________________
સ્વરાજ માટે સમર્પણ | દારૂ આદિનાં મલિન પીણાંથી બચવાની બાબતમાં પણ એવો જ વિરોધ. અમદાવાદમાં આટલા બધા પારસીઓ છે, તેમાંથી એક પણ એવો ન નીકળ્યો જે દારૂ નું પીઠું બંધ કરાવી કોઈ બીજે ધંધે પીઠાવાળાને વળગાડી શકે. આ બધા પર પૂરતો વિચાર કરીને હવે લોકો પર દૃષ્ટિ ફેંકવામાં આવી છે. લોકોએ પહેલી જ માગણી માગ્યા દામ દઈને સફળ કરી છે. કરોડ રૂપિયા ભરાઈ ચૂક્યા છે. નેતાઓને લોકો પર ભરોસો છે. સામાન્ય લોક જે ભોગ આપશે, સ્વરાજ્ય પ્રાપ્તિ માટે જેટલું કરશે તેટલું બીજા કોઈ નથી કરવાના. પ્રજાએ હવે સમજવું જોઈએ કે કેવળ કરોડ રૂપિયા વડે જ સ્વરાજ્ય ન મળે, ખિલાફતની આત ન મટે, પંજાબના અન્યાયો નિર્મૂળ ન થાય. સ્વરાજ્યપ્રાપ્તિની વસ્તુ નાનીસૂની નથી. એટલે તેની પ્રાપ્તિ માટે જે ભોગ આપવો પડે તે પણ નાનોસૂનો તો ન જ હોય.
- ૫૦ ]
-વિદેશી કાપડનો બહિષ્કાર વિદેશી કાપડને અગ્નિદાહ તો દેવાયો પણ ન હતો, કેવળ તેનો ઠરાવ જ થયો હતો, તેટલામાં તો લૅન્કેશાયરને સળવળાટ થયો અને હવે પ્રતિનિધિમંડળ હિન્દ આવવાને તૈયારી કરી રહ્યું છે ! એ ભલે આવે. આપણે આપણી ચળવળમાં મક્કમ રહેવાનું છે અને શુદ્ધ દાનતથી વિદેશી કાપડનો હમેશને માટે બહિષ્કાર કરવાનો છે. દેશની તેત્રીસ કરોડ પ્રજા એક મનથી જો આટલું જ કરે, તો સ્વરાજ્યપ્રાપ્તિને જરા પણ વિલંબ ન થાય. ડિસેમ્બર સુધી પણ રાહ જોવી ન પડે.
સ્વરાજ્ય વહેલું મળશે કે મોડું તેનો આધાર પ્રજાના સંયમ અને ભોગ પર જ રહેલો છે. જ્યારે એવી મજબૂત એકતાનો દિવસ આવશે ત્યારે તમે એમ માનો છો કે પરદેશની એક લાખ જેટલી સંખ્યા ધરાવતી કોમ અહીં પડી રહેશે ? એ કોમ ચકોર છે. તે ચેતી જ છે કે હવે હિન્દને ગુલામીમાં રાખે નહીં પાલવે.
ન ૫૧ |