________________
સ્વપર-કલ્યાણ-સાધક પૂજ્ય સાધ્વીશ્રી મહોદયશ્રીજી મહારાજ
સંકલન કર્તા: સાધ્વીશ્રી હર્ષપ્રભાશ્રીજી
સાધ્વીશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી
એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતું, તો જૈનશાસનની રાજધાની ખંભાત હતું. આજે પણ એ શહેરમાં ઊભેલાં ગગનચુંબી ૬૬ જિનાલયો, અસંખ્ય ઉપાશ્રયો અને જ્ઞાનમંદિરો એ વાતની સાક્ષી પૂરે છે. એવ શહેરમાં સાગોટા પાળામાં ઓસવાળ જ્ઞાતિમાં ધર્મપ્રેમી શ્રાવક શ્રી મગનલાલ ઝવેરચંદ રહેતા. તેમનાં ધર્મપત્ની હરકોર શેઠાણીની રત્નકુક્ષિએ વિ.સં. ૧૯૫૪ના વૈશાખ સુદ ૧ ને દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયો. માતાપિતાએ નામ આપ્યું લક્ષ્મી પરંતુ ઘરના સૌ શકરી કહીને સંબોધતાં. લક્ષ્મીબહેન ચાર ભાઈ અને પાંચ બહેનો વચ્ચે લાડકોડથી ઉછરતાં હતાં, તેથી માતા-પિતા તેને સ્વતંત્રપણે તેની રુચિ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરવા દેતાં હતાં. કોઈ પૂર્વ ભવના સંસ્કારે લક્ષ્મીને તો નાનપણથી ધર્મ પ્રત્યે રુચિ કેળવાઈ! ઘર્મભૂમિ ખંભાતમાં તો એ માટે સર્વથા અનુકૂળતા હતી. શકરીબહેન નિયમિત દેવદર્શન જાય, ઉપાશ્રયો અને જ્ઞાનમંદિરોમાં ધર્મવિધિઓ અને શાસ્ત્રજ્ઞાન પામવા જાય. ઘણાં પ્રકરણ સૂત્ર કંઠસ્થ કર્યા એમ કરતાં કરતાં જીવન પ્રત્યે વૈરાગ્ય ભાવ જભ્યો અને દીક્ષાની ભાવના થવા લાગી. મમતાળુ માતા-પિતા આ વાત સહન કરી શક્યા નહિ. તેઓએ લક્ષ્મીબહેનના લગ્ન વિ. સં. ૧૯૬૭માં ઝવેરી દલપતભાઈ ખુશાલભાઈના સુપુત્ર બાપુલાલભાઈ સાથે કરી દીધા. પતિ બાપુલાલ પણ ઘર્મપ્રેમી જીવ હતા. લક્ષ્મીબહેનનો સંસાર થોડો સમય સુખપૂર્વક ચાલ્યો હશે ત્યાં અચાનક બાપુલાલનું પ્લેગની બિમારીમાં અકાળ અવસાન થયું. શકરીબહેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તે આ આઘાત જીરવી શક્યા નહીં. કર્મરાજાએ સંસારની નિઃસારતા ફરી સમજાવી હોય તેમ, તેમનું મન વળી પાછું વૈરાગ્ય તરફ વળ્યું. પરંતુ શ્વસુર પક્ષની રજા ન હોવાને કારણે ભાવના ભાવતાં ભાવતાં ૧૭ વર્ષ સંસારમાં જ પસાર કરવાં પડ્યાં.
વિ.સં. ૧૯૮૮-૮૯માં શ્રી જગતચંદ્રજી ગણિવર્ય (બાવાજી) અને પૂજ્ય શ્રી સાગરચંદ્રજી સૂરિવર્થ (તે સમયે મુનિવર્ય) સપરિવાર ચાતુર્માસ બિરાજ્યા અને ભગવતી સૂત્રનું વાંચન કર્યું. ધર્મપંથમાં સ્થિર પ્રયાણ કરાવનારી
સંઘસૌરભ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org