________________
સરલાત્મા અને સદાનંદી પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજની જન્મભૂમિ ખંભાત હતી. પિતાનું નામ સાકળચંદ નાથાભાઈ, સંસા૨૫ક્ષે નામ – શક૨ીબહેન, જન્મ સં. ૧૯૫૦. બાળવયે વિધવા થયા અને મન ત્યાગમાર્ગે વળ્યું. સં. ૧૯૭૦માં ધ્રાંગધ્રા મુકામે પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજના સંઘાડામાં દીક્ષિત થયા. સાધ્વીશ્રી પ્રભાશ્રીજીના શિષ્યા તરીકે તેમનું નામ પ્રીતિશ્રીજી પાડવામાં આવ્યું. પ્રીતિશ્રીજીમાં સેવાનો ગુણ વિશેષ હતો. મોટા ગુરૂણી ચંદનશ્રીજીની છેવટ સુધી સેવા કરી. ચંદનશ્રીજી મહારાજ છેલ્લા પંદરેક વર્ષ ખંભાતમાં સ્થિર હતા, પ્રીતિશ્રીજી સતત તેમની સેવામાં હતા. પ્રીતિશ્રીજી મહારાજે પણ પોતાના પાછલાં વર્ષોમાં ખંભાતમાં જ સ્થિરતા કરી હતી. તેઓ સદા આનંદમાં રહેતા. તપસ્યા અને જાપના પ્રેમી હતા. નવકારવાળી તો હાથમાં જ હોય. છેલ્લા બે-ત્રણ વર્ષમાં અરિહંત પદનો સવા કરોડ જાપ કર્યો હતો. અરિહંતનું સ્મરણ કરતાં કરતાં સં. ૨૦૪૦ મહા વદ અમાસના પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. સાધ્વીશ્રી મહોદયશ્રીજી મહારાજ આદિ ઠાણા તેમની સેવામાં હતા. સૌમ્યમૂર્તિ પ્રીતિશ્રીજી મહારાજને ખંભાતનો સંઘ આજે પણ યાદ કરે છે.
સંઘસૌરભ
Jain Education International
સૌમ્યમૂર્તિ
પૂજ્ય સાધ્વીશ્રી પ્રીતિશ્રીજી મહારાજ
ᎦᏬᏋ
મોટી ખાખરના શેઠ કોશી કેશવજીના ધર્મપત્ની પુરબાઈએ પાલિતાણામાં ધર્મશાળા બંધાવી, જે પુરબાઈની ધર્મશાળા તરીકે ઓળખાય છે. એનું સંચાલન મુંબઈનું કચ્છી દહેરાવાસી જૈન મહાજન સંભાળે છે.
—
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org