________________
પૂજ્યશ્રી ગુરૂસેવામાં અને જ્ઞાનાભ્યાસમાં રત રહી કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતમાં વિચરતાં રહ્યાં. તેમની જ્ઞાનની ઓજસ્વિતા, તપની તેજસ્વિતા અને વ્યક્તિની વત્સલતાને વશવર્તીને તેઓશ્રીનો શિષ્યા-પરિવાર વધતો જ રહ્યો. પૂજ્યશ્રી સંયમયાત્રાનું અનુપાલન કરતાં. અનેકોને સંસારની અસારતા સમજાવી સંયમમાર્ગે સંચરવા પ્રેરતાં, ઘણાં વર્ષો વિચર્યા. વિ.સં. ૧૯૯૪માં મોટી ખાખર સંઘની વિનંતીથી સપરિવાર ત્યાં પધાર્યા. ‘લાછુમાં' તરીકે પ્રસિદ્ધ આગેવાન શ્રાવિકા લાછબાઈએ આખા ગામમાં અને આજુબાજુનાં ગામોમાં સારી એવી અનુમોદના જગાવી. પૂજ્યશ્રીની સારી એવી સેવાભક્તિ બજાવી. આનંદથી ચાતુર્માસ પૂર્ણ થયું.
પરંતુ દિવાળી પછી પૂજ્યશ્રી બિમારીમાં સપડાયાં. ન્યૂમોનિયા થઈ ગયો. એમાં તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. “તૂટી તેની બુટ્ટી નહીં' એ ન્યાયે, આ ટૂંકી બિમારીમાં, ૪૬ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યાં. શિષ્યા-પરિવારમાં પૂજ્ય શ્રી પૂનમશ્રીજી તથા પૂજ્ય શ્રી જનકશ્રીજી મહારાજે ખૂબ સેવાભક્તિ બજાવી લાભ લીધો. સકલ સંઘ અને લાછુમાએ પણ સારી સેવા કરી.
પૂજ્યશ્રીના પાર્થિવ દેહને જરકસીની પાલખીમાં પધારવી, ‘જય જય નંદા, જય જય ભદ્રા'ના ગગનભેદી જયઘોષ વચ્ચે, તેમના સંસારી ભાઈ શ્રી શામજીભાઈ શિવજીભાઈએ અગ્નિસંસ્કાર કર્યા. સકલ સંઘે દેવગતિસૂચક પગલાંના અને પુષ્પમાળના દર્શન કર્યા અને પૂજ્યશ્રીના ગુણગાન ગાયાં. ગામેગામ ગુણાનુવાદ સભાઓ થઈ. પૂજ્યશ્રીના આયંબિલ તપ અને દીક્ષા પ્રદાનનાં કાર્યો, જીવદયા અને શાસનપ્રભાવનાના કાર્યોની અત્યંત પ્રશંસા થઈ.
એવા એ તપસ્વી શ્રમણીરત્ના સાધ્વીજી મહારાજને અંતઃકરણપૂર્વક વંદના!
‘વેરાણબંઘીણિ મહoભથાણ માટે સર્વગ૭વાળાઓએ સર્વ ગચ્છતાળાઓ તરફ આજકાલ મથસ્થપણે સહથતા સાથવી સંપસલાહ અને મૈત્રીભાવથી વર્તવું ઘટિત છે. કારણ કે એમ કર્યાથી આપણો પરિણામ કિલષ્ટ ન થતાં સમતાપણામાં રહે છે અને તેથી આપણા મનમાં મંત્રીભાવનારૂપ Æવલ્લી પૂરતી વિકસિત થાય છે, જેના પરિણામમાં આપણે “તમેવ સä નિસંદું, ગં નિઢિ
’ એ પદ્ધતિને અનુસરીને પામેશ્વરી આજ્ઞાનું પાલન કરવા સમર્થ થઈ શકીએ છીએ. પંચ પ્રતિક્રમણ સૂત્ર’ - સંવિજ્ઞપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦
કે ૫૮
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org