Page #1
--------------------------------------------------------------------------
________________
સરદારની વાણી
સંકલન કુમારપાળ દેસાઈ
કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્યસચિવ
સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
-
• નિવેદન *
Sardar Ni Vani - 2 Edited by Kumarpal Desai
પ્રથમ આવૃત્તિ : ૧૯-૬-૨૦૦૧
પ્રકાશકે : કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્ય સચિવ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, બ્લોક નં. ૧૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય, ગાંધીનગર- ૩૮૨૦૧૦
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૨૫મી જન્મજયંતીના ઉપક્રમે ગુજરાત રાજ્યની ઉજવણી સમિતિએ સરદારશ્રીનું જીવન અને તેમના વિચારો આજના સમાજને પ્રાપ્ત થાય અને એમાંથી સમાજ પ્રેરણા મેળવે તેવો આશય રાખી અનેકવિધ, ગ્રંથો-પુસ્તકોનું આયોજન કર્યું. આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, અંજલિરૂપે લખાયેલાં કાવ્યોનો સંગ્રહ તેમના વ્યક્તિત્વને દર્શાવતા અંગ્રેજી લેખોના અનુવાદનું પુસ્તક તેમજ એમના સ્પષ્ટ અને આગવા વિચારો દર્શાવતી પુસ્તિકા પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંદર્ભમાં આ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ રહી છે.
આ પુસ્તિકાઓમાં સરદારશ્રીના
મુદ્ર કે : વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
• અનુક્રમ •
}
• નિવેદન • વિચારો દર્શાવવામાં આવ્યા છે. એને જુદાં જુદાં શીર્ષકો આપીને એમણે કરેલી મુખ્ય વાતને ઉપસાવવામાં આવી છે. આમાંથી નવભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીનો આલેખ મળી રહેશે. આ પુસ્તિકાઓ નાના કદની હોવાથી વ્યક્તિ ખીસ્સામાં રાખી શકશે તેમ જ સ્કૂલ, કૉલેજ અને જાગૃત નાગરિકોને એ ઉપયોગી બનશે એવી શ્રદ્ધા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૧. લોકમાન્ય તિલક ૨. અસરકારક માર્ગ ૩. અસહકારમાં જોખમ ૪. ભૂતકાળની ભૂલ ૫. સાંખી નહીં લઉં ૬. ખેડૂત : જગતનો તાત ૭. ઊંચું માથું રાખીએ ! ૮. પરસેવાની રોટી
૯. ગ્રામોદ્ધાર ૧૦. કોમી એકતા ૧૧. પાયખાનું કે દીવાનખાનું ! ૧૨. બારમું ન કરીએ ૧૩. અન્યાય સામે અવાજ ૧૪. શ્રમનું મહત્ત્વ ૧૫. કેળવણીમાં ક્રાંતિ ૧૬. સાચો શિક્ષક (માણસનો ઘડવૈયો) ૧૭. આત્માનો વિકાસ
Page #4
--------------------------------------------------------------------------
________________
• અનુક્રમ •
• અનુક્રમ •
૧૮. ગરીબાઈથી ઘડતર ૧૯. અહિંસક શક્તિ ૨૦. અંગ્રેજોની મહેમાનગતિ ૨૧. ખરું જેલખાનું ૨૨. વેરઝેર વીસરીએ ર૩. સેવાને બદલે સ્વાર્થ ૨૪. એશિયા છોડો ૨૫. મનની આળસ ૨૬. કાયરતા ૨૭. સાચી કુળવાન ૨૮. મારું અને તમારું કર્તવ્ય ૨૯. કોરો કાગળ માત્ર ૩૦. શક્તિ અને મર્યાદા ૩૧. કટુ છતાં હિતકારી ૩૨. સન્માનનો ભય ૩૩. આ માટીનો માનવી ૩૪. મોતની મર્દાનગી ૩૫. અમદાવાદનું અજવાળું
૩૬. ઉન્નતિનો આધાર ૩૭. યુદ્ધની શરણાઈ ૩૮. સાચા સેવકોની જરૂર ૩૯. સ્વદેશીનો જય ૪૦. અહિંસા એ પ્રાણ ૪૧. મંડળનો અર્થ ૪૨. સ્વરાજ માટે સમર્પણ ૪૩. વિદેશી કાપડનો બહિષ્કાર ૪૪. આપણું કર્તવ્ય ૪૫. મુંગી સેવા ૪૬. બે ગ્રામસેવકો ૪૭. સમાધાન શાનું? ૪૮. અમર બલિદાન ૪૯. આપણા દુ:ખો ૫૦. હૃદયપલટો ૫૧. ખેડૂતનાં દુઃખ પર. ઊંધો વેપાર ૫૩. અહિંસા-પરાયણ
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ ૫૪. જીભાજોડી નિરર્થક ૫૫. આઝાદીનું વાયુમંડળ ૫૬. ખાંધિયા નહીં જડે !
૫૭. સાચો સ્નાતક
૫૮. સ્નાતકોના ત્રણ વર્ગ
૫૯. મુંબઈના વેપારીઓને
૬૦. દૂબળાની પ્રથા
૬૧. ગુલામીની આદત
૬૨. હળપતિઓને સલાહ
૬૩. પુરુષનો ધણી પુરુષ
૬૪. શુદ્ધિનો ઉપદેશ
૬૫. દુઃખનો છેડો નજીક
૬૬. ગુલામના ગુલામ
૬૭. બંનેને ઇન્સાફ
૬૮. દૂબળાંને સલાહ
૬૯. સુખનો ઇલમ
૭૦. ગુલામોના ગુલામ
૭૧. મહોબત જોઈએ
૭૨. આરોગ્યનું મહત્ત્વ
૬૨
૬૩
૬૪
૬૫
૬૬
૬૭
ક
--
૩૦
૩૧
૩૨
૭૩
૭૪
૭૫
૩૬
૩૩
૮
૩૯
८०
લોકમાન્ય તિલક
ભારતની ભીડને પ્રસંગે સ્વરાજ્યની લડતના સેનાપતિ લોકમાન્ય બાળગંગાધર તિલક આપણને છોડી ચાલ્યા ગયા. એમની ખોટ કોણ પૂરી પાડી શકે એમ છે ? ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે. અને હું (તેની ભીખ માગવાનો નહીં પણ) તે લેવાનો’, એ એમના જીવનનો મહાન સિદ્ધાંત હતો અને સ્વરાજ્ય મેળવવા માટે ભારે સંકો ઉઠાવીને તેઓ અંતકાળ સુધી નીડરતાથી લડ્યા. હિંદુસ્તાનમાં અંગ્રેજી અમલ પછી નોકરશાહી સાથે તેનાં પોતાનાં
જ હથિયારથી જીવલેણ લડત ચલાવનાર એવો બીજો કોઈ મહાન લડવૈયો આજ સુધી નીપજ્યો નથી. એમની અગાધ વિદ્વત્તા, એમનું નિર્મળ ચારિત્ર્ય, એમની નમૂનેદાર સાદાઈ, એમની વીરોચિત નીડરતા, એમની અનન્ય દેશભક્તિ અને સૌથી વધારે તો ભારતવર્ષમાં તેમણે જગાવેલો સ્વરાજ્યનો ધ્વનિ એ એમણે આપણે માટે મુકેલો વારસો છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
અસરકારક માર્ગ રાજ કીય ચળવળનો પ્રવાહ વર્ષો થયાં એક જ દિશામાં વહેતો આવ્યો છે. અનેક કારણોથી તે પ્રવાહનો જોસ વધતો ગયો છે. મહાન યુદ્ધના પરિણામે તેની ગતિમાં ભારે બળ આવ્યું છે. અસહકારનો માર્ગ ચાલતી આવેલી દિશાથી વિરુદ્ધ છે અને ભારે જોશથી ચાલતા આવેલા પ્રવાહને તે દિશામાં લઈ જવાનો મહાન પ્રશ્ન આપની સમક્ષ રજૂ થયો છે. અસહકાર એ પ્રજા અને રાજ્ય વચ્ચે નીતિ, નિયમ અને મર્યાદામાં રહીને ચલાવવાનું મહાન યુદ્ધ છે. એ યુદ્ધ માં બંનેના બળની કસોટી રહેલી છે. યુદ્ધના નિયમોનું બંને પક્ષ પરિપૂર્ણ પાલન કરે તો એમાં એકે પક્ષને ગુમાવવાનું નથી. જીતનારને તો ખોવાનું હોય જ નહીં. ખરી રીતે તો ઉભય પક્ષને એમાંથી ઘણું મેળવવાનું છે. આ મહાન લડતનાં પરિણામ જેટલાં સુંદર છે તેટલી જ તે લડત કઠણ છે.
- અસહકારમાં જોખમ | અસહકારમાં જોખમ છે, એમાં તોફાન થવાનો ભય છે, એમ આપણે સાંભળીએ છીએ. જોખમ છે એ ખરી વાત છે. સ્વતંત્રતા સહેલાઈથી દુનિયામાં કયા દેશને મળી છે ? મૂંગા બેસી રહેવામાં ઓછું જોખમ છે ? હાલની સ્થિતિમાં હાથ જોડીને બેસી રહેવામાં પ્રજાના આપઘાત સિવાય બીજું શું છે ? નસ્તર મૂક્યા સિવાય જિંદગી બચવાનો સંભવ ન હોય તો થોડુંઘણું જોખમ વેઠીને પણ નસ્તર મૂકવાની સારો દાક્તર સલાહ આપશે...
જોખમના ડરથી પ્રજાની ઉન્નતિના મહાન અખતરા કોઈને છોડી દીધા છે ખરા ? આટલું મોટું સામ્રાજ્ય બાંધનારાઓએ જોખમનો ડર રાખ્યો હોત તો આજે તેનું અસ્તિત્વ ક્યાંથી હોત ? રેલવેની તેમ જ આગબોટની મુસાફરીમાં અકસ્માતનો ભય તો છે જ, તેથી શું તેવી મુસાફરી નહીં કરવાની સલાહ કોઈ આપશે ? જોખમ ન થાય તેને માટે બને તેટલી સાવચેતી રાખવી એ ડાહ્યા માણસનું કર્તવ્ય છે.
- ૧૦ -
Page #7
--------------------------------------------------------------------------
________________
ન ભૂતકાળની ભૂલ |ઇતિહાસ એ પાઠ આપણને શીખવ્યો છે કે આપણો દેશ અનેક નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયો અને બહારનાં આક્રમણોનો આપણે એકઠા મળીને સામનો ન કરી શક્યા ત્યારે હિન્દુસ્તાનમાં પરદેશી સત્તાની જમાવટ થઈ. આપણા અંદર અંદરના ઝઘડા, અદેખાઈ અને વેરઝેરને લીધે જ જે કોઈ પરદેશી આવ્યા તેની આગળ આપણે હારી ગયા છીએ. ફરી એ ભૂલ આપણે ન કરીએ અને એવી જાળમાં ન સપડાઈએ.
દેશી રાજ્યો એટલું ધ્યાનમાં રાખશે એવી મારી આશા છે કે આપણા સમાન હિતને માટે આપણે સહકાર નહીં કરીએ તો બીજો વિકલ્પ અંધાધુંધી અને અરાજકતાનો જ રહે છે. આપણા બધાના ભલાને માટે આપણે ભેગા મળીને કામ નહીં કરીએ તો નાનાં રાજ્યો અને મોટાં રાજ્યો બધાં જ વિનાશને માર્ગે ઊતરી જવાનાં છે.
| સાંખી નહીં લઉં | જુલમી રાજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિકાળથી સ્વીકારાયેલો છે. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે, એટલે રાજા-પ્રજાની લાયકાતમાં ઊતર્યા સિવાય આધુનિક યુગને ઓળખી તેને અનુકૂળ થવામાં જ બેઉનું હિત સમાયેલું છે.
