________________
અહિંસા એ પ્રાણી દમનનીતિની સામે સ્વરાજ્યના સૈનિકોએ હિંમત અને દૃઢતાથી જવાબ આપેલો છે તેને માટે આપણે મગરૂર થવા જેવું છે. આપણે તેમને મુબારકબાદી આપીએ છીએ. તેમની તપશ્ચર્યાથી સ્વરાજ આપણી પાસે આવતું જાય છે. તેમની દુ:ખ સહન કરવાની શક્તિનું અનુકરણ કરવામાં આપણી જીત રહેલી છે. પરંતુ આપણી દુઃખ સહન કરવાની શક્તિ ઉપર જેટલો જીતનો આધાર છે, તેના કરતાં આપણી શાંતિ જાળવવાની શક્તિ ઉપર જીતનો વધારે આધાર છે....
શાંતિપ્રિય હિન્દુસ્તાન માલેગાંવ જેવા ભયાનક બનાવથી થરથર કાંપે છે. હિન્દુસ્તાનનું ખમીર જ એવું છે કે એવા બનાવ એ સહન નહીં કરી શકે. અસહકારનો પ્રાણ જ અહિંસા છે; હિંસા એનું મૃત્યુ છે. માલેગાંવનો બનાવ આપણને ચેતવણી આપે છે કે હાલના મર્યાદિત ક્રમને છોડી આગળ જવાને હજી વાર છે.
[ ૪૮ |
મંડળનો અર્થ | અમલદારોની પ્રેરણા કે આશ્રયથી આ મંડળો સ્થપાતાં હોય તો તેથી શાંતિને બદલે અશાંતિનો ભય વધારે છે. અમલદારોનો તો સુલેહશાંતિ જાળવવાનો ધર્મ છે જ અને એ ધર્મ તેઓ પાળતા હોય તો આ મંડળની શી જરૂર પડે ? ઘણે ભાગે તો નાનામોટા અમલદારો પ્રજાને હદ ઉપરાંત ચીડવે છે તેને પરિણામે જ તોફાન કે અશાંતિ થાય છે. પછી તે તોફાનની જવાબદારી કોઈના ભાષણ ઉપર ઢોળી પાડવામાં આવે છે. અમલદાર અને પ્રજા વચ્ચે પ્રેમનો છાંટો ન હોય ત્યાં સુધી આવાં મંડળમાં ભળવું એ જાળમાં ફસાવા જેવું છે. જ્યારે પ્રેમભાવ હશે ત્યારે આવાં મંડળોની આવશ્યકતા જ નહીં હોય. જો અમલદાર વર્ગના આશ્રય કે ઉત્તેજનથી આ મંડળ સ્થપાતાં ન હોય તો આ મંડળ સ્થાપનારાઓનો હેતુ શો છે એ મને સમજ પડતી નથી. શું આજ સુધી તેઓ અશાંતિ કે અરાજ કતા પસંદ કરનારા હતા ? તેમનો પ્રજા ઉપર કેટલો કાબૂ છે તેની તેમને ખબર હોવી જોઈએ.
( ૪૯ |