________________
હૃદયપલટો હું હવે બારડોલી તાલુકાનાં તમામ મહાજનો અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરો, જૂનાં ખોખાંમાં નવું ચેતન રેડો. પંચો તો એવાં હોય કે જ્યાં ગરીબોનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કોમનો પુનરુદ્ધાર થવા લાગે.
શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યું કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે ? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવાને તૈયાર થવાનો દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે ? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે ? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડી શકીશું ?
જેમ આપણે સરકારના દિલનો પલટો ઇચ્છતા હતા તેમ આપણાં પોતાનાં હૃદયનો પલટો પણ કરવો પડશે.
ન ખેડૂતનાં દુઃખ - સામાન્ય રીતે ખેડૂતોનાં બે પ્રકારનાં જ દુ:ખ હોય છે, એક અજ્ઞાનથી પોતાના હાથે માગી લીધેલું છે; બીજું આપણે પરતંત્ર છીએ, પરરાજ્યમાં છીએ, ગુલામ છીએ તે છે. તે દુઃખ વિશેષ છે અને તે સર્વસામાન્ય છે. ખેડૂતોને એકલાને જ નહીં, બધાને છે. હિન્દુસ્તાનના બીજા ભાગના ખેડૂતો કરતાં તમે કંઈક સુખી છો. બીજાઓને ભારે દુઃખ છે. એ દુ:ખેં જોયું જાય તેમ નથી. કરોડો ખેડૂત છે જેમને પહેરવાને કપડું નથી, ખાવાને રોટલો નથી, પીવાને ચોખ્ખું પાણી નથી. તે દુ:ખ તમને નથી. પરંતુ જે સમજુ ખેડૂત છે તેમને પરતંત્રતામાં સ્વમાનભંગનું દુ:ખ છે. જેમ બળદની ડોક ઉપર ધૂંસરી મૂકો છો, અને તે માનભંગનું દુઃખ સમજતો નથી તેમ જો તમે યે ન સમજતા હો તો તમને પણ દુ:ખ નથી પણ, જો તમારો આત્મા જાત હોય તો તમને પરરાજ્યનો અમલ ડંખવો જોઈએ.
ન પ૯ ]