________________
ન બે ગ્રામસેવકો - ગ્રામસેવકે બે વાત જાણી લેવાની જરૂર છે. પહેલી એ કે વગર કારણે બોલવું નહીં. બીજી એ કે પોતાના કામની જાહેરાત થાય એની ઇચ્છા રાખવી નહીં. જાહેરાત ઘણી વખત મુશ્કેલી ઊભી કરે છે, જ્યારે ખૂણામાં પડેલાનું કામ શોભી નીકળે છે. આજે તમને સ્વામી આનંદ અને રવિશંકર એ બે ગ્રામસેવકોના અનુભવો સાંભળવા મળશે. એ બંને આજે તો જાહેર વ્યક્તિઓ છે; પરંતુ તેઓ બંને પોતાની લાંબી વર્ષોની સેવાઓથી જ જાહેર થયા છે. રવિશંકરને તમે બારડોલીમાં જોયા ત્યારે પહેલાં ઘણાં વર્ષોથી એ કામ કરતા. જે પ્રજા ચોરી અને લૂંટ કરનારી હતી તેને સુધારવાનું કામ તેઓ કરતા. પણ છાપાંમાં એમનું નામ કદી જોવામાં આવ્યું નહોતું. એમને લેખ લખતાં તો આવડે જ શાનો ? એ ભાષણ કરવા ઊભા થશે ત્યારે તમને ખબર પડશે કે એ કંઈ સાહિત્ય પરિષદમાં જાય એવો માણસ નથી, ગામડામાં શોભે એવો ગ્રામસેવક છે.
- ૫૪ ]
સમાધાન શાનું? | આ બધું તમે જો સમજો તો મારે ખાદીભંડાર | શું ખોલવાપણું હોય ? તમે જ મૂળજી જેઠા મારકેટને ખાદીની મારકેટ બનાવી દો ને ! માન્ચેસ્ટરનું કાપડ લાવી તેના દલાલ બનો છો તે કરતાં તમારા દેશના દલાલ બની જાઓ. આમ
ક્યાં સુધી દહીંમાં ને દૂધમાં ચલાવશો. હવે સમાધાનની આશા છોડી દેજો. સમાધાન શાનું હોય ? ગુલામીનું તે વળી સમાધાન કેવું ? બે મહિને નહીં ને ચાર મહિને પણ નહીં – એવું સમાધાન કદી થવાનું નથી.
કાપડ સિલકમાં છે તેનું શું કરવું એમ તમે પૂછો છો. મારું માનો તો હું તો તમારું જેટલું હોય તેટલું પરદેશી કાપડ ભેગું કરી નવી દિલ્હીમાં ઢગલો કરું ને દીવાસળી ચાંપી દઉં. એવું કાપડ આપી દો તેની યાદી કરી રાખો. સ્વરાજ માં લોન કાઢીને પણ તમારાં નાણાં પૂરાં કરીશ.