________________ આરોગ્યનું મહત્ત્વ | પૈસાની તાણ હોય તો સિનેમા, નાટક અને નાતના જમણવાર પાછળનાં ખર્ચ પાંચ વરસ સુધી બંધ કરો, પણ પહેલી ગટર કરો. એનો લાભ પાંચ વરસમાં તમને જણાશે. લોકોની તંદુરસ્તી સુધરશે. અત્યારે તો તમારા શહેરમાં માણસની જિંદગી ટૂંકી થાય છે અને તેઓ દુઃખી થઈને મરે છે. વરસાદ આવશે એટલે કીચડ, ગંદકી, મચ્છર , માખી થશે. એમાં ડૉક્ટર પણ શું કરશે ? એ તો બહાર બંગલો બાંધશે અને દવા પાતો રહેશે, અને તેય પૈસાવાળાને. આપણે તો સામાન્ય માણસોને પણ સામાન્ય ખર્ચે સારવાર મળે અને ગરીબોને મફત સારવાર મળે એમ કરવું જોઈએ. -[ 80 -