________________
ક્યારેક કોઈ ધરતી એટલી ફાલતી-ફોરતી બની જતી હોય છે કે એમાંથી એક પછી એક અપૂર્વ અને અસાધારણ વ્યક્તિમત્તાઓ જ પાકવા માંડે! ગુજરાત અને મારવાડમાં એવાં ઘણાં સ્થાનો છે કે જેમાંથી જિનશાસનને શોભવતાં અનેક સાધુ-સાધ્વીજીઓ બહાર પડચાં હોય! એવું એક સ્થાન કચ્છનું નવાવાસ (દુર્ગાપુર) ગામ પણ ગણી શકાય. જીવનના આનંદયાત્રી પૂજ્ય શ્રી આનંદશ્રીજી મહારાજ પણ આ જ ધરતીનું સંતાન છે.
નવાવાસ ગામમાં પિતા વેલજીભાઈ આસારિયા અને માતા વેલબાઈને ત્યાં વિ.સં. ૧૯૭૨માં એક બાળાનો જન્મ થયો. આ બાળા સંસારની લીલા જોવા જ જાણે અવતરી હોય તેમ તેનું નામ લીલબાઈ રાખવામાં આવ્યું. લીલબાઈ નિશાળમાં ભણતા થયાં તે સાથે જ ધર્મસૂત્રો શીખવાની પણ પ્રીતિ જાગી. એવામાં વિ.સં. ૧૯૯૪માં પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજ અને પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ ઠાણા છ નવાવાસ ગામે ચોમાસું પધાર્યા. ભણતી બાળાને જાણે ભાવતું મળી ગયું. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનો સહવાસ તેને બહુ ગમી ગયો. પૂર્વના લેખ લખાયા હોય તેમ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પ્રસંગ આવી મળતાં હોય છે. ૧૧ વર્ષની લીલ ઉપાશ્રયમાં જ રહેવા લાગી. ધર્મસૂત્રોની ગાથાઓ ગોખીને કંઠસ્થ કરીને ગુરૂને આપવી અને નવી ગાથા લેવી એ તો નિત્યક્રમ થઈ ગયો. ધર્મમય વાતાવરણ વચ્ચે ચોમાસું પૂરું થયું. મારે તો દીક્ષા જ લેવી છે એવું રટણ કરતી આ બાળા, કુટુંબીજનોની રજા લઈ અંતરના ઉમંગથી ગુરૂજી સાથે પગપાળા વિહાર કરવા ચાલી નીકળી. વિહારમાં પણ ગાથા લેવી અને આપવી એ તેનો નિત્યક્રમ થઈ પડયો હતો. ચારિત્રધર્મની તાલીમ લેવાની તમન્ના રાખતી બાળા દરેક પ્રવૃત્તિ ૫૨, ક્રિયા પર લક્ષ આપવા લાગી. ગુરૂમા શું કરે છે, કેમ કરે છે, તે ધ્યાનમાં રાખવા લાગી. ગુરૂમા થોડું શીખવે તો ઝાઝું શીખી જાય. એમ કરતાં કરતાં વિ.સં. ૧૯૮૫નું ચોમાસું કચ્છના નાના ભાડિયા ગામમાં થયું. ત્યાંના આગેવાન શેઠ શ્રી મુળજીભાઈ દેવજીભાઈ પટેલ નામના શ્રાવકને લીલબાઈને જોઈને જ સ્નેહ જાગ્યો. આટલી નાની વયમાં દીક્ષાર્થી છે એમ જાણી તેના રહેવા-જમવાની સગવડ પોતાને ઘેર કરી આપી, અને તેના ઉપર પુત્રીવત્ પ્રેમ રાખવા લાગ્યા.
૭૬
મહાન ગુરુભક્ત-આનંદમયી પૂજ્ય સાધ્વીશ્રી આનંદશ્રીજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
સંઘસૌરભ
www.jainelibrary.org