________________
પૂજ્યશ્રીનો પરિવાર પણ તેમનાં પગલે ચાલી, તેમના સંસ્કારોથી સંસ્કારી બની, વિચારી રહ્યો છે; આત્મકલ્યાણ સાધીને પરોપકારી બની, સંયમી જીવનને શોભાવી રહ્યો છે. પ્રથમ શિષ્યા પૂજ્યશ્રી ઘનશ્રીજી, બીજા અદ્વિતીય શિષ્યા પરમ વિદુષી શ્રી સુનંદાશ્રીજી, તેમનાં ૧૩ શિષ્યા, ૧૨ પ્રશિષ્યા અને ૨ પ્રશિષ્યાઓનાં શિષ્યાઓ તેમજ તેમનાં સંસારી ભત્રીજી-શિષ્યા શ્રી ઉઠેકારશ્રીજી, પોતાના ૭ શિષ્યાઓ અને ૧૨ પ્રશિષ્યાઓ આદિ દીર્ઘ શિષ્યા પરિવાર ધરાવતાં હતાં.
- પૂજ્યશ્રીનો આત્મા વિ.સં. ૨૦૩૪નું ચાતુર્માસ મુલુંડ સ્થિર હતાં, ત્યારે શ્રાવણ સુદ ૭ ને શુક્રવારે સ્વાતિ નક્ષત્રે ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી, ૬૦ વર્ષનો ભવ્ય દીક્ષા પર્યાય પાળી, મુલુંડના શ્રી પાર્શ્વચંદ્ર જ્ઞાનમંદિરમાં, આ ભવની સમજ્જવલ કાર્યવાહી સમાપ્ત કરી, સાત સકાર યોગમાં સ્વર્ગવાસી બન્યો.
પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજનો વિશાળ સાધ્વી પરિવાર આજે શાસનનો જય જયકાર પ્રવર્તાવી રહ્યો છે. એવા એ ધર્મધુરંધર શાસનપ્રભાવક સાધ્વીરત્નાને કોટિ-કોટિ વંદના!
અથલગચ્છની મુનિરાજ શ્રી ગૌતમસાગરજી મહારાજે પૂજ્ય આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીની નિશ્રામાં યતિપદ છોડી સંવેગી સાઘુપદ સ્વીકાર્યું હતું. એમના શિષ્ય શ્રી દાનસાગરજીની દક્ષા અમદાવાદ-શામળાની પોળના શ્રી પાર્શ્વયંદ્રગચ્છના ઉપાશ્રયમાં થઈ હતી; આ દીક્ષા પ્રસંગ અમદાવાદ શ્રી પાર્વચંદ્રગછે પૂજ્ય આચાર્ય શ્રી ભાતચંદ્રસૂરિજીની પ્રેરણાથી ધામધૂમથી ઉજવ્યો હતો.
પાલિતાણામાં કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજની સર્વપ્રથમ ઘર્મશાળા કછ – મોટી ખાખરના શા. રવજી દેવરાજ તથા શા. રણશી દેવરાજે બંઘાવી.
પાલિતાણાની તળેટીમાં આવેલા બાબુના દહેરાસરની બાવન દેટીમાંથી એક દેરી બિદડા (કચ્છ)ના શા.માલશી લાઘાએ પૂજ્ય શ્રી કુશાલચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી બનાવી હતી.
સંઘસૌરભ
( ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org