________________
ન ઊંધો વેપાર | તમારા પકવેલા માલની અને તમારી વચ્ચે કેટલાક દલાલ છે તે વિચારો. તમારો કપાસ બાવળે જાય, ત્યાં જીનમાં પિલાય, તેનું રૂ બને, ત્યાંથી પ્રેસવાળા પાસે જાય, તેની ગાંસડીઓ બંધાય, ત્યાંથી રેલમાં અમદાવાદ જાય, તે સોદામાંયે વચમાં વેપારી હોય, ત્યાંથી મુંબઈ જાય, ત્યાંથી આગબોટમાં પરદેશ જાય, ત્યાં કારખાનામાં કંતાય અને વણાય, તેનું કપડું બને તે પાછું આગબોટમાં મુંબઈ આવે, મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં ભરાય, ત્યાંથી અમદાવાદ આવે, અમદાવાદથી તે કાપડ ચલો આવે ને પછી તમે પહેરો. આ કેટલો બધો ઊંધો વેપાર છે ? બળદની પાસેથી આપણે જેમ ખેતીનું કામ લઈએ છીએ તેમ આપણી પાસે મજૂરી કરાવી પરદેશીઓ બધું લઈ જાય છે. અને આ નાટક બધું આપણા માણસો મારફત જ ચાલ્યા કરે છે.
4 અહિંસા-પરાયણ | કોઈ પણ સંજોગોમાં આપણે ખૂનામરકીનો ત્યાગ કરવા ઇચ્છીઓ છીએ. હું સચ્ચાઈપૂર્વક દાવો કરી કહી શકું છું કે અમે મનસા વાચા કર્મણા અહિંસાપરાયણ રહેવાનો પ્રયત્ન કર્યો છે. અમારામાં રહેલી નબળાઈ ઉપર વિજય મેળવી શુદ્ધ થવા અમે ખરા દિલથી અને ચોક્કસ પ્રયત્ન કર્યો છે. આનું સૌથી સ્પષ્ટ ચિત્ર હિન્દુમુસલમાન એકતા છે. જોકે અત્યાર સુધી અમે એકબીજાનો અણવિશ્વાસ રાખતા અને એકબીજાને કુદરતી દુશ્મન માનતા આવ્યા, પણ હવે અમે પરસ્પર મહોબત કરવા લાગ્યા છીએ અને પૂરેપૂરા દોસ્તીના હકથી રહેવા લાગ્યા છીએ. આપને હું આ અભિમાન સાથે જાહેર કરું છું કે અમારો સંબંધ કેવળ દમ વિનાની દોસ્તીનો નથી પરંતુ રાષ્ટ્રીય કાર્ય આગળ ધપાવવામાં અમે એકબીજાની સાથે હળીમળી કામ કરીએ છીએ. તે જ પ્રમાણે અમે પારસી, ખ્રિસ્તી વગેરે બીજા દેશબાંધવો સાથે મીઠાશનો સંબંધ કેળવ્યો છે.
૬૧
- ૬૦ |