આ રાજ્યો આપણી દારૂનિષેધની પ્રવૃત્તિથી ડરે છે. એ કેમ ડરે છે તે હું સમજતો નથી. એ રાજ્યોની સાથે લડાઈ કરવી એ હું મારે માટે નાનમ માનું છું. વાંસદાના અંગૂઠા જેવડા રાજ્યને તો એક અમારું ધારાળું બહારવટું કરીને વશ કરે. તેની સાથે લડવામાં હું મારી શક્તિ શેનો ખરચું ? મારું કામ તો બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડવાનું છે. મેં મારું ક્ષેત્ર નક્કી કરી રાખેલું છે. પણ રાજ્યો યાદ રાખે કે તેમના અમલદારો પ્રજાને ત્રાસ આપશે તો તે હું એક ઘડીભર પણ સાંખી લેવાનો નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
| ખેડૂત : જગતનો તાત હું તો તમને કુદરતનો કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે..
કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતા ? ખેડૂત જેટલાં ટાઢતડકો, વરસાદ, ચાંચડ, મચ્છર વગેરેનો ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુ:ખ નાખી શકે તેમ છે ?
પણ દુ:ખ સમજપૂર્વક ખમો એ હું માનું છું; એટલે જુલમની સામે થતાં શીખો, તેનો ભયથી સ્વીકાર ન કરો.
આ ધરતી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે. આખું જગત ખેડૂત ઉપર નભે છે.
-[ ૧૮ ]
ઊંચું માથું રાખીએ ! | વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહીં, પણ | ખેડૂતને વીવું જમીન જ હોય, તેની પાછળ બળદ | રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતરમ્પંજ કરતો હોય, વરસાદમાં ઘૂંટણ સમા પાણીમાં વીંછીઓ વચ્ચા હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે, તેમાંથી ખાવાનું પાન પકવે અને દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય; તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો.
ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું..
Page #9
--------------------------------------------------------------------------
________________
ગ્રામોદ્ધાર | હિન્દુસ્તાનને સાચું સ્વરાજ્ય અનુભવવાનું હોય તો ગામડાની સિકલ, ખેડૂતની સિકલ બદલવી જોઈએ . ગુજરાતમાં અથવા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં જાઓ તો ગામડાંમાં ભાગોળે ઉકરડાની બદબુ આવે
ન પરસેવાની રોટી | ખેડૂતને મેં કહેલું કે તમે દરેક ઠેકાણે ડોક નીચી ન કરો. તમારું માથું સરજનહારને નમે, બીજા કોઈને ન નમે.
બળદ મોટરથી ભડકે છે તેમ તમે (ખેડૂતો) સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. એ ભયનો કશો અર્થ છે ? એ સરકારના માણસ કોણ અને જમીનદાર કોણ ? એને બે માથાં કે ચાર કાન છે શું ? તમારે ડરવાનું હોય કે એને ડરવાનું હોય ? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલા પવિત્ર જગતમાં કોણ છે ? તમે નિર્દોષ છો એમ હું નથી કહેતો, પણ જગતમાં ઓછામાં ઓછો પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાતો હોય તો તે તમે છો. અને તમે તો તમારા પરસેવાની રોટી પણ પૂરી ખાધા વિના પારકાનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે અને જગત ન નર્ભ તો જમીનદાર તો નભે જ શાનો ?
ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ગામમાં ચીંથરાં નહીં પડેલાં હોવાં જોઈએ. ઢોરના પોદળા ગમે ત્યાં પડેલા ન હોવા જોઈએ. ગોજું ન હોવું જોઈએ. પરદેશી પાસે મોટામાં મોટી વસ્તુ શીખવાની હોય તો તે સ્વચ્છતા છે. માણસ પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરક બનાવી શકે છે.
આપણાં ગામડાંની રક્ષા કરી લેજો . મરણનો ભય છોડી દેજો. સંગઠનમાં દાખલ થઈ જજો. સંપ રાખજો. આપણામાં દુઃખી, ભૂખ્યાં હોય એને કામ આપજો , અને કોઈ અપંગ હોય એને ખાવાનું આપજો.
[ ૧૭ ]
Page #10
--------------------------------------------------------------------------
________________
ન કોમી એકતા | આવા અનિશ્ચિત સમયમાં કોઈ લોકો લૂંટફાટ કરવા મંડે એમ બને. તે વખતે બીજાની લૂંટફાટ થાય તો આપણે શું, એવું ન થવું જોઈએ. આજે એનો તો કાલે આપણો વારો. વળી રક્ષણનું કામ ભૈયાથી, ચોકીદારોથી, પરાયા માણસોથી નથી થવાનું. ચોકીદારો રાખશો તો તેઓ જ તમને લૂંટશે. આપણે પોતપોતાનું રક્ષણ કરતાં શીખી જઈએ. મોતનો ડર મનમાંથી કાઢી નાખ્યા વિના બહાદુરી આવવાની નથી. કોઈ સલ્તનત પાસે એવી બંદૂક કે એવો તોપનો ગોળો નથી કે જેની જીવાદોરી તૂટી નથી અને મારી શકે. વળી જેની તૂટી છે, એમાં જીવ મૂકી શકે એવી કોઈમાં તાકાત નથી. આ વસ્તુ કોઈને જ ડી. નથી, જડવાની નથી. અત્યારે નાતજાતના, ઊંચનીચના, કોમકોમના ભેદભાવ ભૂલી જઈ સૌ એક થાઓ, સંપ કરો અને નીડર બનો. તમારા ગામનું સંગઠન પાકું કરજો.
પાયખાનું કે દીવાનખાનું ! ખેડૂતો આજે ગામડામાં મકાનો બાંધે છે. એમાં એકનો ખૂણો આમ હોય, બીજાનો આમ હોય. રસ્તાઓની પણ કશી સરખી રચના નથી હોતી. આપણે આપણી રહેવાની જગા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ હવા બગડવી ન જોઈએ. ગામમાં ધૂળ ન હોય, ધુમાડો ન હોય, ગંદકી ન હોય. ઢોરની સાથે આપણે ઢોર નહીં થવું જોઈએ. નહીં તો ઠોકરો ખાતા આવ્યા છો તેમ ખાયા કરશો. શિવજીનો જેવો પોઠિયો હોય છે તેવા આપણાં ગાય-ઢોર જોઈને આંખ ઠરે, દિલ ખુશ થાય એમ રાખવાં જોઈએ. આંગણામાં છાણ પડ્યું હોય ને ત્યાં માખી, મચ્છર, જૂઆ થાય એ તો નરકવાસ છે. અહીં ગામડામાં ઠેકાણે ઠેકાણે શૌચ માટે બેસવું ન જોઈએ. છોકરાંઓએ આંગણામાં શૌચ માટે નહીં બેસવું જોઈએ. પાયખાનામાં અને દીવાનખાનામાં ફરક ન રહે એવું સ્વચ્છ પાયખાનું હોવું જોઈએ.
ન ૧૯]
[ ૧૮ ]
Page #11
--------------------------------------------------------------------------
________________
| અન્યાય સામે અવાજ તમારી અને સરકારની વચ્ચે આ દલાલો (જમીનદારો) ક્યાંથી આવીને બેઠા છે ? એમના બાપદાદા જમીન ખેડવા ગયા હતા કે રળવા ગયા હતા ? કોણે એમના હક્ક યાવચંદ્રદિવાકરી સાબિત કરી આપ્યા છે ? એ સરકારને અમુક જ રકમ આપ્યા કરે અને તમારી પાસેથી લેવાનું મહેસૂલ વધાર્યું જ જાય, એ કોના ઘરનો કાયદો
બારમું ન કરીએ | જમીન ગીરો મૂકીને બાપનું કે માનું બારમું કરે છે, ત્યારે મને તો લાગે છે કે આના કરતાં ખોટું બીજું શું હોઈ શકે ? આ તો તમે લોહી પીઓ છો. પોતાનાં છોકરાંને હંમેશના માટે ભિખારી કરી મૂકો છો. તમે તો એક દિવસ ખાઈ વેરાઈ જાઓ છો, પણ છોકરાંને તો આખો જન્મારો દુ:ખ ભોગવવું | પડે છે. તે છોકરાનું લોહી પીધા બરોબર છે. તે ખાધા કરતાં તો એક દિવસનો ઉપવાસ ન કરીએ ?
દેવું કરીને બારમું કરનાર તો ગાંડો છે. પણ શું આપણેય ગાંડા છીએ ? હું પંચને કહું છું કે આપણે ખોટા ખર્ચ કરી શા માટે બારમું કરીએ ?
જો પૈસા વધારે હોય તો છોકરાંઓને શિક્ષણ આપ, વિઘાલયો સ્થાપો અને સગવડ હોય તો આશ્રમ સ્થાપો. તેમાં જ કલ્યાણ રહેલું છે.
- ૨૦ -
શા સારુ તમે એ કાયદાને માનો છો ? શા સારુ તમારા પેટનો ખાડો પુરાય નહીં ત્યાં સુધી તમે એને કશું આપવાને તૈયાર થાઓ છો ? તમે તારા ખાવા પૂરતું જોઈએ એટલું અનાજ પકવીને બેસી રહોને, એટલે એ લોકોને ખબર પડી જશે
જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ તમારા નેતાઓ સાથે વાતો કરો, સંગઠન કરો એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો.
- ૨૧]
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રમનું મહત્ત્વ
જગતમાં તમારે તરવું હોય તો હાથપગ ઉપર ભરોસો રાખો, મહેનત સાથે મહોબત રાખો. જેનું શરીર કેળવાય છે તેનું મગજ પણ સાથોસાથ ખીલે છે. બુદ્ધિનો એકલો વિકાસ નકામો છે. તેથી જગતને ફાયદો નથી.
બુદ્ધિ સાથે શારીરિક શ્રમ માટેનો પ્રેમ ખીલવો જોઈએ. ઉદ્યોગ અને વિદ્યાનો એકતાર
થતાં અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે.
જન્મથી દરેકને કુદરતી શક્તિ મળેલી હોય છે. તેના વિકાસથી તે તરી કે ડૂબી શકે છે.
દુનિયા સાથે બાથ ભીડવી હોય તો અપંગ થવું ન પોસાય. પાંગળા થઈએ તો હિંદુસ્તાન ઉપર બોજારૂપ થઈ પડશું. તમને જે મળ્યું છે તે બીજાને આપવા તૈયાર રહેવું જોઈએ.
૨૨
કેળવણીમાં ક્રાંતિ
યુનિવર્સિટીનો પાક આટલો સડેલો કેમ છે ? તેનામાં તેજ કેમ નથી ? સ્વરાજ ભોગવવાનો તેનામાં ઉત્સાહ કેમ નથી ? જે અભણ માણસોમાં તેજ જોઉં છું તે પણ તેમનામાં કેમ નથી દેખાતું.
આજના પ્રસંગે શિક્ષકોને ઉપદેશ આપવો એ કેળવણીકારોનું કામ છે. હું તો બીજા ક્ષેત્રમાં પડ્યો છું. દુનિયા એ જબરદસ્ત વિદ્યાલય છે. એ મહાવિદ્યાલયની ડિગ્રી ઝટ ઝટ મળતી નથી. દરેક એમ સ્વીકારે છે કે આજની કેળવણીમાં ખામી છે, એને સુધારવી જોઈએ.
છતાં હિન્દુસ્તાનમાં એટલી દુર્બળતા આવી છે કે નવો માર્ગ લેવા કોઈ તૈયાર નથી. આપણામાં કંઈ સાહસ નથી રહ્યું, આપણે ભીરુ થઈ ગયા છીએ. એ કારણે કેટલાક નવા માર્ગે જવા તૈયાર નથી. આજની કેળવણીમાં ક્રાંતિ કરવાની જરૂર
છે.
૨૩
Page #13
--------------------------------------------------------------------------
________________
{ સાચો શિક્ષક (માણસનો ઘડવૈયો) | પહેલાં શિક્ષક એ ગામના હૃદયનો માલિક હતો. ગામના કજિયા પતાવતો, વહેમીનો વહેમ દૂર કરતો. બેકાર માણસને માર્ગ બતાવતો. બાળકને જ્ઞાન આપતો. એ માન જતું રહ્યું અને કૉસ્ટેબલને માન મળ્યું. અને શિક્ષકને ગણ સ્થાન મળ્યું. પટેલ, તલાટી અને શિક્ષક એ ગામના સ્તંભ હોવા જોઈએ.
