________________
| ખેડૂત : જગતનો તાત હું તો તમને કુદરતનો કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે..
કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતા ? ખેડૂત જેટલાં ટાઢતડકો, વરસાદ, ચાંચડ, મચ્છર વગેરેનો ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુ:ખ નાખી શકે તેમ છે ?
પણ દુ:ખ સમજપૂર્વક ખમો એ હું માનું છું; એટલે જુલમની સામે થતાં શીખો, તેનો ભયથી સ્વીકાર ન કરો.
આ ધરતી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે. આખું જગત ખેડૂત ઉપર નભે છે.
-[ ૧૮ ]
ઊંચું માથું રાખીએ ! | વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહીં, પણ | ખેડૂતને વીવું જમીન જ હોય, તેની પાછળ બળદ | રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતરમ્પંજ કરતો હોય, વરસાદમાં ઘૂંટણ સમા પાણીમાં વીંછીઓ વચ્ચા હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે, તેમાંથી ખાવાનું પાન પકવે અને દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય; તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો.
ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું..