________________
પ્રખર વક્તા પૂજ્ય પ્રવર્તિની સાધ્વીશ્રી ખાંતિશ્રીજી મહારાજ
લેખિકાઃ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ”
ગુ' એટલે હૃદયરૂપી ગુફામાં ‘રૂ' એટલે પ્રકાશ પાથરે એનું નામ ગુરૂ. એવા શક્તિશાળી ‘ગુરૂ'નો જીવનમાં યોગ થાય તો તે યોગથી જીવન સફળ બને. પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ એવા શક્તિશાળી ગુરૂ હતાં.
કચ્છ પ્રદેશની કામણગારી ધરતી પર માંડવી તાલુકામાં નાનું નમણું નાગલપુર નામનું ગામ છે. એ ગામમાં પિતા પૂંજાભાઈ અને માતા મૂળીબહેનને ત્યાં વિ.સં. ૧૯૫૮માં તેમનો જન્મ થયો. પોતાની સુપુત્રી સાચા જીવનને જીવી જાણે એ આશયથી “જીવા' નામ રાખ્યું. અને જીવાં ખરેખર જીવિતવ્યને જીવી જાણનારી યથાર્થ નામ નીવડી! શાળાનું શિક્ષણ મળે એવા સંજોગો નહોતા. ખેતીવાડીનું કામ કરતાં કરતાં મોટીબહેન ભાણબાઈ પાસે કક્કાવલીનું જ્ઞાન મેળવ્યું અને વાંચતા-લખતાં શીખી લીધું. ફઈબા (પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ) દીક્ષિત બનેલાં હોવાથી એ કુટુંબમાં ઘર્મની ભાવના તો હતી જ. મોટીબહેન પાસેથી જીવાંબહેને બે પ્રતિક્રમણનું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ જીવાંબહેન નાનપણથી સ્વતંત્ર મિજાજવાળાં અને તોફાની હતાં. સમવયસ્કો સાથે તોફાન કરવામાં મોખરે રહેતાં.
જીવાંબહેન ચૌદ વર્ષના થતાં માતા-પિતાએ બાજુના રાયણ ગામના રહેવાસી શ્રી રામજીભાઈ મગુ સાથે તેમનાં લગ્ન કર્યા પરંતુ જીવનને સાચે માર્ગે જીવવાનું વિધિવિધાન રચીને જ જવાબહેન આ લોકમાં અવતર્યા હશે કે શું? ટૂંકા સમયમાં જ ઝેરી તાવે રામજીભાઈને ભરખી લીધા. જીવાંબહેનનું સંસારી જીવન નંદવાઈ ગયું; પરંતુ જીવાંબહેન લેશમાત્ર ચલિત થયાં નહીં. પૂર્ણ સ્વસ્થ રહી, શોકના દિવસો પૂરાં થતાં, પિયર આવ્યાં ને ત્યાંથી ફઈબા (પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ)પાસે અભ્યાસ કરવા માટે વિરમગામ આવ્યાં. ત્યાં ખૂબ ગમી ગયું. ત્યાંથી આગળ ધાર્મિક અભ્યાસ કરવા અમદાવાદ પૂજ્ય શ્રી પૂનમચંદ્રજી ગણિ પાસે આવ્યાં. વૈરાગ્યભાવના દૃઢ થતાં દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. વિ.સં. ૧૯૭૪ના વૈશાખ વદ પાંચમના શુભ દિવસે મહોત્સવ ઉજવાયો. જીવાંબહેન પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ નામે ઘોષિત થયાં. સંઘસૌરભ
૭૩ કે
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org