શિક્ષકોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં | રાખવું જોઈએ, વ્યસન એ ધનિકોનાં પાખંડ છે, દુર્બળ માણસોનાં લક્ષણ છે. જેને માટલાં ઘડવાનાં નથી, પણ માણસ ઘડવાના છે એને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. બાળકોને સ્વચ્છતાની કેળવણી આપો, એના ઘરમાં પ્રવેશ કરી એનાં માબાપને કેળવણી આપો. સારા શિક્ષકને લોકો માથે લઈ ફેરવશે. સારો શિક્ષક ગામનો પ્રેમ એટલો સંપાદન કરે કે એ જાય ત્યારે ગામ રડવા બેસે.
ન આત્માનો વિકાસ | આજે જે કેળવણી આપવામાં આવે છે એ | પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો.
કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય.
જો ઘરનું વાતાવરણ અનુકુળ ન હોય તો શાળામાં જેટલું ભણે એટલું ઘેર જાય ત્યારે રાત્રે | ભૂલીને આવે. શિક્ષણનો હેતુ શાળા અને ગામ એકબીજાને પૂરક બને, બન્નેને એકતાર કરનાર હોવો જોઈએ.
શારીરિક અને માનસિક કેળવણી સાથે સાથે | અપાય એવું હોવું જોઈએ. ગામડાં આજે જે
પ્રકારનાં છે એ પ્રકારનાં રહે તો ન બાળકોને | શિક્ષણ આપી શકાય, ન ગામના લોકોને આપી શકાય.
ન ૨પ -
| ૨૪ -
Page #14
--------------------------------------------------------------------------
________________
ગરીબાઈથી ઘડતર | આપણો મુલકે ગરીબ છે, આપણે પોતે ગરીબોમાં રહેવાનું રહ્યું. એ ગરીબીમાં પણ આપણે સુવાસ ફેલાવવી છે. ગરીબાઈ એ કોઈ પણ પ્રકારની એબ, દોષ નથી. ગરીબાઈનો મારો પોતાનો બચપણનો દાખલો આપું. આઠ દિવસનું ભાથું ખર્ભ લઈ પેટલાદ જતા અને પાંચસાત છોકરા સાથે એક કોટડીમાં રહેતા અને હાથે રાંધીને ખાતા. મારાં મા મને રેલવેની કોટડી સુધી અહીં મૂકવા આવતાં કે રેલવેમાં બેસવા ન લલચાઉં.
આ છાત્રાલયનું મકાન જોઈને હું પેલા મંદિરના ખંડેરમાં રહીને ભણતો એનું સ્મરણ થાય છે. અમારા છાત્રાલયના પ્રમાણમાં આ તો મહેલ જેવું છે. પણ મકાન માણસને નથી બનાવતું. અમે કરમસદથી પેટલાદ આઠ દિવસનું ભાથું લઈ જતાં અને હાથે રાંધી ખાતા. ગરીબાઈમાં માણસ જેવો ઘડાય છે તેવો શ્રીમંતાઈમાં નથી ઘડાતો.
- અહિંસક શક્તિ | જગતનો અન્નદાતા ખેડૂત છે. એ ન પેદા કરતો હોય તો આપણે શહેરમાં રહેનાર ભૂખે મરીએ. જે જગતનું પોષમ કરે છે, એ કાયર લેખાય છે. એની શક્તિનું એને ભાન કરાવવું જોઈએ. એ જ પ્રમાણે મજૂરોને પણ સ્વાશ્રયનો પાઠ શીખવવો જોઈએ.
કારખાનાના મજૂરો ભલે ટ્રેડ યુનિયનમાં દાખલ થાય, પણ એના ધ્યેયમાં, સાધનમાં કોઈને શંકા ન પડવી જોઈએ.
‘શુદ્ધ અને શાંતિમય’ – એ માટે પોતાના મનમાં પાકા ફેર રાખવામાં આવે તે બરાબર નથી. કોઈ વખતે કોઈ મજૂર વીફર્યો તો કારખાનાના મેનેજર, માલિકને મારી શકે, પણ એમાંથી એને જે વેઠવું પડે છે; એનો તો જેને અનુભવ થયો હોય તે જાણે છે. અહિંસક સંગઠનમાં આપણી ખરી શક્તિ રહી છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજોની મહેમાનગતિ
અંગ્રેજ સરકારને મારે માટે રોજનું ચાર આનાનું ખરચ થયું ને તેમાં હું બાદશાહી કરતો. મને ત્યાં જુવારના રોટલા ને ભાજી મળતી. તેનું મને દુ:ખ નથી. હું નાદાનને ઘેર મહેમાન થયો એટલે તેણે મારું પોતાની સમજ પ્રમાણે સ્વાગત કર્યું. અમારામાંના ઘણાને સરકાર રોજના દસ આનાનો ખોરાક આપવાને તૈયાર હતી, પણ અમારા બીજા ભાઈઓને ચાર આનાનો ખોરાક મળતો હોય ત્યારે અમે દસ આનાથી પેટ ભરવાની ના પાડી. અમે ચાર આનામાં મોજ કરી અને આજે જેઓ જેલમાં છે તેઓને ચાર જ આના મળે છે. અમને સરકારી અમલદારો મળવા આવતા, ત્યારે તેઓ પૂછતા કે, ‘તમે દૂબળા કેમ થઈ ગયા ?' મેં જવાબ આપ્યો કે, ‘તમારી મહેમાનગીરીથી સ્તો ! તમે અમને ચાર આનાનો ખોરાક આપો તેમાં અમે જાડા ક્યાંથી થઈએ ?’
૨૮
ખરું જેલખાનું
ક્યારે પકડાવું અને ક્યારે ન પકડાવું એ હું જાણું છું, તેવું કોઈ નથી જાણતું. મને જે ઘડીએ લાગશે કે અત્યારે મારા જેલ જવાથી દેશની સેવા થાય એમ છે ત્યારે હું તરત જેલમાં જઈશ, અને બહાર રહેવામાં ફાયદો છે એમ લાગશે ત્યાં સુધી બહાર રહીશ.
આ સરકારી જેલ એ તે કંઈ જેલખાનું છે ? ખરું જેલખાનું તો માયાનું બંધન છે. આ આપણા આત્માને જે મોહ, માયા ને કામક્રોધનાં બંધન છે, એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન સ્વેચ્છાથી તોડ્યાં છે એ માણસને આ જગત પરનું બળવાનમાં બળવાન એવું કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી.
આથી જ હું કહું છું કે જેલ તો મને કંઈ હિસાબમાં જ નથી ને આ જિંદગીમાં તો તે મારે મન કંઈ જ નહીં હોય.
૨૯
Page #16
--------------------------------------------------------------------------
________________
વેરઝેર વીસરીએ | તમે આપેલા ઐહિક વસ્તુઓના આપભોગની સાથે સાથે તમારાં અંતરમાં ત્યાગની ભાવના પેદા થઈ હશે તો દુન્યવી વસ્તુઓની તમારી ખોટ તમને નાસીપાસ કરવાનું કે તમારા આત્માને કુંઠિત કરવાને બદલે તમારી આત્મશુદ્ધિનું સાધન બની જશે અને બીજાઓની સેવા માટે તમને વધુ યોગ્ય અને વધુ સારા બનાવશે.
આપણી આફતને પ્રસંગે જૂનાં વેરઝેર. સેવવાનું આપણને નહીં પાલવે. એથી કરીને કલહના મૂળને ઊંડું દાટી દો અને ગઈ ગુજરી ભૂલી જાઓ. અને ટૂંકી નજર રાખી, સ્વાર્થથી આંધળા બનીને જેઓ દમનનીતિના હથિયારરૂપ બન્યા છે તેમને મહેરબાની કરીને તમારાથી અળગા ન રાખશો. તેમના પ્રત્યે પણ મમતા રાખજો. આખરે તો તેઓ આપણા ભાઈઓ જ છે. તેઓ શું કરી રહ્યા હતા તેની તેમને ખબર
ન સેવાને બદલે સ્વાર્થ | લાખોએ જેલો ભરી, માલમિલકતની કુરબાની કરી તે શું ગમે તેવા સ્વાર્થસાધુ માણસોને પેસી જવા દેવા માટે હતું ? પરંતુ મને કોઈ બતાવે તો ખરા કે આટલાં બધાં વર્ષ ખુરશીમાં બેસવાનું મળ્યું છતાં હજુ તે છોડાતી કેમ નથી ? સેવા કરવાનો આટલો બધો ઉત્સાહ કેમ ચડી ગયો છે ? લોકો સેવા લેવાની ના પાડે છે તોપણ સેવા કરવાની આટલી બધી હઠ કેમ કરે છે ? એવી કેવી સેવાની ધગશ થઈ છે કે પચાસ પચાસ હજારનું પાણી કરીને પણ સેવા કરવી છે ? આવો મોટો દેશસેવક તો કોઈ ન જોયો ! એને તો મહાત્મા ગાંધી કરતાં પણ મોટો તપસ્વી કહેવો પડશે.
એક માણસ બીજા માણસને ગુલામ રાખે એ ગુનો છે. રાખનાર તો ગુનેગાર છે જ, પણ રહેનાર પણ ગુનેગાર છે. જે માણસો ગુલામીને પસંદ કરતા થઈ ગયા છે તેને ગુલામીમાંથી છોડાવવા કઠણ છે.
ન ૩૧
નહોતી.
-
૩૦ |
Page #17
--------------------------------------------------------------------------
________________
એશિયા છોડો
આજ સુધી યુરોપના લોકોએ એશિયા અને આફ્રિકાનું લૂંટી ખાધું એનું પાપ ફૂટી નીકળ્યું છે. આફ્રિકાના લોકોએ કાંકરી મારી નથી છતાં એને વાઘવરુની માફક ફાડી ખાય છે. તુલસી હાય ગરીબકી. એનું (યુરોપિયનોનું) રાજ્ય ક્ષીણ થઈ રહ્યું છે. યુરોપિયનોને આખું એશિયા છોડવું જ પડશે. જ્યાં સુધી એશિયા નહીં છોડે ત્યાં સુધી જગતમાં શાંતિ થવાની નથી. ‘હિંદ છોડો'થી આગળ વધીને હું કહું છું કે ‘એશિયા છોડો'. એશિયાનો એકેએક દેશ સ્વતંત્ર થવો જોઈએ.
એશિયા છોડો કહું છું ત્યારે અહીં આપણા દેશમાં દીવ, દમણ, ગોવા પડેલાં છે એમ એક જણ કહે છે. પણ એકડો ભૂંસાયો એટલે મીંડાં એની મેળે ભૂંસાઈ જવાનાં છે. મને અંગ્રેજો ઉપર રોષ નથી પણ મને રોષ છે હિન્દુસ્તાનની કાયરતા પર, બીજો રોષ છે અંગ્રેજોના સામ્રાજ્ય-વાદ પર અને ત્રીજો રોષ છે યુરોપિયનોના ગુમાન ૫૨. એમના અભિમાનથી આજે દુનિયાની આ દશા થઈ છે.
૩૨
મનની આળસ
મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન જ ન થાય, તો મુશ્કેલી ટળે ક્યાંથી ? મુશ્કેલી દીઠી કે, હાથપગ જોડીને બેસી પડવું અને તેને દૂર કરવાની કોશિશ ન કરવી, એ નરી કાયરતા છે.
પુરુષાર્થ મુશ્કેલીઓ ઓળંગવામાં છે પણ માણસ ઘણુંખરું આળસુ હોય છે. અને આળસ શરીરનું જ હોય છે એવું નથી, મનનું પણ હોય છે. હજી આપણામાંના ઘણા લોકો આ માનસિક જડતામાંથી મુક્ત થયા નથી.
જે રિવાજ યા પદ્ધતિ પરંપરાથી ઊતરી આવી છે, જેની રૂઢિ પડી ગઈ છે, અને જે ગાડાંનાં પૈડાંથી પડતા ઊંડા ચીલા જેવી બની ગઈ છે, તેમાંથી બહાર નીકળવાને માટે મહેનત અને ઉદ્યમની જરૂર રહે છે. ચીલાવાળો રસ્તો જોઈએ તો વધારે લાંબો હોય, અરે, ઊંધોયે હોય, તોયે સામાન્ય લોકોનું વલણ ચીલામાંથી બહાર નીકળવાનું હોતું નથી.
