________________
| મોતની મર્દાનગી |એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી ને વાંસ સિવાય બીજું છે જ નહીં. તમારી પાસે એવી કઈ ચીજ છે કે તમે સાથે લો છો ? તમે કેમ ડરો છો ? તમે એ વાત ભૂલી જાઓ છો કે તમને અને મને પેદા કરનાર એક છે.
શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? રાજા પણ અમર નથી તો જમીનદાર શેનો અમર ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં, પણ કેવળ ઈશ્વરના હાથમાં છે.
ખેડૂતોને અને તમને કહું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દના મોત કરતાં બહાદુર અને આબરૂ દારના મરણે મરતાં શીખો.
- ૪ર |
અમદાવાદનું અજવાળું | અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે. એની પ્રાચીન જાહોજલાલીના ઇતિહાસમાં ઊતરવાનો આ સમયે કશો ઉપયોગ હું જોતો નથી. વેપાર-ઉદ્યોગનું પણ એ મથક છે. પણ હાલના સમયમાં એની મહત્તા તો સાબરમતીને કાંઠે આવેલા પવિત્ર સત્યાગ્રહઆશ્રમમાં રહેલી છે. ગુજરાત રાજકીય પરિષદનો પાયો નાખનાર અને હિન્દુસ્તાનના રાજકીય જીવનના ચાલતો આવેલા પ્રવાહની દિશા બદલનાર કર્મવીર મહાત્મા ગાંધીજીએ સાબરમતીને કાંઠે વાસ કરી અમદાવાદને જેવું દીપાવ્યું છે એવું તે કશાથી દીપ્યું નથી. નવજીવન દ્વારા ગુજરાતની પ્રજામાં સત્ય અને અહિંસાનું સિંચન તેઓ કરી રહ્યા છે, અને યંગ ઇન્ડિયા મારફતે આખા ભારતવર્ષને નિદ્રામાંથી | ગાડી સ્વમાન અને સ્વધર્મનો મંત્ર શીખવી રહ્યા
છે. સારા હિન્દુસ્તાનની આંખ આ સમયે ગુજરાત ઉપર છે. એવા કટોકટીના સમયે ગુજરાત કયો માર્ગ ગ્રહણ કરે છે તે સૌ કોઈ જોઈ રહ્યું છે.
૪૩ |