________________
હતાં. જ્યાં જ્યાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધાર્મિક ઉત્સવ ઊજવાતા, અનેકોને વ્રતનિયમો ઉચ્ચરાવતાં, ઘર્મક્રિયા પ્રતિ અંતરભાવ જગવતાં. આમ, તેમની નામના ચોમેર ફેલાઈ હતી.
પરંતુ નામ એનો નાશ નિશ્ચિત છે. સમય જતાં તબિયત વધુ નાદુરસ્ત બની. વધુ નબળાઈ આવતી ગઈ. વિ.સં. ૨૦૦૪ની સાલમાં નવાવાસ શ્રી સંઘના ભાવિકોને વિચાર થયો કે, આપણા ગામના પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજની તબિયત અનુકૂળ રહેતી નથી; તો તેમને ચાતુર્માસ માટે વિનંતી કરીએ, જેથી સેવા-ભક્તિનો લાભ મળે. શ્રી સંઘની વિનંતીથી પૂજ્યશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. સંઘમાં આનંદ છવાઈ ગયો. ચાતુર્માસ દરમિયાન શ્રી સંઘે સારી એવી સેવા કરી લાભ લીધો. ડૉ. રતિલાલભાઈ અને અન્ય શ્રાવકો પણ ખડે પગે હાજર રહેતા. પરંતુ વૃદ્ધાવસ્થાને લીધે કોઈ ઔષધ કામયાબ નીવડતું ન હતું. શરીર વધુને વધુ અશક્ત થતું જતું હતું. ચાતુર્માસ પછી વિહાર શક્ય ન હતો. બીજાં ચાતુર્માસ પણ ત્યાં જ સ્થિરતા કરવાનો આગ્રહ થતાં ત્યાં જ રહ્યાં. સમસ્ત સંઘ અને શિષ્યા-પ્રશિષ્યા પરિવાર ખડે પગે સેવાચાકરી કરતો રહ્યો. પર્યુષણ-પર્વમાં તબિયત વધુ લથડી. ચોર્યાશી લાખ જીવાયોની સાથે ખમત-ખામણાં કરતાં પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પોતાની જીવન મર્યાદા શાંતિપૂર્વક સમાપ્ત કર, વિ. સં. ૨૦૦૫ના ભાદરવા સુદ બીજને ગુરૂવારે બપોરે ૨.૩૦ વાગે પંડિતમરણ સાધી પરલોકગામી બન્યાં. પોતાના વિશાળ શિષ્યા-પ્રશિષ્યા પરિવારને અને સકળ શ્રી સંઘને ચોધાર આંસુએ રડતાં મૂકી સ્વર્ગવાસી બન્યાં.
આવાં સુશીલ સાધ્વીજી સ્વર્ગવાસ પામવાથી સંઘમાં ખોટ પડી. તેઓશ્રીના સદ્ભાવી ગુણોને સંભારતાં, યાદ કરતાં શ્રી સંઘે શ્રી ઘેલાભાઈ પુનશીના પ્રમુખપદે ગુણાનુવાદ સભા યોજી. લેખિત અને મૌખિક ગુણ ગવાયા. તેમનાં મુખ્ય શિષ્યા પૂજ્ય શ્રી તત્ત્વશ્રીજી મહારાજે, શ્રી સંઘે ચૌદ મહિના સતત સેવા કરી સંતોષ આપ્યો અને પૂજ્ય ગુરુની
જ્યાં જન્મ્યાં ત્યાં સ્વર્ગવાસ પામ્યાં એનો આનંદ વ્યક્ત કર્યો, અને આશીર્વાદ આપ્યા. આત્મશ્રેયાર્થે ભક્તિ-મહોત્સવ ઉજવાયો. ગામેગામ પ્રભુપૂજાઓ ભણાવાઈ, પાખીઓ પાળવામાં આવી અને સૌ ગુરૂગુણમાં નિમગ્ર બની રહ્યાં.
એવાં એ વાત્સલ્યમૂર્તિ ગુરુણીને કોટિશઃ વંદન!
દાદાસાહેબ શ્રી પાર્શચંદ્ર સૂરીશ્વરજી (એ) મહાપુરુષે પોતાના નામનો લોભ રાખેલ નથી, અને આગમવતુપ્રસિદ્ધ કરવામાં કોઈ જાતનો સંકોચ ઘારણ કરેલ નથી, નિર્ભયપણે સત્યવતુ જણાવેલ છે. તેમનામાં વિદ્વતા, પ્રાકૃત-સંસ્કૃત અને ગૂર્જરભાષામાં કવિત્વશક્તિ, લેખનકળા અને તેની શુદ્ધતા, મૂત્રોના બાલાવબોધ સરલ ભાષામાં કરવાની શક્તિ અપૂર્વ હતી. તેમજ જિનuથન પણ શ્રદ્ધા, જ્ઞાનની જાગૃતિ-તીક્ષણતા, તેને અંગે તીવ્ર વિચારશકિત અને થાત્રિની નિર્મલતા વગેરે અલોકિક હતા. એમના ગ્રન્થોનો અભ્યાસ-મનન-ચિંતન જેમણે કરેલ હોય અને પોતે વિચારશીલ-વિવેકી હોય તેમની ઉપરની બીના આપોઆપ માલમ પડી આવે એમ છે.
- આ.શ્રી સાગરચંદ્રસૂહિ, “સપ્તપદીશાસ્ત્ર'ની પ્રસ્તાવના
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education international
For Private & Personal Use Only