૩૩
Page #18
--------------------------------------------------------------------------
________________
ન કાયરતા | આપણી અહિંસા એ કાયરતાનું ઢાંકણ થઈ પડ્યું છે. આજે તો લોકોને સનેપાત થયેલો દેખાય છે. જે તે કહે છે, મારે ઇંગ્લંડ જવું છે, અમેરિકા જવું છે, રશિયા જવું છે, પરદેશનો મોહ લાગ્યો છે. યુરોપનાં મોટાં મોટાં મશીનો અને ઉદ્યોગો અને ત્યાંની નવી સમાજરચનાની એ લોકો વાતો કરે છે. પણ ગાંધીજીનો એ રસ્તો નથી.
આપણા પર જે માણસોના રક્ષણની જવાબદારી હોય, એમના પર જોખમ આવતાં ખાટલા તળે ભરાઈ જવું કે બારણાં અડકાવી દેવાં, એના કરતાં તો રક્ષણ માટે લડતાં લડતાં મરી જવું સારું. જાનવર પણ સંકડામણમાં આવતાં શિંગડાં ઉઠાવે છે, તો માણસ પોતાની બહેનદીકરી પર જોખમ આવતાં નાસી જાય એ તો જાનવરથી પણ ભંડો કહેવાય. આપણામાંથી કાયરતા કાઢી નાખવી જોઈએ.
- સાચા કુળવાન | વ્યક્તિઓના સારા જીવનથી જ સામાજિક જીવન ઊંચું થાય છે. જેની પાસે ઓછી શક્તિ હોય એને શક્તિવાળાઓએ ઊંચા લેવા જોઈએ. કોઈ ધનિક હોય તેની ઈર્ષા નહીં કરવી જોઈએ. ગરીબ હોય તેનો તિરસ્કાર નહીં કરવો જોઈએ. એબો કાઢ્યા વિના સ્વતંત્ર હિન્દુસ્તાનને શોભાવી નહીં શકો. આજે જે માણસ જાતમહેનત પર આધાર નહીં રાખે તે ભાંગી પડવાનો છે.
અમે મોટા ગામના છીએ એવું મિથ્યાભિમાન, અમે ઊંચા કુળના છીએ એવું મિથ્યાભિમાન આપણે છોડવું જોઈએ.
જેમણે સરકારની ખુશામત કરેલી, પોતાના સમાજનું નુકસાન કરીને સરકારને મદદ કરેલી એમને દેસાઈગીરીઓ મળેલી. એનું અભિમાન શું ? ખરાં કુળ તો હવે રચાવાનાં છે. જે સેવા કરે અને જે ચારિત્રવાન હોય એ જ સાચા કુળવાન છે..
ન ૩૫ ]
Page #19
--------------------------------------------------------------------------
________________
ન મારું અને તમારું કર્તવ્ય | મને તમે જેનો (ગાંધીજીનો) શિષ્ય કહો છો તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિશે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિશે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત.
મને આશા છે કે હિન્દુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહીં કર્યા હોય, જેમણે એમના શરીરની નહીં પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ.
કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિશે નિર્ભય છું. એમણે પોતે કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે.
ન કોરો કાગળ માત્ર ) બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા ને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્ર ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય એવી દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જ ડીબુટ્ટી આપનારને છે.
જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણ મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ, જો આ માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાય અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.
{ ૩૭ ]
Page #20
--------------------------------------------------------------------------
________________
શક્તિ અને મર્યાદા
હું ખેડૂતોમાં વસનારો એક ખેડૂત છું. ખેડૂતો પાસે હું સ્વચ્છ કામ કરાવવા ઇચ્છું છું, એની સાથે દગો કરવા ઇચ્છતો નથી, એની પાસે દો કરાવવા પણ ઇચ્છતો નથી.
બારડોલીનો અખતરો કરીને હું સૂઈ ગયો નથી. જ્યાં સુધી ખેડૂતોનું દુઃખ મારા દિલમાં વસેલું છે ત્યાં સુધી હું તેને છોડવાનો નથી. હું બારડોલીમાં પોલીસને કહેતો હતો કે, લખોટે, ભરમડે રમો, તમારે સારુ અહીં કશું કામ નથી.
મારા જેવા ખેડૂતનું તમારા જેવા વક્તાઓ અને રાજનીતિકુશળ પુરુષોમાં સ્થાન નથી. મને ખેડૂતમાં કામ કરવાની હથોટી છે, અને એમાં મારી શક્તિ અને એ શક્તિની મર્યાદા રહી છે. ખેડૂતોને ઓળખવા અને જાતે ખેડૂત બનવા મારે વીસ વર્ષનો પાછલો અનુભવ અને સઘળું ભણેલું ભૂલવું પડ્યું.
૩.
કટુ છતાં હિતકારી
હું પોતેય કિસાન છું. કિસાન કુટુંબમાં જન્મ્યો છું. એમાં જ ઊછર્યો છું. કિસાન કુટુંબોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂવામાંથી બહાર આવી હું જગતનો પ્રકાશ જોઈ શક્યો છું. કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હું સારી રીતે જાણું છું.
હિંદના સેનાપતિની મને જગા આપી છે. હું ખેડૂત છું. ચોખ્ખી વાત કરીશ. દૂધ અને દહીંમાં પગ નહીં રાખું. સફાઈની જૂઠી જૂઠી અને ખોટી વાતો મને આવડતી નથી. મારી પાસે પ્રપંચ નહીં ચાલે.
હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ હોય નહીં. મારી જીભ કુહાડા જેવી છે અને મારી વાત કડવી લાગે તોપણ આપણા બેઉના હિતની છે. હું સાફ વાત પસંદ કરનારો છું.
૩૯
Page #21
--------------------------------------------------------------------------
________________
નું સન્માનનો ભય - મારા જેવા સિપાઈઓને વધારે બંધનમાં નાખવા તમે માનપત્ર આપો છો. માનપત્રમાં તમે મારાં ઘણાં વખાણ કર્યા છે. એમાં લખેલું બધું માની લઉં તો મારા પગ હવામાં અધ્ધર થઈ જાય. પણ મને તો ધરતી પર પગ મૂકવાની આદત છે. હું પાકી જમીન પર પગ મૂકું છું.
હિંદુસ્તાનના લોકોની આદત છે કે કોઈએ થોડીક સેવા કરી એટલે તેની કદર કરવી. અમુક કપડાં પહેરવાથી થોડો કોઈ સાધુ થઈ જાય છે ! કૉંગ્રેસમાં બધા સાધુપુરુષો નથી. માણસ જેટલા સન્માનને લાયક હોય તેટલું જ તેનું સન્માન કરવું જોઈએ, એથી વધારે ન કરવું જોઈએ. નહીં તો એને નીચે પડવાનો ડર રહે છે. જે નેતા બન્યો તેને નીચે પડવાનો ડર રહે છે. પણ હું તો સિપાઈ છું. આપણા દેશમાં એક નેતા છે. એનો હું સિપાઈ છું. એની સેવા કરું છું. એનો હુકમ ઉઠાવવાની બને તેટલી કોશિશ કરું છું.
[ ૪૦ ]
ન આ માટીનો માનવી | હિન્દુસ્તાનની સ્વતંત્રતા નજરોનજર જોવાની મારી ઉમેદ છે. આંખના પલકારા જેટલી જિંદગી છે. ઈશ્વરની માયા છે. એને કોઈ પહોંચી શકતું નથી. આપણી આંખ આગળ જોઈએ છીએ કે મોટાં મોટાં સામ્રાજ્યો ઊથલી પડ્યાં, મોટા મોટા દેશો ફટફટ ઊડી ગયા.
શ્રીકૃષ્ણનું વિકરાળ સ્વરૂપ ગીતાના અગિયારમા અધ્યાયમાં કહ્યું છે, તેવું થઈ રહ્યું છે. મહાત્મા ગાંધીએ સેવાનો મંત્ર આપ્યો. એ સેવાની ભરતીમાં હું દાખલ થયો અને આ ટૂંકા જીવનમાં થઈ શકે એટલી સેવા કરી. માતાને પોતાનું કાણુંકુબડું બાળક રૂપાળું લાગે છે, એમ મારા પ્રત્યે તમારો પ્રેમ છે. માનપત્રમાં વર્ણવેલા ગુણોની તો આયુષ્ય પૂરું થાય ત્યારે ખબર પડે. સન્માન મેળવવાને યોગ્ય હોય તે | માણસ દરેક જગ્યાએ સન્માન મેળવે છે, પણ પોતાના જન્મસ્થાનમાં (કરમસદમાં) સન્માન મેળવવું કઠણ છે. હું અહીંની ધૂળમાં રમેલો છું . આ (કરમસદની) માટીનો બનેલો છું.
Page #22
--------------------------------------------------------------------------
________________
| મોતની મર્દાનગી |એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી ને વાંસ સિવાય બીજું છે જ નહીં. તમારી પાસે એવી કઈ ચીજ છે કે તમે સાથે લો છો ? તમે કેમ ડરો છો ? તમે એ વાત ભૂલી જાઓ છો કે તમને અને મને પેદા કરનાર એક છે.
શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? રાજા પણ અમર નથી તો જમીનદાર શેનો અમર ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં, પણ કેવળ ઈશ્વરના હાથમાં છે.
ખેડૂતોને અને તમને કહું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દના મોત કરતાં બહાદુર અને આબરૂ દારના મરણે મરતાં શીખો.
- ૪ર |
અમદાવાદનું અજવાળું | અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે. એની પ્રાચીન જાહોજલાલીના ઇતિહાસમાં ઊતરવાનો આ સમયે કશો ઉપયોગ હું જોતો નથી. વેપાર-ઉદ્યોગનું પણ એ મથક છે. પણ હાલના સમયમાં એની મહત્તા તો સાબરમતીને કાંઠે આવેલા પવિત્ર સત્યાગ્રહઆશ્રમમાં રહેલી છે. ગુજરાત રાજકીય પરિષદનો પાયો નાખનાર અને હિન્દુસ્તાનના રાજકીય જીવનના ચાલતો આવેલા પ્રવાહની દિશા બદલનાર કર્મવીર મહાત્મા ગાંધીજીએ સાબરમતીને કાંઠે વાસ કરી અમદાવાદને જેવું દીપાવ્યું છે એવું તે કશાથી દીપ્યું નથી. નવજીવન દ્વારા ગુજરાતની પ્રજામાં સત્ય અને અહિંસાનું સિંચન તેઓ કરી રહ્યા છે, અને યંગ ઇન્ડિયા મારફતે આખા ભારતવર્ષને નિદ્રામાંથી | ગાડી સ્વમાન અને સ્વધર્મનો મંત્ર શીખવી રહ્યા
છે. સારા હિન્દુસ્તાનની આંખ આ સમયે ગુજરાત ઉપર છે. એવા કટોકટીના સમયે ગુજરાત કયો માર્ગ ગ્રહણ કરે છે તે સૌ કોઈ જોઈ રહ્યું છે.
૪૩ |
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉન્નતિનો આધાર
કેળવાયેલા વર્ગને માથે આ સમયે ભારે જવાબદારી રહેલી છે. પ્રજા અજ્ઞાન છે, પ્રજા તૈયાર નથી એમ કહી તેઓ જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. પ્રજાને કેળવવામાં, તેને જોઈતી તાલીમ આપવામાં, તેને સુમાર્ગે દોરવામાં અક્ષરજ્ઞાનની ખાસ જરૂર નથી. તેને કેળવવાની જવાબદારી તો તેમને જ શિર રહેલી છે. તેનાથી દૂર રહી પોતાના ધંધામાંથી ફાજલ પડતા વખતમાં મ્યુનિસિપાલિટી, લોકલબોર્ડ કે ધારાસભાઓમાં જઈને જ સેવા કરવાથી આ કામ બની શકે તેમ નથી.
કેળવાયેલો વર્ગ રાજ્યની અનીતિનાં છિદ્રો સ્વાભાવિક રીતે સહેલાઈથી જોઈ શકે છે, તેને તે ઉઘાડાં પાડે છે, અને તેથી તે સરકારને અકારો થઈ પડે છે. પણ તેટલાથી જ એનું કર્તવ્ય સમાપ્ત થતું નથી. પ્રજાની ઉન્નતિનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર્ય અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલો છે.
