________________
ન જીભાજોડી નિરર્થક - હું કાંઈ આગેવાન નથી. હું તો એક સિપાઈ છું. હું ખેડૂતનો દીકરો છું અને જીભાજોડીથી સ્વરાજ મળે તેમ માનતો નથી. લુચ્ચાઈમાં સરકારને આપણાથી પહોંચી શકાય એમ નથી. ધારાસભામાં અટકાયત નાખનારને કોઈને સરકારે જેલમાં પૂર્યા નથી, પણ ધારાસભાનો બહિષ્કાર કરનાર મહાત્માજીને કારાવાસમાં પૂરી દીધા છે. અહિંસાની સામે, છૂટછાટોના ઇન્કારની સામે અને સહન કરવાની શક્તિ સામે સરકાર હાંફી ગઈ છે. ધારાસભાની ચળવળમાં પડીશું તો લોકો વધારે ઠંડા પડી જશે અને મહાસભા પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેસશે. ધારાસભાની ચળવળ મહાસભાને વિનાશકારી થઈ પડશે. મહાસભાએ અસહકાર પુકાર્યા ત્યાર પછી તેમાં ખેડૂતો ભળ્યા છે, મજૂરો દાખલ થયા છે અને સ્ત્રીઓ ભાગ લેવા લાગી છે. કારણ તેમને કાર્ય કરવાનું અને ભોગ આપવાનું તેમાં ક્ષેત્ર છે.... ધારાસભાની આવી ચળવળો સો વર્ષ ચલાવો તો યે સ્વરાજ મળનારું નથી.
- ઉર |
આઝાદીનું વાયુમંડળ લોકો સેવા લેવાની ના પાડે છે તોપણ સેવા કરવાની આટલી બધી હઠ કેમ કરે છે ? એવી કેવી સેવાની ધગશ થઈ છે કે પચાસ પચાસ હજારનું પાણી કરીને પણ સેવા કરવી છે ? આવો મોટો દેશસેવક તો કોઈ ન જોયો ! એને તો મહાત્મા ગાંધી કરતાં પણ મોટો તપસ્વી કહેવો પડશે. કારણ કે ગાંધીજી પણ લોકોએ એમની શરતે સેવા લેવાની અશક્તિ કે અનિચ્છા જણાવી તો નાના સરખા ગામડામાં જઈને બેસી ગયા છે. ધારાસભામાં જઈને સ્વાર્થ સાધી લેવાના દિવસો હવે રહ્યા નથી એ સમજી લેવા જેવું છે. મહાસભા આ કામમાં પડે છે તે તો દેશની બગડેલી હવાને સુધારવા ખાતર છે, ભયભીતપણાનું વાતાવરણ તેને મટાડવું છે, ખુશામતની હવા હઠાવવી છે અને દેશમાં સર્વત્ર આઝાદીનું વાયુમંડળ જમાવવું છે, સ્વાતંત્રની લડાઈમાં આ મોટો પથરો આવી પડ્યો છે તેને ખસેડવો છે.
ન ઉ૩ -