________________
નું સન્માનનો ભય - મારા જેવા સિપાઈઓને વધારે બંધનમાં નાખવા તમે માનપત્ર આપો છો. માનપત્રમાં તમે મારાં ઘણાં વખાણ કર્યા છે. એમાં લખેલું બધું માની લઉં તો મારા પગ હવામાં અધ્ધર થઈ જાય. પણ મને તો ધરતી પર પગ મૂકવાની આદત છે. હું પાકી જમીન પર પગ મૂકું છું.
હિંદુસ્તાનના લોકોની આદત છે કે કોઈએ થોડીક સેવા કરી એટલે તેની કદર કરવી. અમુક કપડાં પહેરવાથી થોડો કોઈ સાધુ થઈ જાય છે ! કૉંગ્રેસમાં બધા સાધુપુરુષો નથી. માણસ જેટલા સન્માનને લાયક હોય તેટલું જ તેનું સન્માન કરવું જોઈએ, એથી વધારે ન કરવું જોઈએ. નહીં તો એને નીચે પડવાનો ડર રહે છે. જે નેતા બન્યો તેને નીચે પડવાનો ડર રહે છે. પણ હું તો સિપાઈ છું. આપણા દેશમાં એક નેતા છે. એનો હું સિપાઈ છું. એની સેવા કરું છું. એનો હુકમ ઉઠાવવાની બને તેટલી કોશિશ કરું છું.
[ ૪૦ ]
ન આ માટીનો માનવી | હિન્દુસ્તાનની સ્વતંત્રતા નજરોનજર જોવાની મારી ઉમેદ છે. આંખના પલકારા જેટલી જિંદગી છે. ઈશ્વરની માયા છે. એને કોઈ પહોંચી શકતું નથી. આપણી આંખ આગળ જોઈએ છીએ કે મોટાં મોટાં સામ્રાજ્યો ઊથલી પડ્યાં, મોટા મોટા દેશો ફટફટ ઊડી ગયા.
શ્રીકૃષ્ણનું વિકરાળ સ્વરૂપ ગીતાના અગિયારમા અધ્યાયમાં કહ્યું છે, તેવું થઈ રહ્યું છે. મહાત્મા ગાંધીએ સેવાનો મંત્ર આપ્યો. એ સેવાની ભરતીમાં હું દાખલ થયો અને આ ટૂંકા જીવનમાં થઈ શકે એટલી સેવા કરી. માતાને પોતાનું કાણુંકુબડું બાળક રૂપાળું લાગે છે, એમ મારા પ્રત્યે તમારો પ્રેમ છે. માનપત્રમાં વર્ણવેલા ગુણોની તો આયુષ્ય પૂરું થાય ત્યારે ખબર પડે. સન્માન મેળવવાને યોગ્ય હોય તે | માણસ દરેક જગ્યાએ સન્માન મેળવે છે, પણ પોતાના જન્મસ્થાનમાં (કરમસદમાં) સન્માન મેળવવું કઠણ છે. હું અહીંની ધૂળમાં રમેલો છું . આ (કરમસદની) માટીનો બનેલો છું.