Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 36
________________ ન હળપતિઓને સલાહ - તમારી જરૂરિયાત ઓછામાં ઓછી છે. તમારે નાટક નથી જોઈતાં; સિનેમા નથી જોઈતાં કે એવા બીજા કોઈ મોજ શોખ નથી જોઈતા. પેટ ભરીને રોટલો મળે, ખુલ્લામાં રહેવાનું મળે અને સાદાં કપડાં પહેરવાનાં મળે એટલે તમારી બધી જરૂરિયાતો સંપૂર્ણ થઈ. આટલું મેળવવું તમારા જેવા મહેનતુ લોકો માટે કઠણ નથી. તો પછી તમારે શા માટે સ્વતંત્રતા વેચી ગુલામ થવું પડે છે ? પણ તમે બૈરી કરવા ખાતર તમારી જિંદગી વેચો છો, પોતે ગુલામ બનો છો. જે બૈરીને પરણો છો તેને ગુલામ બનાવો છો, અને છોકરા પેદા કરો છો તેમને પણ ગુલામ બનાવો છો. એમ તમારે ન કરવું જોઈએ. જગતમાં બધા કરે છે તેમ તમે કરો; પૈસા કમાઓ ને પરણો અને સ્વતંત્ર ઘરસંસાર માંડો. એ તમારે શીખવાનું છે. એ સંસ્કાર તમને શીખવવા ખાતર આ લોકશાળાઓ કાઢવામાં આવી છે, અને આશ્રમના માણસો તમારી વચ્ચે રહ્યા છે તે પણ એ શીખવવા ખાતર જ રહ્યા છે. - ૭૦ ] ન પુરુષનો ધણી પુરુષ | સૌ કોઈ સમજી શકે છે કે જેઓ દેશનું સ્વરાજ્ય લેવા નીકળ્યા છે તેઓ કોઈને ગુલામ ન જ રહેવા દે. જ્યાં ઈશ્વરે સૌને સરખાં સરજ્યાં છે ત્યાં દૂબળા અને ધણિયામા કેમ હોઈ શકે ? દુનિયામાં કોઈને ત્રણ આંખ નથી કે ચાર હાથ નથી. સૌને બે આંખ અને બે હાથ આપ્યા છે. ઇશ્વરે નખશિખ સુંદર શરીર તો આપ્યું પણ તેની આપેલી બુદ્ધિનો ઉપયોગ ન કરીએ તો દોષ ઇશ્વરનો નથી પણ આપણો | પોતાનો છે. માણસો બુદ્ધિનો ઉપયોગ કરતા નથી | છતી આંખે જોતા નથી તેથી જ દુ:ખી થાય છે. દૂબળાની આ પ્રથા સુરત જિલ્લા બહાર ગુજ રાતમાં કોઈ જ ગ્યાએ નથી. આખા હિન્દુસ્તાનમાં પણ દૂબળા અને ધણિયામાનો વહેવાર નથી. માણસોનો વળી ધણી કેવો ? તેને તો એક જ ધણી હોય અને તે પરમેશ્વર, જે જગતનો પેદા કરનાર છે. આ સ્થિતિમાંથી નીકળવું હોય તો પ્રથમ જ્ઞાન જોઈએ. ન ૭૧ |

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41