Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 7
________________ Seller mer malası safzie Brocablelaki આ નામકર્મનો સંવેધ તે વખતે અભ્યાસ કરતાં પૂ. આ. ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પૂ. ચંદ્રલત્તાશ્રીજી મ. ના શિષ્યા પૂ. જ્યોતિમાલાશ્રીજીના શિષ્યા પૂ. સા. જિનદર્શિતાશ્રીજી મ. એ વિસ્તારથી લખો. ત્યારબાદ વિ. સં. ૨૦૫૧ ના ચાતુર્માસમાં પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન-વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મ. ના સુશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી નિર્મમાશ્રીજી મ.પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. આદિ ચાતુર્માસ હતા ત્યારે તેમના સાધ્વીજી ભગવંતોને આઠે કર્મનો સંવેધ ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઘટાવવા પૂર્વક તેમજ જીવસ્થાનક અને ગુણસ્થાનક ઉપર પણ જુદા જુદા બંધસ્થાનકના બંધભાંગાનો ઉદયસ્થાન ઉદયભાંગા અને તેના ઉપર સત્તાસ્થાન ઘટાવવાપૂર્વક સંવેધ કરાવ્યો અને તે સંવેધ વિસ્તારથી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યગિરીશ્રીજી મ. સા. એ લખ્યો. આમ વિસ્તારથી સંવેધ લખ્યા પછી બાસઠ માર્ગણામાં પણ બંધસ્થાનક ઉપર ઉદયસ્થાન અને સત્તાસ્થાનનો સંવેધ કરાવ્યો અને તે પણ બાસઠ માર્ગણા ઉપર વિસ્તૃત તે સંવેધ પૂ. સા. શ્રી દિવ્યગિરીશ્રીજીએ લખ્યો. આ રીતે આ વિસ્તારથી લખાણ તૈયાર કરવામાં ભણનારાં પૂ. સાધ્વીજી ભગવંતોના અથાગ પ્રયત્ન કારણભૂત છે. આ લખાણ તૈયાર થયા પછી પછીના વર્ષે પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સા. શ્રી ભાવવધનાશ્રીજી મ. આદિ તેમજ પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મ. ના સાધ્વીજી ભગવંતો પૂ. સા. લાવણ્યશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા) મ. સા. ના સા. શ્રી કાશ્મીરાશ્રીજી મ. ના શિષ્યાઓ વિગેરેને ભણાવતી વખતે લખાણમાં જ્યાં જણાય ત્યાં ઉદયભાંગા ઉપર વધારે સ્પષ્ટતા પૂર્વક સત્તાસ્થાનો ઘટાવ્યાં. આ લખાણ પૂ. સા. ભાવવધનાશ્રીજી મ. આદિએ ફરી પ્રેસકોપી જેવું લખી આપ્યું. આ ગ્રંથ પ્રકાશિત કરતાં પૂર્વે આ વિષયના પ્રખર વિદ્વાન કર્મ સાહિત્યના અજોડ સર્જક પૂ. આ. ભ. વીરશેખર સૂરીશ્વરજી મ. સા. ને વાંચવા મોકલ્યું. પૂજ્યશ્રી અતિ વ્યસ્ત હોવા છતાં પણ સમય આપી સંપૂર્ણ લખાણ તપાસી સુધારા-વધારા સૂચવ્યાં. તે મુજબ આ લખાણ તૈયાર થયું. પૂ. આચાર્ય ભગવંત આ વિષયના અજોડ અભ્યાસુ હોવાથી ઘણી જગ્યાએ નવું પણ જાણવા મળ્યું, તે બદલ પૂજ્યશ્રીનો ખૂબ ઋણી છું. તેમજ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથના ઊંડા ચિંતક પૂ. પં. અભયશેખર વિ. ગણિ પાસેથી પણ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનું લખાણ તૈયાર કરવામાં ઘણું જાણવા મળ્યું છે. તે બદલ પૂજ્યશ્રીનો પણ આભારી છું. પૂ. સા. મ. પુષ્પલત્તાશ્રીજી મ. તથા પૂ. પુષ્પદન્તાશ્રીજી મ. સાહેબે પ્રફ રિડીંગમાં ઘણી સહાય કરી છે. તેથી તેઓશ્રીને પણ વંદના સાથે યાદ કરું છું.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 466