________________
લાગી જાય છે. પ્રબળ લોકોપકાર કે ધર્મ પ્રભાવનાનું નિમિત્ત મળતાં, એ પવિત્ર આત્માઓને જે ‘સંકલ્પ’ જાગે છે તેની પૂર્તિ, દિવ્યજગતના સાત્ત્વિક શક્તિ ધરાવનારા આત્માઓ, સ્વયં કર્તવ્ય ભાવે કરતા હોય છે. જગત આવી ઘટનાઓને ‘ચમત્કાર’ કહે છે. પૂજ્ય દાદાસાહેબના જીવનમાં આવા અદ્ભુત ચમત્કારિક પ્રસંગો બન્યા હતા. એવા કેટલાક પ્રસંગોનું ટૂંક વર્ણન અહીં આપીશું.
પૂજ્ય દાદાસાહેબના તપસ્તેજ, બ્રહ્મચર્ય અને પુણ્યબળથી શ્રી બટુક ભૈરવ નામના એક ‘વીર' દેવ સ્વયં તેઓના ભક્ત અને સેવક બન્યા હતા. 'રેવા વિ તે નમસતિ, નસ્ય ધર્મો સયા મળશે' - જેમનું મન ધર્મમાં લીન હોય છે એવા આત્માઓને દેવો પણ નમસ્કાર કરે છે એ વિધાનનું જાણે આ ઘટના પ્રતિબિંબ પાડે છે.
ખંભાતમાં એક વખત ઈદના દિવસે મુસ્લિમ લોકો કુરબાની માટે ગાયને લઈ જતા હતા. પૂજ્ય દાદાસાહેબ ત્યારે ખંભાતમાં હતા. શ્રાવકોએ આ ઘટના પૂજ્ય દાદાસાહેબને વિદિત કરતાં તેઓશ્રીએ ઈચ્છા-શક્તિથી ગાયને અદૃશ્ય કરી. પરિણામે નવાબ તથા અન્ય મુસ્લિમ લોકો પ્રભાવિત થયા અને દાદાસાહેબ પાસે ધર્મબોધ પામી અહિંસાના ઉપાસક બન્યા.
ઉનાવામાં એક સોનારણ ગૃહિણીએ, અજ્ઞાનજન્ય તિરસ્કારવૃત્તિથી પૂજ્ય દાદાસાહેબને છાણ વહોરાવી દીધું. એ સ્ત્રીના પતિને એ વાતની ખબર પડતાં તરત જ ક્ષમા માગવા આવ્યો. તેને ધર્માભિમુખ બનાવવાની ભાવનાથી પૂજ્ય દાદાસાહેબે છાણને દિવ્ય શક્તિથી ખીરમાં પલટાવી નાખ્યું અને કહ્યું, ‘તમારી પત્નીએ અમને છાણ નહિં પણ ખીર જ વહોરાવી છે, જુઓ આ પાત્ર'. આવા સમભાવ અને પ્રભાવને જોઈને ઉનાવા ગામના સોનીઓના પાંચસો
ઘર શ્રાવક બન્યા.
જોધપુરના મહારાજ રાવ ગાંગા પૂજ્ય દાદાસાહેબને ખૂબ આદર આપતા. તેમના કુંવર માલદેવ યુવરાજ હતા ત્યારથી પૂજ્ય દાદાસાહેબના ૫૨મ ભક્ત અને સેવક હતા. એમના રાજ્યકાલમાં એક વર્ષ દુકાળ પડયો, પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ ત્યારે માલદેવે દાદાસાહેબને આ સંકટ દૂર કરવા પ્રાર્થના કરી. પૂજ્ય દાદાસાહેબના સેવક બટુક ભૈરવ દેવે, વૃષ્ટિ કરીને દુષ્કાળનો ભય દૂર કર્યો એવો ઉલ્લેખ અનેક છંદો-સ્તુતિઓમાં મળે છે.
આવા બીજા પણ પ્રસંગો છે. વસ્તુતઃ આવા ‘ચમત્કારો' કંઈ પૂજ્ય દાદાસાહેબની મહાનતાનું પ્રતીક નથી. આવા ચમત્કારો સાંભળીને ભૌતિક સિદ્ધિઓ માટે પૂજ્ય દાદાસાહેબની ઉપાસના કરવાનું વલણ કયાંક જોવા મળે છે, એ જાતની વૃત્તિથી કરાતી ઉપાસના કે આરાધના સામે પૂજ્ય દાદાસાહેબનો પોતાનો પ્રચંડ વિરોધ હતો. આ ચમત્કારો સહજ ભાવે ‘બની’ ગયા હતા, ‘કર્યા’ ન હતા, એમ કહીએ તો ચાલે. આ બધાનું મહત્ત્વ હોય તો એટલું જ કે આવી સાત્ત્વિક શક્તિઓ, આધ્યાત્મિક ઉપલબ્ધિની ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યાનું બાહ્ય ચિહ્ન છે, સામાન્યજન પણ જોઈ શકે એવી નિશાની છે.
લોકોપકારક વ્યક્તિત્વ
પૂજ્ય દાદાસાહેબના પવિત્ર જીવન અને મૈત્રીભાવ, કરુણા અને સમતા જેવા ગુણોને પ્રાધાન્ય આપતી ઉપદેશપદ્ધતિના પરિણામે રૂપે, જીવન-પરિવર્તન તથા સમાજ ઉન્નતિના આદર્શ દૃષ્ટાંતો સર્જાયા .
રાધનપુરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘણા લાંબા સમયથી ક્લેશ અને કુસંપ રહેતો હતો. પૂજ્ય દાદાસાહેબે મૈત્રીભાવનું મહત્ત્વ સમજાવી એ કુસંપ મિટાવ્યો અને શાંતિ પ્રસરાવી.
માળવામાં કેટલાક પાખંડીઓને સમજાવી સન્માર્ગે વાળ્યા. એક સ્થળે ૨૪ મુસ્લિમ ‘પીરો’ને પ્રતિબોધ પમાડી ધર્માભિમુખ કર્યા.
૨૦
Jain Education international
For Private & Personal Use Only
સંઘસૌરભ
www.jainelibrary.org