સલાહ જેટલું કરવું તમારા હાથમાં છે તે તો તરત જ કરવા લાગો. તમારાં બાળકોને અક્ષરજ્ઞાન અપાવો. એમને તમે નવે રસ્તે દોરી જાઓ. તમે સૌ ઠેકઠેકાણે નાતનાં પંચ બોલાવો ને ઠરાવ કરાવો કે લગ્નમરણ પ્રસંગે હવેથી દેવું ન કરવું. તમારા જેવી ગરીબ કામે લગ્ન વખતે રૂપિયા આપવા-લેવાનું બંધ કરી દેવું જોઈએ. પણ નાત એ ન જ માને તો એને માટે પંદર કે સત્તર રૂપિયાની હિંદ ઠરાવવી. એને માટે પણ દેવું કરવાની સલાહ નહીં આપું. ભાતકાપણી કે ઘાસકાપણી વગેરે વખતે મજૂરી કરો તેમાંથી ચાર-આઠ આના કરીને વરસ દિવસે પાંચદસ રૂપિયા બચાવો. તમારા બચાવેલા પૈસા સાચવવા એક બંક પણ કાઢી શકાય. તમારે લગ્ન કરવાં હશે ત્યારે એ રૂપિયા ચાલશે ને તમારે દેવું કરવું નહીં પડે. પૈસા ઉપાડવા ગયા તો પછડાયા જ સમજજો. ન સુખનો ઇલમ - આપ મૂઆ વિના સ્વર્ગે નહીં જવાય. (દૂબળાઓએ) દારૂ તાડી છોડ્યાં તેથી હું રાજી થયો છું. તમારી બૈરીઓ એથી વધારે રાજી થઈ હશે, કારણ તમે હવે ઘેર જઈને ગાળ નથી દેતા. તમે સૌ ઝડપથી દારૂતાડી છોડીને તેના ભાગના પૈસા બચાવો, જેથી તમારે દેવું કરવું ન પડે. એટલી વસ્તુ તમે કરો તો પાંચ વરસમાં આ | જિલ્લામાં કોઈ ઓળખી શકવાનું નથી કે કયો દૂબળો ને કયો ધણિયામો. વળી જેમ આશ્રમવાસીઓ પોતાનાં કપડાં પોતે જ કાંતીને બનાવી લે છે, તેમ તમે પણ બનાવો. એક પહેરણ અને એક પંચિયું એથી વધારે તમારે શું જોઈએ ? ખેતરમાંથી ઊડી જતા કપાસમાંથી પણ તમે તમારા કપડાં બનાવી લઈ શકો છો. એ ઈલમ કંઈ અઘરો નથી. ન ૭૭ ] - ૩૬ }

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41