**
યુદ્ધની શરણાઈ
ગુજરાત કૉલેજ કાલે સવારે ખાલી થઈ જાય તો તે કૉલેજમાં કાંઈ પશુ-પ્રાણી કે જનાવરોનું પ્રદર્શન ભરવાનું નથી. એ જ મકાનનો આપણે પ્રજાકીય દેખરેખ હેઠળ ઉપયોગ કરી શકીએ તેમ છીએ. માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અસરકારક કામ કરી બતાવવા ખરા સાહિસક થવું જોઈએ. બધાના કરતાં દેશના શ્રેયનો વધારે આધાર તમારા જ સાહસ પર રહેલો છે.
દેશને તમે જ સ્વતંત્ર બનાવવા મોટી મદદ કરી શકશો. તેને માટે યુરોપમાંના દાખલા તાજા છે. અસહકારના યુદ્ધની શરણાઈ વાગી રહી છે. યુદ્ધનો આરંભ થયો છે, તો પછી તે વખતે ‘હું શું કરીશ’ | કે ‘મારું શું થશે’ એવા નિર્માલ્ય વિચારોનો ખ્યાલ નહીં કરતાં સર્વ કોઈ તેમાં ઝંપલાવી ગજા પ્રમાણે મદદ કરવા સજ્જ થઈ રહે.
૪૫
Page #24
--------------------------------------------------------------------------
________________
| સાચા સેવકોની જરૂર | પરદેશી માણસોએ આપણાં બાળકોને ફોડી એમની મારફત રાજ્ય કરવા માંડ્યું. હવે આપણા આગેવાનોએ ઠરાવ કર્યો કે આપણે આપણાં બાળકોને ત્યાં જતાં અટકાવવાં. વિલાયતથી તલાટી વગેરે લાવવાના નથી. માટે આપણે આપણા માણસોને જ ત્યાં જટા અટકાવવા. જેઓ છે તેમને છોડવાનું કહેશો તોપણ તેઓ એટલા બધા સડી ગયા છે કે તેમાંના ઘણાખરા તો માનશે નહીં. તમે જુઓ છો કે કોંગ્રેસે ઠરાવ કર્યો છે કે વકીલોએ વકીલાત છોડવી, પણ થોડાએ જ છોડી છે. તમે જ્યારે નોકરી છોડવાનો ઠરાવ થશે ત્યારે સડી ગયેલાઓ માનશે નહીં. માટે જે ટલી નિશાળો છે તેનો કબજો લો અને આપણા છોકરાઓને આપણી પર જુલમ કરવા નહીં, પણ પ્રજાની સેવા કરવા લાયક થાય તેવું શિક્ષણ આપો. ગામની શોભા ગામના વકીલો કે ડૉક્ટરો ઉપર નથી, પણ ગામે કેટલા સેવકો પેદા કર્યા તે ઉપર છે. અત્યારે હિંદને સાચા સેવકોની જરૂર છે.
સ્વદેશીનો જય આપણી નિશાળોમાં રેંટિયા ચાલુ કરો, બાળકોને કાંતતાં શીખવો ને ઘેરઘેર રેટિયા મુકાવો. ધર્મ માત્ર મંદિરમાં જવામાં નથી, પરવડીમાં કબૂતરને દાણા નાખવામાં કે કીડીને લોટ નાખવામાં જ સમાઈ જતો નથી. લાખો માણસો કપડાં વિના દુઃખી થાય છે, તો આપણો ધર્મ પહેલો તો એ છે કે ઘેરઘેર રેંટિયા ચાલુ કરવા જોઈએ. જે દિવસે આમ થશે તે દિવસે સરકાર નરમ નેતર જેવી બનશે. કારણ આ સરકાર વેપાર સારુ આવેલી છે. વેપાર નરમ થતાં, સરકાર નરમ થશે. માટે આ ગામમાં એ કે દુકાન એવી ન હોય જે પરદેશી કાપડ વેચે; એકે દરજી કે ધોબી એવો ન હોય કે જે પરદેશી કાપડને હાથ અડકાડે. જે લોકો રાજ્ય કરે છે તે પોતાના દેશમાં પરદેશી વસ્તુને હાથ અડકાડતા નથી. આપણને લંગોટી જેટલું મળે તોપણ સ્વદેશી કાપડ લેવું, ભાગ પાડી વહેંચી લેવું, ત્યારે જ આ માયાનો ત્યાગ થશે.
ન ૪૭]
Page #25
--------------------------------------------------------------------------
________________
અહિંસા એ પ્રાણી દમનનીતિની સામે સ્વરાજ્યના સૈનિકોએ હિંમત અને દૃઢતાથી જવાબ આપેલો છે તેને માટે આપણે મગરૂર થવા જેવું છે. આપણે તેમને મુબારકબાદી આપીએ છીએ. તેમની તપશ્ચર્યાથી સ્વરાજ આપણી પાસે આવતું જાય છે. તેમની દુ:ખ સહન કરવાની શક્તિનું અનુકરણ કરવામાં આપણી જીત રહેલી છે. પરંતુ આપણી દુઃખ સહન કરવાની શક્તિ ઉપર જેટલો જીતનો આધાર છે, તેના કરતાં આપણી શાંતિ જાળવવાની શક્તિ ઉપર જીતનો વધારે આધાર છે....
શાંતિપ્રિય હિન્દુસ્તાન માલેગાંવ જેવા ભયાનક બનાવથી થરથર કાંપે છે. હિન્દુસ્તાનનું ખમીર જ એવું છે કે એવા બનાવ એ સહન નહીં કરી શકે. અસહકારનો પ્રાણ જ અહિંસા છે; હિંસા એનું મૃત્યુ છે. માલેગાંવનો બનાવ આપણને ચેતવણી આપે છે કે હાલના મર્યાદિત ક્રમને છોડી આગળ જવાને હજી વાર છે.
[ ૪૮ |
મંડળનો અર્થ | અમલદારોની પ્રેરણા કે આશ્રયથી આ મંડળો સ્થપાતાં હોય તો તેથી શાંતિને બદલે અશાંતિનો ભય વધારે છે. અમલદારોનો તો સુલેહશાંતિ જાળવવાનો ધર્મ છે જ અને એ ધર્મ તેઓ પાળતા હોય તો આ મંડળની શી જરૂર પડે ? ઘણે ભાગે તો નાનામોટા અમલદારો પ્રજાને હદ ઉપરાંત ચીડવે છે તેને પરિણામે જ તોફાન કે અશાંતિ થાય છે. પછી તે તોફાનની જવાબદારી કોઈના ભાષણ ઉપર ઢોળી પાડવામાં આવે છે. અમલદાર અને પ્રજા વચ્ચે પ્રેમનો છાંટો ન હોય ત્યાં સુધી આવાં મંડળમાં ભળવું એ જાળમાં ફસાવા જેવું છે. જ્યારે પ્રેમભાવ હશે ત્યારે આવાં મંડળોની આવશ્યકતા જ નહીં હોય. જો અમલદાર વર્ગના આશ્રય કે ઉત્તેજનથી આ મંડળ સ્થપાતાં ન હોય તો આ મંડળ સ્થાપનારાઓનો હેતુ શો છે એ મને સમજ પડતી નથી. શું આજ સુધી તેઓ અશાંતિ કે અરાજ કતા પસંદ કરનારા હતા ? તેમનો પ્રજા ઉપર કેટલો કાબૂ છે તેની તેમને ખબર હોવી જોઈએ.
( ૪૯ |
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્વરાજ માટે સમર્પણ | દારૂ આદિનાં મલિન પીણાંથી બચવાની બાબતમાં પણ એવો જ વિરોધ. અમદાવાદમાં આટલા બધા પારસીઓ છે, તેમાંથી એક પણ એવો ન નીકળ્યો જે દારૂ નું પીઠું બંધ કરાવી કોઈ બીજે ધંધે પીઠાવાળાને વળગાડી શકે. આ બધા પર પૂરતો વિચાર કરીને હવે લોકો પર દૃષ્ટિ ફેંકવામાં આવી છે. લોકોએ પહેલી જ માગણી માગ્યા દામ દઈને સફળ કરી છે. કરોડ રૂપિયા ભરાઈ ચૂક્યા છે. નેતાઓને લોકો પર ભરોસો છે. સામાન્ય લોક જે ભોગ આપશે, સ્વરાજ્ય પ્રાપ્તિ માટે જેટલું કરશે તેટલું બીજા કોઈ નથી કરવાના. પ્રજાએ હવે સમજવું જોઈએ કે કેવળ કરોડ રૂપિયા વડે જ સ્વરાજ્ય ન મળે, ખિલાફતની આત ન મટે, પંજાબના અન્યાયો નિર્મૂળ ન થાય. સ્વરાજ્યપ્રાપ્તિની વસ્તુ નાનીસૂની નથી. એટલે તેની પ્રાપ્તિ માટે જે ભોગ આપવો પડે તે પણ નાનોસૂનો તો ન જ હોય.
- ૫૦ ]
-વિદેશી કાપડનો બહિષ્કાર વિદેશી કાપડને અગ્નિદાહ તો દેવાયો પણ ન હતો, કેવળ તેનો ઠરાવ જ થયો હતો, તેટલામાં તો લૅન્કેશાયરને સળવળાટ થયો અને હવે પ્રતિનિધિમંડળ હિન્દ આવવાને તૈયારી કરી રહ્યું છે ! એ ભલે આવે. આપણે આપણી ચળવળમાં મક્કમ રહેવાનું છે અને શુદ્ધ દાનતથી વિદેશી કાપડનો હમેશને માટે બહિષ્કાર કરવાનો છે. દેશની તેત્રીસ કરોડ પ્રજા એક મનથી જો આટલું જ કરે, તો સ્વરાજ્યપ્રાપ્તિને જરા પણ વિલંબ ન થાય. ડિસેમ્બર સુધી પણ રાહ જોવી ન પડે.
સ્વરાજ્ય વહેલું મળશે કે મોડું તેનો આધાર પ્રજાના સંયમ અને ભોગ પર જ રહેલો છે. જ્યારે એવી મજબૂત એકતાનો દિવસ આવશે ત્યારે તમે એમ માનો છો કે પરદેશની એક લાખ જેટલી સંખ્યા ધરાવતી કોમ અહીં પડી રહેશે ? એ કોમ ચકોર છે. તે ચેતી જ છે કે હવે હિન્દને ગુલામીમાં રાખે નહીં પાલવે.
ન ૫૧ |
Page #27
--------------------------------------------------------------------------
________________
| આપણું કર્તવ્ય | સરકાર શું કરે છે એ તરફ જોયા વિના આપણું કર્તવ્ય શું છે એનો જ વિચાર આપણે કરવો જોઈએ. એટલા માટે જ સ્વદેશીનો સંપૂર્ણ અંગીકાર કરવાનું પ્રજાને સુચન થયું છે. વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં કાંઈ ઝાઝો ભોગ નથી આપવાનો. જો એટલો ભોગ ન આપવાનો હોય તો પછી છેલ્લો રસ્તો એ જ રહ્યો છે કે તુરંગો ભરવા માટે મોટી સંખ્યામાં તૈયાર થવું. મુદત હવે લાંબી નથી. ડિસેમ્બર સુધીમાં આપણે હિસાબ પતાવી દેવાનો છે.
તે દરમિયાન દરે કે સ્વદેશીવ્રત પાળતા થઈ જવાનું છે. હજી પણ કોઈ બાકી રહ્યા હોય તો તેમને માટે મહાત્મા ગાંધીજીની જયંતી પ્રસંગે વિદેશી કાપડની ત્રીજી વાર હોળી થવાની છે, તે વખતે બાકી રહ્યા હોય તેમણે ગુલામીમાંથી છૂટવાનું છે.
મૂંગી સેવા | ગ્રામસેવાના બદલામાં કોઈ હાર પહેરાવનાર, એનું સરઘસ કાઢનાર, તાળી પાડનાર કે માંચડે બેસાડનાર નહીં મળે.
ઊલટું એને તો રોટલા કાઢવા પણ મુશ્કેલ પડે અને હરિજનસેવા કરે તો વળી પાણીનાયે વાખા પડે. આવી બધી પ્રતિકૂળતાઓમાં જે માણસ અડગ રહે તે જ ગ્રામસેવક બની શકે છે, એ જ સાચો સિપાઈ છે.
