________________
વિ.સં. ૨૦૩૪માં તેમનો ૭૫ વર્ષનો સંયમપર્યાય મહોત્સવ ઉજવાયો, તેવો જ શતાયુ-પૂર્તિ મહોત્સવ સં. ૨૦૩૭માં ઉજવાયો. આ બંને મહોત્સવમાં વિવિધ પ્રકારના પૂજનો-અનુષ્ઠાનો-તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કોઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દૃશ્ય ધન્યતાનો અનુભવ કરાવી જતું.
ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિકો તેમ જ દૂર દૂર રહેતા લોકો આ શતાયુ સાધ્વીજી મહારાજની વાતો સાંભળીને દર્શનાર્થે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતા. પોતાને આવો અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતો દૂર દૂર સુધી ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીના આ શતાયુથી અનુમોદક, અનુમોદના અને અનુમોદના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માના સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધર્મની જ્યોતિરૂપ પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવો ઉજવી શ્રી સંઘ કૃતકૃત્ય બની ગયો.
વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂજ્ય શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણાશ્રીજી અને શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પણ ચોવીસ કલાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધો. પૂજ્ય શ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ, એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજો જીવન સમાતિ મહોત્સવ પણ શ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઉજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિનો લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્થચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણીનો સદ્વ્યય કરવા ઉજવાળ બન્યો. સંયમપર્યાય મહોત્સવ, શતાયુપૂર્ણ મહોત્સવ અને જીવન-સમામિ મહોત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી!
ધન્ય જિનશાસન ! ધન્ય શ્રી પાર્થચંદ્રગચ્છ ! ઘન્ય પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ!!!
श्री जिनागमबोहित्थं संसारार्णवतारणं ।
ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥ આ શ્લોક શ્રીમદ્ નાગપુરીય તપાગચ્છાધિરાજ ભટ્ટાદક શ્રી પાર્શ્વયંદ્રસૂરિએ થેલા ઘણા ગ્રંથોની આદિમાં ઘરેલો છે. એનો અર્થ એવો છે કે સંસાર રૂપ સમુદ્રથી તારનાર શ્રી જિનાગમરૂપી જહાજ જેણે મને બતાવ્યું તે શ્રી ગુરુને નમસ્કાર' આ ઉપરથી તથા બીજા ઘણા પુરાવાથી સિદ્ધ થાય છે કે શ્રી પાર્શ્વયંદ્ર સૂરિએ શ્રી જિનાગમને અનુસરીને જ ક્રિયા ઉદ્ધાર કર્યો છે. અને ખરું જોતાં આજકાલ આપણને મુખ્ય આધાર પણ શ્રી જિનાગમનો જ છે માટે તેને અનુસરતી વિધિયુક્ત ક્રિયા કરવાથી આપણને બહુ લાભ પ્રાપ્ત થાથ છે. ‘પંચ પ્રતિક્રમણ સૂત્ર’
- સંવિપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦
સંઘસૌરભ
( ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org