________________
| સાચા સેવકોની જરૂર | પરદેશી માણસોએ આપણાં બાળકોને ફોડી એમની મારફત રાજ્ય કરવા માંડ્યું. હવે આપણા આગેવાનોએ ઠરાવ કર્યો કે આપણે આપણાં બાળકોને ત્યાં જતાં અટકાવવાં. વિલાયતથી તલાટી વગેરે લાવવાના નથી. માટે આપણે આપણા માણસોને જ ત્યાં જટા અટકાવવા. જેઓ છે તેમને છોડવાનું કહેશો તોપણ તેઓ એટલા બધા સડી ગયા છે કે તેમાંના ઘણાખરા તો માનશે નહીં. તમે જુઓ છો કે કોંગ્રેસે ઠરાવ કર્યો છે કે વકીલોએ વકીલાત છોડવી, પણ થોડાએ જ છોડી છે. તમે જ્યારે નોકરી છોડવાનો ઠરાવ થશે ત્યારે સડી ગયેલાઓ માનશે નહીં. માટે જે ટલી નિશાળો છે તેનો કબજો લો અને આપણા છોકરાઓને આપણી પર જુલમ કરવા નહીં, પણ પ્રજાની સેવા કરવા લાયક થાય તેવું શિક્ષણ આપો. ગામની શોભા ગામના વકીલો કે ડૉક્ટરો ઉપર નથી, પણ ગામે કેટલા સેવકો પેદા કર્યા તે ઉપર છે. અત્યારે હિંદને સાચા સેવકોની જરૂર છે.
સ્વદેશીનો જય આપણી નિશાળોમાં રેંટિયા ચાલુ કરો, બાળકોને કાંતતાં શીખવો ને ઘેરઘેર રેટિયા મુકાવો. ધર્મ માત્ર મંદિરમાં જવામાં નથી, પરવડીમાં કબૂતરને દાણા નાખવામાં કે કીડીને લોટ નાખવામાં જ સમાઈ જતો નથી. લાખો માણસો કપડાં વિના દુઃખી થાય છે, તો આપણો ધર્મ પહેલો તો એ છે કે ઘેરઘેર રેંટિયા ચાલુ કરવા જોઈએ. જે દિવસે આમ થશે તે દિવસે સરકાર નરમ નેતર જેવી બનશે. કારણ આ સરકાર વેપાર સારુ આવેલી છે. વેપાર નરમ થતાં, સરકાર નરમ થશે. માટે આ ગામમાં એ કે દુકાન એવી ન હોય જે પરદેશી કાપડ વેચે; એકે દરજી કે ધોબી એવો ન હોય કે જે પરદેશી કાપડને હાથ અડકાડે. જે લોકો રાજ્ય કરે છે તે પોતાના દેશમાં પરદેશી વસ્તુને હાથ અડકાડતા નથી. આપણને લંગોટી જેટલું મળે તોપણ સ્વદેશી કાપડ લેવું, ભાગ પાડી વહેંચી લેવું, ત્યારે જ આ માયાનો ત્યાગ થશે.
ન ૪૭]