સ્વરાજ્યનું આવું બે પ્રકારનું કામ છે. પણ ઘણા એ વસ્તુ સમજતા નથી અને લડાઈ શાંત હોય ત્યારે પણ અધીરા થઈ જાય છે. બાબરા ભૂતની જેમ તેમને ગમે તેની સાથે લડવાનું જોઈએ છે.
સરકાર સાથે લડવાનું બંધ થયું, તો તેઓ અરસપરસ લડવા લાગે છે. એવા માણસ ગ્રામસેવક નહીં થઈ શકે.
Page #28
--------------------------------------------------------------------------
________________
ન બે ગ્રામસેવકો - ગ્રામસેવકે બે વાત જાણી લેવાની જરૂર છે. પહેલી એ કે વગર કારણે બોલવું નહીં. બીજી એ કે પોતાના કામની જાહેરાત થાય એની ઇચ્છા રાખવી નહીં. જાહેરાત ઘણી વખત મુશ્કેલી ઊભી કરે છે, જ્યારે ખૂણામાં પડેલાનું કામ શોભી નીકળે છે. આજે તમને સ્વામી આનંદ અને રવિશંકર એ બે ગ્રામસેવકોના અનુભવો સાંભળવા મળશે. એ બંને આજે તો જાહેર વ્યક્તિઓ છે; પરંતુ તેઓ બંને પોતાની લાંબી વર્ષોની સેવાઓથી જ જાહેર થયા છે. રવિશંકરને તમે બારડોલીમાં જોયા ત્યારે પહેલાં ઘણાં વર્ષોથી એ કામ કરતા. જે પ્રજા ચોરી અને લૂંટ કરનારી હતી તેને સુધારવાનું કામ તેઓ કરતા. પણ છાપાંમાં એમનું નામ કદી જોવામાં આવ્યું નહોતું. એમને લેખ લખતાં તો આવડે જ શાનો ? એ ભાષણ કરવા ઊભા થશે ત્યારે તમને ખબર પડશે કે એ કંઈ સાહિત્ય પરિષદમાં જાય એવો માણસ નથી, ગામડામાં શોભે એવો ગ્રામસેવક છે.
- ૫૪ ]
સમાધાન શાનું? | આ બધું તમે જો સમજો તો મારે ખાદીભંડાર | શું ખોલવાપણું હોય ? તમે જ મૂળજી જેઠા મારકેટને ખાદીની મારકેટ બનાવી દો ને ! માન્ચેસ્ટરનું કાપડ લાવી તેના દલાલ બનો છો તે કરતાં તમારા દેશના દલાલ બની જાઓ. આમ
ક્યાં સુધી દહીંમાં ને દૂધમાં ચલાવશો. હવે સમાધાનની આશા છોડી દેજો. સમાધાન શાનું હોય ? ગુલામીનું તે વળી સમાધાન કેવું ? બે મહિને નહીં ને ચાર મહિને પણ નહીં – એવું સમાધાન કદી થવાનું નથી.
કાપડ સિલકમાં છે તેનું શું કરવું એમ તમે પૂછો છો. મારું માનો તો હું તો તમારું જેટલું હોય તેટલું પરદેશી કાપડ ભેગું કરી નવી દિલ્હીમાં ઢગલો કરું ને દીવાસળી ચાંપી દઉં. એવું કાપડ આપી દો તેની યાદી કરી રાખો. સ્વરાજ માં લોન કાઢીને પણ તમારાં નાણાં પૂરાં કરીશ.
Page #29
--------------------------------------------------------------------------
________________
અમર બલિદાન
અનેક વીરો અને વીરાંગનાઓએ પ્રશસ્ત રીતે ચલાવેલા સત્યાગ્રહ યુદ્ધમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા તેવા ઇતિહાસને અજાણ્યા, કીર્તિનાં કદી સ્વપ્નાં ન જોનારા એવા અનામી વીરોનાં અમર નામોની પણ મારે નોંધ લેવી જોઈએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપો. તેમનાં બલિદાન આપણને આત્મશુદ્ધિને પંથે ચડાવો અને આપણને વધારે ભોગ આપવા અને વધારે તપશ્ચર્યા કરવા પ્રેરો.
નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે. તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું એના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે.
૫૩
આપણાં દુઃખો
સરકાર સાથે લડવાનું તો મીઠું લાગે છે, પણ યાદ રાખજો કે મારે તો તમારી જોડે પણ લડવું પડવાનું
છે. ખેડૂત પોતાની ભૂલોથી દુઃખી થઈ રહ્યો છે. તે ભૂલો હું સુધારવા માગું છું. તેમાં હું તમારો સાથ માગું છું. બારડોલી તાલુકાની બહેનો, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યો છે, મને ભાઈ સમાન ગણ્યો છે, તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે.
હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે છતાં તમે જો ન ઇચ્છો તો સુખી ન જ થઈ શકો. સત્તાના જુલમો સામે તમે લડો એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણી પોતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુઃખી થઈએ છીએ, આપણે પોતે જ આપણાં દુ:ખો માટે જવાબદાર છીએ, તો તે સામે શું આપણે ન લડીએ ? તે સારુ તો રાતદિવસ જંગ માંડવો જોઈએ.
૫૩
Page #30
--------------------------------------------------------------------------
________________
હૃદયપલટો હું હવે બારડોલી તાલુકાનાં તમામ મહાજનો અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરો, જૂનાં ખોખાંમાં નવું ચેતન રેડો. પંચો તો એવાં હોય કે જ્યાં ગરીબોનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કોમનો પુનરુદ્ધાર થવા લાગે.
શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યું કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે ? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવાને તૈયાર થવાનો દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે ? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે ? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડી શકીશું ?
જેમ આપણે સરકારના દિલનો પલટો ઇચ્છતા હતા તેમ આપણાં પોતાનાં હૃદયનો પલટો પણ કરવો પડશે.
ન ખેડૂતનાં દુઃખ - સામાન્ય રીતે ખેડૂતોનાં બે પ્રકારનાં જ દુ:ખ હોય છે, એક અજ્ઞાનથી પોતાના હાથે માગી લીધેલું છે; બીજું આપણે પરતંત્ર છીએ, પરરાજ્યમાં છીએ, ગુલામ છીએ તે છે. તે દુઃખ વિશેષ છે અને તે સર્વસામાન્ય છે. ખેડૂતોને એકલાને જ નહીં, બધાને છે. હિન્દુસ્તાનના બીજા ભાગના ખેડૂતો કરતાં તમે કંઈક સુખી છો. બીજાઓને ભારે દુઃખ છે. એ દુ:ખેં જોયું જાય તેમ નથી. કરોડો ખેડૂત છે જેમને પહેરવાને કપડું નથી, ખાવાને રોટલો નથી, પીવાને ચોખ્ખું પાણી નથી. તે દુ:ખ તમને નથી. પરંતુ જે સમજુ ખેડૂત છે તેમને પરતંત્રતામાં સ્વમાનભંગનું દુ:ખ છે. જેમ બળદની ડોક ઉપર ધૂંસરી મૂકો છો, અને તે માનભંગનું દુઃખ સમજતો નથી તેમ જો તમે યે ન સમજતા હો તો તમને પણ દુ:ખ નથી પણ, જો તમારો આત્મા જાત હોય તો તમને પરરાજ્યનો અમલ ડંખવો જોઈએ.
ન પ૯ ]
Page #31
--------------------------------------------------------------------------
________________
ન ઊંધો વેપાર | તમારા પકવેલા માલની અને તમારી વચ્ચે કેટલાક દલાલ છે તે વિચારો. તમારો કપાસ બાવળે જાય, ત્યાં જીનમાં પિલાય, તેનું રૂ બને, ત્યાંથી પ્રેસવાળા પાસે જાય, તેની ગાંસડીઓ બંધાય, ત્યાંથી રેલમાં અમદાવાદ જાય, તે સોદામાંયે વચમાં વેપારી હોય, ત્યાંથી મુંબઈ જાય, ત્યાંથી આગબોટમાં પરદેશ જાય, ત્યાં કારખાનામાં કંતાય અને વણાય, તેનું કપડું બને તે પાછું આગબોટમાં મુંબઈ આવે, મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં ભરાય, ત્યાંથી અમદાવાદ આવે, અમદાવાદથી તે કાપડ ચલો આવે ને પછી તમે પહેરો. આ કેટલો બધો ઊંધો વેપાર છે ? બળદની પાસેથી આપણે જેમ ખેતીનું કામ લઈએ છીએ તેમ આપણી પાસે મજૂરી કરાવી પરદેશીઓ બધું લઈ જાય છે. અને આ નાટક બધું આપણા માણસો મારફત જ ચાલ્યા કરે છે.
4 અહિંસા-પરાયણ | કોઈ પણ સંજોગોમાં આપણે ખૂનામરકીનો ત્યાગ કરવા ઇચ્છીઓ છીએ. હું સચ્ચાઈપૂર્વક દાવો કરી કહી શકું છું કે અમે મનસા વાચા કર્મણા અહિંસાપરાયણ રહેવાનો પ્રયત્ન કર્યો છે. અમારામાં રહેલી નબળાઈ ઉપર વિજય મેળવી શુદ્ધ થવા અમે ખરા દિલથી અને ચોક્કસ પ્રયત્ન કર્યો છે. આનું સૌથી સ્પષ્ટ ચિત્ર હિન્દુમુસલમાન એકતા છે. જોકે અત્યાર સુધી અમે એકબીજાનો અણવિશ્વાસ રાખતા અને એકબીજાને કુદરતી દુશ્મન માનતા આવ્યા, પણ હવે અમે પરસ્પર મહોબત કરવા લાગ્યા છીએ અને પૂરેપૂરા દોસ્તીના હકથી રહેવા લાગ્યા છીએ. આપને હું આ અભિમાન સાથે જાહેર કરું છું કે અમારો સંબંધ કેવળ દમ વિનાની દોસ્તીનો નથી પરંતુ રાષ્ટ્રીય કાર્ય આગળ ધપાવવામાં અમે એકબીજાની સાથે હળીમળી કામ કરીએ છીએ. તે જ પ્રમાણે અમે પારસી, ખ્રિસ્તી વગેરે બીજા દેશબાંધવો સાથે મીઠાશનો સંબંધ કેળવ્યો છે.
૬૧
- ૬૦ |
Page #32
--------------------------------------------------------------------------
________________
ન જીભાજોડી નિરર્થક - હું કાંઈ આગેવાન નથી. હું તો એક સિપાઈ છું. હું ખેડૂતનો દીકરો છું અને જીભાજોડીથી સ્વરાજ મળે તેમ માનતો નથી. લુચ્ચાઈમાં સરકારને આપણાથી પહોંચી શકાય એમ નથી. ધારાસભામાં અટકાયત નાખનારને કોઈને સરકારે જેલમાં પૂર્યા નથી, પણ ધારાસભાનો બહિષ્કાર કરનાર મહાત્માજીને કારાવાસમાં પૂરી દીધા છે. અહિંસાની સામે, છૂટછાટોના ઇન્કારની સામે અને સહન કરવાની શક્તિ સામે સરકાર હાંફી ગઈ છે. ધારાસભાની ચળવળમાં પડીશું તો લોકો વધારે ઠંડા પડી જશે અને મહાસભા પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેસશે. ધારાસભાની ચળવળ મહાસભાને વિનાશકારી થઈ પડશે. મહાસભાએ અસહકાર પુકાર્યા ત્યાર પછી તેમાં ખેડૂતો ભળ્યા છે, મજૂરો દાખલ થયા છે અને સ્ત્રીઓ ભાગ લેવા લાગી છે. કારણ તેમને કાર્ય કરવાનું અને ભોગ આપવાનું તેમાં ક્ષેત્ર છે.... ધારાસભાની આવી ચળવળો સો વર્ષ ચલાવો તો યે સ્વરાજ મળનારું નથી.
