________________
શ્રી પાશ્ચચંદ્રગચ્છના રત્ન પ્રખર પ્રવક્તા વિદુષી પૂજ્ય સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજ
લેખિકાઃ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ'
વિ. સં. ૧૯૭૪માં પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વર્ષે યોગનુયોગે મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાંદાતાર) ગામમાં ઘર્મનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદના ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નનો જન્મ થયો. શક્રના (ઈન્દ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતા-પિતાએ નામ પાડયું શકરીબહેન. શાળામાં હંમેશાં અવ્વલ દરજો પાસ થતા શકરીબહેન ૮ વર્ષના થયા ત્યારે સં. ૧૯૮૧માં પૂજ્યશ્રી ખાંતિશ્રીજી મહારાજ ઠાણા ૨ ચોમાસું પધાર્યા. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અર્થે જતાં. એમાંથી તે ગુરૂ પ્રત્યે આકર્ષિત બન્યા કે, એમણે દૃઢ નિશ્ચય કરી લીધો કે, આ જ મારા ગુરૂ; હું એમની શિષ્યા બનીશ. એવો સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડયું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણનો અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી; ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાનો પણ સાથ સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરૂ એ જ મારા ગુરૂ. એમ ગુરૂ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ઘર્મનો અભ્યાસ વ્યસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકાઓ ઉપાશ્રયના આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યાં. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યનો વિજય થતાં શ્રી પાર્થચંદ્રગચ્છના શિરોમણિરૂપ પૂજ્ય શ્રી જગતચંદ્રજી મહારાજ (બાવાજી), પૂજ્ય શ્રી સાગરચંદ્રજી મહારાજ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ત્રીજના દીક્ષા દિવસ નિર્ધારિત થયો. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણ સંયોગે ચંદ્રાબહેનનું નામ પૂજ્ય શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજના શિષ્યા અને શકરીબહેનનું નામ પૂજ્ય શ્રી – ૭૮ E
સંઘસૌરભ
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org