________________
ન કાયરતા | આપણી અહિંસા એ કાયરતાનું ઢાંકણ થઈ પડ્યું છે. આજે તો લોકોને સનેપાત થયેલો દેખાય છે. જે તે કહે છે, મારે ઇંગ્લંડ જવું છે, અમેરિકા જવું છે, રશિયા જવું છે, પરદેશનો મોહ લાગ્યો છે. યુરોપનાં મોટાં મોટાં મશીનો અને ઉદ્યોગો અને ત્યાંની નવી સમાજરચનાની એ લોકો વાતો કરે છે. પણ ગાંધીજીનો એ રસ્તો નથી.
આપણા પર જે માણસોના રક્ષણની જવાબદારી હોય, એમના પર જોખમ આવતાં ખાટલા તળે ભરાઈ જવું કે બારણાં અડકાવી દેવાં, એના કરતાં તો રક્ષણ માટે લડતાં લડતાં મરી જવું સારું. જાનવર પણ સંકડામણમાં આવતાં શિંગડાં ઉઠાવે છે, તો માણસ પોતાની બહેનદીકરી પર જોખમ આવતાં નાસી જાય એ તો જાનવરથી પણ ભંડો કહેવાય. આપણામાંથી કાયરતા કાઢી નાખવી જોઈએ.
- સાચા કુળવાન | વ્યક્તિઓના સારા જીવનથી જ સામાજિક જીવન ઊંચું થાય છે. જેની પાસે ઓછી શક્તિ હોય એને શક્તિવાળાઓએ ઊંચા લેવા જોઈએ. કોઈ ધનિક હોય તેની ઈર્ષા નહીં કરવી જોઈએ. ગરીબ હોય તેનો તિરસ્કાર નહીં કરવો જોઈએ. એબો કાઢ્યા વિના સ્વતંત્ર હિન્દુસ્તાનને શોભાવી નહીં શકો. આજે જે માણસ જાતમહેનત પર આધાર નહીં રાખે તે ભાંગી પડવાનો છે.
અમે મોટા ગામના છીએ એવું મિથ્યાભિમાન, અમે ઊંચા કુળના છીએ એવું મિથ્યાભિમાન આપણે છોડવું જોઈએ.
જેમણે સરકારની ખુશામત કરેલી, પોતાના સમાજનું નુકસાન કરીને સરકારને મદદ કરેલી એમને દેસાઈગીરીઓ મળેલી. એનું અભિમાન શું ? ખરાં કુળ તો હવે રચાવાનાં છે. જે સેવા કરે અને જે ચારિત્રવાન હોય એ જ સાચા કુળવાન છે..
ન ૩૫ ]