- ઉર |
આઝાદીનું વાયુમંડળ લોકો સેવા લેવાની ના પાડે છે તોપણ સેવા કરવાની આટલી બધી હઠ કેમ કરે છે ? એવી કેવી સેવાની ધગશ થઈ છે કે પચાસ પચાસ હજારનું પાણી કરીને પણ સેવા કરવી છે ? આવો મોટો દેશસેવક તો કોઈ ન જોયો ! એને તો મહાત્મા ગાંધી કરતાં પણ મોટો તપસ્વી કહેવો પડશે. કારણ કે ગાંધીજી પણ લોકોએ એમની શરતે સેવા લેવાની અશક્તિ કે અનિચ્છા જણાવી તો નાના સરખા ગામડામાં જઈને બેસી ગયા છે. ધારાસભામાં જઈને સ્વાર્થ સાધી લેવાના દિવસો હવે રહ્યા નથી એ સમજી લેવા જેવું છે. મહાસભા આ કામમાં પડે છે તે તો દેશની બગડેલી હવાને સુધારવા ખાતર છે, ભયભીતપણાનું વાતાવરણ તેને મટાડવું છે, ખુશામતની હવા હઠાવવી છે અને દેશમાં સર્વત્ર આઝાદીનું વાયુમંડળ જમાવવું છે, સ્વાતંત્રની લડાઈમાં આ મોટો પથરો આવી પડ્યો છે તેને ખસેડવો છે.
ન ઉ૩ -
Page #33
--------------------------------------------------------------------------
________________
ખાંધિયા નહીં જડે !
સુરતમાં હજુ કોઈ કોઈને શંકા રહી જાય છે ને કહે છે કે અમુક ભાઈનાં તો (ચૂંટણીની બાબતમાં) મૂળિયાં ઊંડાં છે. ઊંડાં હશે તો ગભરાશો નહીં, આપણે ટ્રૅક્ટર મૂકશું, પણ મૂળિયાંનું નિકંદન કર્યા વિના રહેવાના નથી. શંકા કરનારાઓ ચેતવણી આપે છે, ‘જોજો, ખોડી બિલાડી અપશુકનમાંથી નહીં જાય.' પણ એવા અપશુકન કરનારને હવે કોની પાસે જવાનું છે ? ત્યાં જશે તો હવે થોડા જ મોટા પરદેશી સત્તાધીશો બેઠા હશે ? હવે ત્યાં જેવુંતેવું પણ મહાસભાનું રાજ્ય હોવાનું છે. ત્યાં હવે ખિતાબો મળવાની આશા ઊડી ગઈ સમજો અને ખોડી બિલાડી આવશે તો તો થોડી જ બુરખો પહેરીને આવવાની છે ? આજની ધારાસભામાં ચુંમાળીસ સરકારી ખાંધિયાઓનું ટોળું જોવામાં આવે છે, પણ હવે તો ખાદીની ટોપીવાળા મહાસભાના સિપાઈઓ પાસે ખડા થવાનું છે. એને ઉપાડવા માટે એક પણ ખાંધિયો ત્યાં દીઠો જડવાનો નથી. એ મહાસભાવાળાઓ એને તરત ઓળખી કાઢશે.
૩૪
સાચો સ્નાતક
તમારે તો જ્યાં માનભંગ થતો હોય ત્યાંથી હઠી જવાનું છે. સાચો સ્નાતક આજે તો રવિશંકર છે જેની પાસે ગામડાંઓમાં કેળવણી શી રીતે આપવી તે માટે ભલભલા કેળવણીકારો પૂછવા આવે છે. જે લોકો પાસે પૈસો નથી અથવા પહેરવાને કપડાં
કે ખાવાને ખોરાક નથી અને જ્યાં હજારો લોકો ચોરીઓ કરે છે તેમનાં બાળકોને બચાવી લેવાનું સહેલું નથી. દુનિયાનો એ સાચો સ્નાતક શું કરે છે તે જોવા પંદર દિવસ તમે તેની પાસે જાઓ. તેની એક જ ડિગ્રી છે અને તે ચારિત્ર્યની.
એ ચારિત્ર્ય તો વિદ્યાપીઠની જડમાં જ પડેલું છે. તેનું ભાથું બાંધ્યું હોય તો ડરનું કાંઈ કારણ નથી. જેઓ એમ માનતા હોય કે પેઢીઓ કે એવી જગ્યાઓએ તેમની કદર નથી થતી તો એમણે જાણવું જોઈએ કે તેમની પોતાની જ કિંમત કાંઈક કારણથી ઓછી છે.
પ
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્નાતકોના ત્રણ વર્ગ | આજે હું જોઉં છું કે સ્નાતકોમાં ત્રણ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે કે પોતાનાં ઘર ચલાવીને બેસી રહે છે.
બીજા વર્ગવાળા જાહેર જીવનમાં પડ્યા છે અને કમાણીનો ત્યાગ કરી મોટી કમાણી કરવા નીકળી પડ્યા છે, કે જેને માટે વિદ્યાપીઠ કાઢી હતી.
ત્રીજો વર્ગ આ બે વચ્ચે અટવાયા કરે છે. તેને તો કમાણીનો પણ મોહ છે અને સાથે જાહેરમાં આગળ પડવું છે. પહેલી રાડ પડી અને જેઓ અહી ભાગી આવ્યા તેઓ બહાદુર હતા, તેજસ્વી હતા. જ્યારે વિદ્યાપીઠનાં પૂર હઠતાં ગયાં ત્યારે આબોહવા પણ બદલાઈ અને તેમાં એવા પણ આવ્યા કે જેઓને બીજે સ્થાન ન હતું. એકાદ ગાંગડુ હોય તો શું થાય ? સો મણ લાકડાંમાં દાળ ઉકાળો તોપણ ગાંગડું કાંઈ ચઢવાનું નથી.
- મુંબઈના વેપારીઓને | આપણે તો મલબારહિલના બંગલા વેચી નાખવાના છે, એના પૈસા કરવાના છે, અને ગુમાસ્તા જેવી ચાલ સેક્રેટેરિયેટની સામે બાંધવી છે. એમાં જ શોભા છે. મુલકમાં કરોડો જે રીતે રહે છે તેવી જ રીતે પ્રધાનોએ પણ રહેવું જોઈએ.
પ્રધાનોએ પાંચસો રૂપિયાનો પગાર સ્વીકાર્યો છે. ગાંધીજી તો હજી પંચોતેર માટે કહે છે અને મોટરને બદલે સાઇકલની વાત કરે છે. એ બધું સાચું છે પણ આજનું વાતાવરણ જુદું છે.
આજે વાતાવરણ ધીમે ધીમે બદલાય તો છે. સાત પ્રાંતની સાથે બીજા પ્રાંતો પણ દારૂની બંધી પાછળ મંડવાના છે એ સારો માર્ગ છે. દારૂને માર્ગે જતો પૈસો બચશે. આ કાર્ય ત્રણ વર્ષમાં પાર પાડવાનો છે અને ખેડૂતોને મદદ કરવાની
Page #35
--------------------------------------------------------------------------
________________
દૂબળાની પ્રથા
દૂબળાની પ્રથા આપણને લજવનારી છે, કારણ કે આપણે માણસાઈનો હક ખોઈ બેસી જાનવરની દશા ભોગવતા થયા છીએ. ગઈ વખતે હું અહીં આવેલો ત્યારે મેં કહેલું કે ખેડૂતોને ત્યાં દૂબળા થયા તેના કરતાં તેમને ઘેર ઢોર થયા હોત તો તેઓ પોતાના ઘરમાં એક ગાળો તમારે રહેવા માટે કાઢી આપત. દરેક ખેડૂત પોતાનાં ઢોરને ઘરના એક ગાળામાં ખાસ રાખે છે. રાતને વખતે ઢોર ભૂખ્યું થાય તો ઢોરનો માલિક અથવા તેના ઘરની બાઈ ઊઠી તેને ઘાસચારો નીરે છે, પાણી પાય છે અને માવજત ખાતર શરીરે હાથ ફેરવે છે. ખેડૂતો ઢોરને પણ ઘરમાંનો ગાળો કાઢી આપે તો માણસ જેવા માણસોને ગુલામીમાં રાખે એ ભયંકર પાપ છે. પણ આપણે માણસ હોવા છતાં આપણા માણસ તરીકેના હુક ગયા છે, અરે ઢોર તરીકેનાયે હક ગયા છે.
૩૮
ગુલામીની આદત
તમને પોતાને એટલી પણ ખબર નથી કે જે માણસ લગ્ન કરે છે તેનામાં ઘર માંડવા અને ચલાવવાની શક્તિ હોવી જોઈએ. જે સંસાર માંડે છે તેને માથે જવાબદારી આવે છે. પોતાની સ્ત્રી અને કુટુંબનું રક્ષણ કરવાની, ભરણપોષણ કરવાની જેનામાં શક્તિ હોય તેને જ આ જગતમાં લગ્ન કરવાનો હક છે. જેનામાં શક્તિ નથી તેણે કુંવારા રહેવું જોઈએ. પણ કુંવારા રહે તેણેયે સ્વતંત્ર તો રહેવું જ જોઈએ. પણ આ બધું તમને નહીં સમજાય. જે પક્ષી પાંજરામાં રહેવાને ટેવાયેલું છે તેને જો તેનો પાળનાર છૂટું કરે તો તે ગભરાય છે અને પાછું પાંજરામાં જ આવે છે. તેમ ખેડૂતો જો આજે હળપતિઓને છૂટા કરે તોયે તેઓ પાછા આવે, કારણ કે ગુલામી પ્રત્યે એમને અણગમો પેદા થયો નથી.
તેથી તેમને હળપતિઓને ઘણું શિક્ષણ આપવાની જરૂર છે. તેમ જ ખેડૂતોને પણ શિક્ષણ આપવાની જરૂર છે. આપણે પોતે જ સમજીને આ ગુલામી પ્રથા નાબૂદ નહીં કરીએ તો કાયદો તો કરશે જ.
૩૯
Page #36
--------------------------------------------------------------------------
________________
ન હળપતિઓને સલાહ - તમારી જરૂરિયાત ઓછામાં ઓછી છે. તમારે નાટક નથી જોઈતાં; સિનેમા નથી જોઈતાં કે એવા બીજા કોઈ મોજ શોખ નથી જોઈતા. પેટ ભરીને રોટલો મળે, ખુલ્લામાં રહેવાનું મળે અને સાદાં કપડાં પહેરવાનાં મળે એટલે તમારી બધી જરૂરિયાતો સંપૂર્ણ થઈ. આટલું મેળવવું તમારા જેવા મહેનતુ લોકો માટે કઠણ નથી. તો પછી તમારે શા માટે સ્વતંત્રતા વેચી ગુલામ થવું પડે છે ? પણ તમે બૈરી કરવા ખાતર તમારી જિંદગી વેચો છો, પોતે ગુલામ બનો છો. જે બૈરીને પરણો છો તેને ગુલામ બનાવો છો, અને છોકરા પેદા કરો છો તેમને પણ ગુલામ બનાવો છો. એમ તમારે ન કરવું જોઈએ. જગતમાં બધા કરે છે તેમ તમે કરો; પૈસા કમાઓ ને પરણો અને સ્વતંત્ર ઘરસંસાર માંડો. એ તમારે શીખવાનું છે. એ સંસ્કાર તમને શીખવવા ખાતર આ લોકશાળાઓ કાઢવામાં આવી છે, અને આશ્રમના માણસો તમારી વચ્ચે રહ્યા છે તે પણ એ શીખવવા ખાતર જ રહ્યા છે.
- ૭૦ ]
ન પુરુષનો ધણી પુરુષ | સૌ કોઈ સમજી શકે છે કે જેઓ દેશનું સ્વરાજ્ય લેવા નીકળ્યા છે તેઓ કોઈને ગુલામ ન જ રહેવા દે. જ્યાં ઈશ્વરે સૌને સરખાં સરજ્યાં છે ત્યાં દૂબળા અને ધણિયામા કેમ હોઈ શકે ? દુનિયામાં કોઈને ત્રણ આંખ નથી કે ચાર હાથ નથી. સૌને બે આંખ અને બે હાથ આપ્યા છે. ઇશ્વરે નખશિખ સુંદર શરીર તો આપ્યું પણ તેની આપેલી બુદ્ધિનો ઉપયોગ ન કરીએ તો દોષ ઇશ્વરનો નથી પણ આપણો | પોતાનો છે. માણસો બુદ્ધિનો ઉપયોગ કરતા નથી | છતી આંખે જોતા નથી તેથી જ દુ:ખી થાય છે.
