________________
યોગ્ય પ્રોત્સાહન આપતા એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિકો-સાપ્તાહિકો વગેરે સામયિકોમાં ઘણા લેખો પ્રકાશિત થતા રહ્યાં. “ધર્મલાભ' માસિકમાં “મહિલા મહોદય’ વિભાગનું સુંદર સંપાદન કર્યું. “સુનંદા-સુતેજ પુષ્પમાળા'ના ચૌદ પુષ્પો બહાર પાડ્યાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગીતાશ્રીજી, શ્રી મનોજિતાશ્રીજી અને શ્રી પાર્થચંદ્રાશ્રીજી પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વી શ્રી મનોજિતાશ્રીજીએ દીક્ષા લીધી ત્યારથી, ૧૭ વર્ષથી, પૂજ્ય દાદીગુરૂ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ર હતાં.
પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કોટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખોના પ્રમાણમાં કર્યા હતા.
વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્ય સાધ્વીજી મહારાજ જેસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા અને દેવીકોટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સં. ૨૦૫૦ માગસર વદ ત્રીજના સવારે ૯ કલાકે તેઓશ્રી આકસ્મિક દેવલોક પામ્યાં. બીજા દિવસે વદ ચોથના બાડમેર શહેરમાં દિવંગત સાધ્વીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખોટ પડી છે.
ધર્મવીર શ્રી હેમરાજભાઈ
કચ્છ-કોડાયના શ્રી હેમરાજ ભીમશી એક ઘર્મવીર પુરુષ હતા. થાર મિત્રો સાથે ભાગીને શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે એમણે દીક્ષા લીધી, પરંતુ વડીલો તેમને પાછા લઈ આવ્યા. બીજીવાર ભાગી ગયા ત્યારે ગુરૂએ દીક્ષા ન આપી પણ ભણવાની વ્યવસ્થા કરી આપી. શ્રી હેમરાજભાઈએ જૈન આગમો, શાસ્ત્રો તથા શ્રી પાર્શ્વયંદ્રસૂરિજીના ગ્રંથોનો ખૂબ અભ્યાસ કર્યો. કચ્છ આવીને કોડાયમાં સદારામ સંસ્થા” તથા “અવઠંભ શાળાની સ્થાપના કરી. દાદાસાહેબના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારી આ સંસ્થામાં સેંકડો ભાઈ–મ્બહેનોએ ઘર્મનું ઉચ્ચ શિક્ષણ મેળવેલું. આ સંસ્થાના કારણે કોડાય કચ્છનું કાશી' બની ગયું. શ્રી હેમરાજભાઈએ સ્થાપેલ જ્ઞાનભંse,જિનાલય,વિધાપીઠ તથા પાંજરાપોળ આજે પણ કોડાથમાં છે. સં. ૧૯૪૪માં વડોદરા મધ્યે નાની ઉંમરે જ તેમનું અવસાન થયું.
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org