________________
ખાંધિયા નહીં જડે !
સુરતમાં હજુ કોઈ કોઈને શંકા રહી જાય છે ને કહે છે કે અમુક ભાઈનાં તો (ચૂંટણીની બાબતમાં) મૂળિયાં ઊંડાં છે. ઊંડાં હશે તો ગભરાશો નહીં, આપણે ટ્રૅક્ટર મૂકશું, પણ મૂળિયાંનું નિકંદન કર્યા વિના રહેવાના નથી. શંકા કરનારાઓ ચેતવણી આપે છે, ‘જોજો, ખોડી બિલાડી અપશુકનમાંથી નહીં જાય.' પણ એવા અપશુકન કરનારને હવે કોની પાસે જવાનું છે ? ત્યાં જશે તો હવે થોડા જ મોટા પરદેશી સત્તાધીશો બેઠા હશે ? હવે ત્યાં જેવુંતેવું પણ મહાસભાનું રાજ્ય હોવાનું છે. ત્યાં હવે ખિતાબો મળવાની આશા ઊડી ગઈ સમજો અને ખોડી બિલાડી આવશે તો તો થોડી જ બુરખો પહેરીને આવવાની છે ? આજની ધારાસભામાં ચુંમાળીસ સરકારી ખાંધિયાઓનું ટોળું જોવામાં આવે છે, પણ હવે તો ખાદીની ટોપીવાળા મહાસભાના સિપાઈઓ પાસે ખડા થવાનું છે. એને ઉપાડવા માટે એક પણ ખાંધિયો ત્યાં દીઠો જડવાનો નથી. એ મહાસભાવાળાઓ એને તરત ઓળખી કાઢશે.
૩૪
સાચો સ્નાતક
તમારે તો જ્યાં માનભંગ થતો હોય ત્યાંથી હઠી જવાનું છે. સાચો સ્નાતક આજે તો રવિશંકર છે જેની પાસે ગામડાંઓમાં કેળવણી શી રીતે આપવી તે માટે ભલભલા કેળવણીકારો પૂછવા આવે છે. જે લોકો પાસે પૈસો નથી અથવા પહેરવાને કપડાં
કે ખાવાને ખોરાક નથી અને જ્યાં હજારો લોકો ચોરીઓ કરે છે તેમનાં બાળકોને બચાવી લેવાનું સહેલું નથી. દુનિયાનો એ સાચો સ્નાતક શું કરે છે તે જોવા પંદર દિવસ તમે તેની પાસે જાઓ. તેની એક જ ડિગ્રી છે અને તે ચારિત્ર્યની.
એ ચારિત્ર્ય તો વિદ્યાપીઠની જડમાં જ પડેલું છે. તેનું ભાથું બાંધ્યું હોય તો ડરનું કાંઈ કારણ નથી. જેઓ એમ માનતા હોય કે પેઢીઓ કે એવી જગ્યાઓએ તેમની કદર નથી થતી તો એમણે જાણવું જોઈએ કે તેમની પોતાની જ કિંમત કાંઈક કારણથી ઓછી છે.
પ