દૂબળાની આ પ્રથા સુરત જિલ્લા બહાર ગુજ રાતમાં કોઈ જ ગ્યાએ નથી. આખા હિન્દુસ્તાનમાં પણ દૂબળા અને ધણિયામાનો વહેવાર નથી. માણસોનો વળી ધણી કેવો ? તેને તો એક જ ધણી હોય અને તે પરમેશ્વર, જે જગતનો પેદા કરનાર છે. આ સ્થિતિમાંથી નીકળવું હોય તો પ્રથમ જ્ઞાન જોઈએ.
ન ૭૧ |
Page #37
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિનો ઉપદેશ ] પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું. નઠારાં નામ પાડવામાં આવે છે તે પણ તમારે બદલવાં. કૂતરો, બિલાડો એવાં નામો તે માણસનાં શોભે ? શાળામાં આવો કે તરત શિક્ષકો પાસે સારાં નામ પડાવી લેવાં. મોંમાંથી અપશબ્દ ન બોલો, કોઈને ગાળ ન દો, સૌને માનથી બોલાવો.
તે જ પ્રમાણે શરીર પણ ચોખ્ખું રાખો. કામ કરીને આવો કે તરત નાહી લો. જેમ શરીર સારું રાખવું તેમ મોં પણ બગાડવું નહીં. જે સુંદર મુખમાંથી મધુર વચનો અને રામનું નામ બોલવાનાં છે તેમાં દારૂતાડી નાખવાં તે પાપ છે. તમારું વધારેમાં વધારે નુકસાન કર્યું હોય તો તેણે કર્યું છે. તમને લાગે છે કે તેનાથી થાક ઊતરે છે પણ તે ખોટું છે. તે તો શક્તિ અને ધન હરે છે.
- દુ:ખનો છેડો નજીક | જો દેશમાંથી ગુલામી કાઢવી હોય તો જે સૌથી વધારે ગુલામ છે તેમને પહેલાં સુખી કરવા પડશે. શરીરમાં ચાંદું હોય તે પહેલાં કાપી કાઢવામાં આવે તો જ શરીરને સુખ થાય. તમે ગામેગામ આ મારો સંદેશો લઈ જજો; હવે દુઃખનો છેડો નજીક આવ્યો છે. પણ પ્રથમ પગથિયા તરીકે દારૂતાડી જવાં જોઈએ. કોઈ ઠેકાણે કજિયા થવા ન જોઈએ. જો તમે સમજો નહીં, ગુસ્સો કરો, લાકડી ચલાવો અને તોફાને ચડો તો તમે પછડાવાના; કારણ ગુનો કરે તે રાંક બની જાય છે. ગુનો કરનાર ઉપર બીજા ચડી બેસે છે. તમારામાંના કેટલાક જો મર્યાદા છોડે, તોફાને ચડે તો તે પછડાશે. માટે ગુસ્સામાં આવી કાંઈ તોફાન કરશો નહીં. આ શાળામાંથી તમને અનેક પ્રકારના લાભ પહોંચવાના છે. પણ તે તો દારૂતાડી છોડશો તો જ પહોંચશે; કારણ કે તે વિના તમારું અજ્ઞાન કેમ ટળશે ?
[ ૭૩ ]
Page #38
--------------------------------------------------------------------------
________________
ન ગુલામના ગુલામ - તમે અસ્પૃશ્ય ન હોવા છતાં પરતંત્રતાના ઘોર દર્દથી પીડાઓ છો. તમારો માલિક કોઈ બીજો માણસ છે એમ મનાય છે. આ સંસારમાં એના જેવું બીજું કંઈ દુ:ખ નથી. પશુનો જેમ માણસ માલિક હોય છે, તેમ એક માનવીનો બીજો માનવી માલિક થઈ બેઠો છે. માનવીનો માલિક તો એક ઈશ્વર જ છે જેણે તેને જન્મ આપી આ જગતમાં પેદા કર્યો છે. જેણે આવું રૂડું શરીર આપ્યું છે ને એમાં જીવ મૂક્યો તે જ આપણો ખરો માલિક હોઈ શકે.
જાનવરોના માલિક માનવી થાય છે. પણ જ્યારે એક માનવી બીજા માનવીને નાથ ચડાવે છે ને તેનો માલિક થઈ બેસે છે ત્યારે એ ભયંકર વસ્તુ થઈ પડે છે. ત્યારે માલિક થનારો ને તેને માલિક કબૂલ રાખનાર બંને પાપમાં પડે છે, અને બંનેની દશા ભુંડી થાય છે.
-[ ૭૪ ]
બંનેને ઇન્સાફ તમે બધા એક આ ધરતી ઉપર નભો છો. ખેડૂતોનું અને તમારું બંનેનું પોષણ આ ધરતી કરે છે. તમારી બેની વચ્ચે વેરઝેર જાગે તો ખેતીનો ઉદ્યમ નાશ પામે ને બંનેનું પેટ અત્યારે ભરાય છે તેમાં અંતરાય આવે. બંને જીવતા રહે એવો ઇન્સાફ મળવો જોઈએ. કોઈ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ. પણ તે સાથે તમે સ્વતંત્ર છો ને તમને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે એ વસ્તુ સ્વીકારવી જોઈએ. જેમ એક ગાડે બે બળદ જોડેલા હોય છે તેમ ખેડૂત ને હળપતિ એ બેની જોડી છે. એ બે જે દિવસે લડશે તે દિવસે ખેતી ભાંગી જવાની છે ને બંનેને ભૂખે મરવાનો વખત આવવાનો છે. તેથી આ હિલચાલ એ રીતે કરવાની નથી. મારી તમને સલાહ છે કે તમારે ધીરજ રાખવી અને હવે ખેડૂતોની પરિષદ મળે ને જે ઠરાવો કરે તે પણ વિચારવા. તેમને પણ હું સલાહ આપીશ કે આ લોકોને ન્યાય તો આપવો જ જોઈએ.
ન ૭પ |
Page #39
--------------------------------------------------------------------------
________________
| દૂબળાને સલાહ જેટલું કરવું તમારા હાથમાં છે તે તો તરત જ કરવા લાગો. તમારાં બાળકોને અક્ષરજ્ઞાન અપાવો. એમને તમે નવે રસ્તે દોરી જાઓ. તમે સૌ ઠેકઠેકાણે નાતનાં પંચ બોલાવો ને ઠરાવ કરાવો કે લગ્નમરણ પ્રસંગે હવેથી દેવું ન કરવું. તમારા જેવી ગરીબ કામે લગ્ન વખતે રૂપિયા આપવા-લેવાનું બંધ કરી દેવું જોઈએ. પણ નાત એ ન જ માને તો એને માટે પંદર કે સત્તર રૂપિયાની હિંદ ઠરાવવી. એને માટે પણ દેવું કરવાની સલાહ નહીં આપું.
ભાતકાપણી કે ઘાસકાપણી વગેરે વખતે મજૂરી કરો તેમાંથી ચાર-આઠ આના કરીને વરસ દિવસે પાંચદસ રૂપિયા બચાવો. તમારા બચાવેલા પૈસા સાચવવા એક બંક પણ કાઢી શકાય. તમારે લગ્ન કરવાં હશે ત્યારે એ રૂપિયા ચાલશે ને તમારે દેવું કરવું નહીં પડે. પૈસા ઉપાડવા ગયા તો પછડાયા જ સમજજો.
ન સુખનો ઇલમ - આપ મૂઆ વિના સ્વર્ગે નહીં જવાય. (દૂબળાઓએ) દારૂ તાડી છોડ્યાં તેથી હું રાજી થયો છું. તમારી બૈરીઓ એથી વધારે રાજી થઈ હશે, કારણ તમે હવે ઘેર જઈને ગાળ નથી દેતા.
તમે સૌ ઝડપથી દારૂતાડી છોડીને તેના ભાગના પૈસા બચાવો, જેથી તમારે દેવું કરવું ન પડે. એટલી વસ્તુ તમે કરો તો પાંચ વરસમાં આ | જિલ્લામાં કોઈ ઓળખી શકવાનું નથી કે કયો દૂબળો ને કયો ધણિયામો.
વળી જેમ આશ્રમવાસીઓ પોતાનાં કપડાં પોતે જ કાંતીને બનાવી લે છે, તેમ તમે પણ બનાવો.
એક પહેરણ અને એક પંચિયું એથી વધારે તમારે શું જોઈએ ? ખેતરમાંથી ઊડી જતા કપાસમાંથી પણ તમે તમારા કપડાં બનાવી લઈ શકો છો. એ ઈલમ કંઈ અઘરો નથી.
ન ૭૭ ]
-
૩૬ }
Page #40
--------------------------------------------------------------------------
________________
| મહોબત જોઈએ ! આપણી પાસે કઈ તાકાત છે તે સમજી લેવું | જોઈએ. સત્ય અને અહિંસા એ આપણી તાકાત
| ગુલામોના ગુલામ | હિન્દુસ્તાનમાં છસો દેશી રાજ્યો છે. દુનિયાભરમાં કોઈ એવો મુલક નથી, જેમાં છસો રાજ્યો હોય. કેટલાંક તો એટલાં નાનાં છે કે છસાત ગામનો ધણી પણ પોતાને રાજા કહેવડાવે છે ! ભલભલાં સામ્રાજ્યો ખતમ થઈ ગયાં. રાજાઓ મુગટ ધારણ કરવાથી કંઈ આઝાદ નથી થઈ જતા. એ પણ ગુલામ જ છે. અને એમની નીચે આપણે ગુલામોના ગુલામ છીએ. આવી વિકટ સ્થિતિમાં સાફ રસ્તો કોણ બતાવે ? આટલાં દેશી રાજ્યો હોવા છતાંય હિન્દુસ્તાન એક અવિભાજ્ય મુલક છે. આબોહવામાં, વેપારરોજગારમાં, કોઈ ચીજમાં ફરક નથી. પરદેશી સલ્તનતે પોતાની સત્તા કાયમ કરવા આ બધા ભેદો પડ્યા છે
આવાં રાજ્ય પોતાની શક્તિ ઉપર પગભર નથી, મોટી શક્તિને આધારે ઊભાં છે. પાંત્રીસ કરોડને ગુલામીમાં રાખનાર શક્તિનો સંહાર નહીં થાય ત્યાં સુધી એ ટકી રહેશે.
- ૩૮ ]
એક બે નાના રાજાઓને મારવાની સલાહ આપવાથી આપણું કામ સરવાનું નથી મહાસભામાં પણ કેટલાક એમ માનનારા પડ્યા છે કે દેશી રાજ્યો જ ન જોઈએ.
જે ઢંગથી આ રજવાડાં આજે ચાલી રહ્યાં છે એ જોતાં, આવું માનવાને કારણ પણ મળે છે.
આપસમાં ઝઘડવાથી શક્તિ નાશ પામે છે. આપણી સંસ્કૃતિ પણ સમજપૂર્વક શાંતિ ઉપર રચાઈ છે.
મરવાનો હશે તે એનાં પાપે મરશે. જે કામ મહોબતથી થાય તે વેરઝેરથી નથી થતું.
કોંગ્રેસ પાસે જે શક્તિ છે તે એ છે કે જ્યાં જુલમ થાય ત્યાં તે સહન ન કરી લે પણ સામનો કરે અને તે સત્ય અને અહિંસાથી કરે.
ન ૩૯ ]
Page #41
--------------------------------------------------------------------------
________________ આરોગ્યનું મહત્ત્વ | પૈસાની તાણ હોય તો સિનેમા, નાટક અને નાતના જમણવાર પાછળનાં ખર્ચ પાંચ વરસ સુધી બંધ કરો, પણ પહેલી ગટર કરો. એનો લાભ પાંચ વરસમાં તમને જણાશે. લોકોની તંદુરસ્તી સુધરશે. અત્યારે તો તમારા શહેરમાં માણસની જિંદગી ટૂંકી થાય છે અને તેઓ દુઃખી થઈને મરે છે. વરસાદ આવશે એટલે કીચડ, ગંદકી, મચ્છર , માખી થશે. એમાં ડૉક્ટર પણ શું કરશે ? એ તો બહાર બંગલો બાંધશે અને દવા પાતો રહેશે, અને તેય પૈસાવાળાને. આપણે તો સામાન્ય માણસોને પણ સામાન્ય ખર્ચે સારવાર મળે અને ગરીબોને મફત સારવાર મળે એમ કરવું જોઈએ. -[ 80 -