________________
શ્રત અને સાધનાના સમર્પિત સાધક મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મહારાજ
લેખિકા પૂ.સાધ્વી શ્રી પૂર્ણકળાશ્રીજી મ.ના
લઘુશિષ્યા સા. દિવ્યદર્શિતાશ્રી
પરમ પૂજ્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ જિનશાસનના એક પ્રતિભાશાળી શ્રમણભગવંત છે. બહુમુખી વ્યક્તિત્વ, ઊંચી પાતળી દેહયષ્ટિ, હસતો ચહેરો, સૌમ્ય આકૃતિ. 'બાકૃતિઃ પુજન થયેતિ' એ ઉક્તિ અનુસાર પ્રથમ દર્શને જ દર્શકને તેઓશ્રીની સૌમ્યતાની ઝાંખી થાય. દર્શન કરવા આવનારની આંખો ઠરે ને હૈયું પણ ઠરે.
જન્મભૂમિ બિદડા-કચ્છ. પુણ્યશાળી પિતાશ્રી પદમશીભાઈ નરશી દેઢિયા અને કેશરબાઈ માતાના કુલદીપક. છ ભાઈઓમાં સૌથી નાના. નામ ધીરજલાલ. જન્મ સં. ૨૦૧૦ જેઠ વદ ૧, તા. ૧૮ જૂન ૧૯૫૪. લઘુવયમાં માતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યાં. સ્કૂલનું ભણતર શક્ય ન બન્યું. પિતાશ્રી બાળકોને લઈને મુંબઈથી કચ્છમાં આવ્યા. પ.પૂ. મંડલાચાર્ય ગણિવર શ્રી કુશલચંદ્રજી મ.સા.ના સંતાનીય પ.પૂ. શાંતમૂર્તિ પ્રીતિચંદ્રજી મ.સા. એ સમયે કચ્છમાં વિચરતા હતા. પદમશીભાઈ નાના બન્ને બાળકો લઈ દર્શનાર્થે ગયા. પૂ. દિનેશચંદ્રજી મ.સા. જે પદમશીભાઈના સંસારપક્ષે બનેવી થતા હતા, તેમણે બાળકોની માંગણી કરી. પદમશીભાઈની તો ના હતી જ નહિ. પૂ. પ્રીતિચંદ્રજી મ.સા. જ્યોતિષ–સામુદ્રિકના જાણકાર હતા. એટલે બાળકોના લક્ષણ જોયા હશે. નાના ધીરજલાલને રાખ્યો ને મૂલચંદને પરાણે પાછો વાળ્યો.
ધીરજલાલે બે-ત્રણ વર્ષ પૂ. ગુરુમહારાજની સાથે રહીને અભ્યાસ કર્યો. અને રાજનગર-અમદાવાદ શહેરમાં સં. ૨૦૨૨માં મહા સુદ ત્રીજના શુભદિવસે આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ.સા. જેવા મહાપુરુષના હાથે દીક્ષા પ્રદાનવિધિ થઈ. “ભુવનચંદ્રજી' નામ અપાયું. ગુરુમહારાજે બાલમુનિની તીવ્રસ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ જોઈ લીધી. એટલે અધ્યયન માટે પંડિત રાખી વ્યાકરણ આદિનો અભ્યાસ શરૂ કરાવ્યો પણ ત્રણ વર્ષ પછી ગુરુમહારાજે ચિરવિદાય લીધી. ત્યારે મહારાજ સાહેબની ઉંમર પંદર વર્ષની હતી. ગુરુદેવના વાત્સલ્યભાવથી વંચિત બન્યા. પંડિતો પાસે અભ્યાસ ચાલુ રહ્યો. પ્રબળ પુરુષાર્થને મેધાની તીવ્રતાને કારણે જ્ઞાનયજ્ઞ નિરંતર વિકાસમય રહ્યો. સ્વયં કે ૪૪
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org