________________
દેવલુક દ્વારા પત્રથી અને પ્રત્યક્ષપણે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળતાં રહ્યાં તે અવિસ્મરણીય છે. આ નામાવલિમાં અને આ ટૂંકા નિવેદનમાં કોઈ નામ, કોઈ વિશિષ્ટ પ્રસંગ કે કોઈ હકીકત રહી ગયા હોય તો તે ક્ષમ્ય ગણશો. ભૂલચૂક સંબંધી મિચ્છામિ દુક્કડં. શ્રી શિવ-જ્ઞાન-હેમ પરિવારમાંથી વીણેલાં સાધ્વીરત્નો :
વિ.સં. ૧૯૪૭ના વર્ષમાં ત્રણ બહેનોએ દીક્ષાર્થી તરીકે પૂજ્ય ગણિવર્ય શ્રી કુશલચંદ્રજી મહારાજ પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ગુરૂવર્ય તરફથી પૂર્ણ અનુમતિ મળતાં આ ત્રણે વિરાગી બહેનો કચ્છથી જામનગર પાદવિહારમાં જોડાયાં. તેઓનાં સંસારી નામ જાણવા મળતાં નથી. માત્ર જન્મભૂમિ અને દીક્ષાભૂમિનાં નામ જાણી
- કુટુંબીજનોની પૂર્ણ સંમતિથી જામનગર ખાતે દીક્ષા ગ્રહણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેથી જામનગર સ્થિર થયાં. દીક્ષાદિન નક્કી કરવામાં આવ્યો. પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય, પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી અને પૂજ્ય શ્રી દીપચંદ્ર ગણિવર્યજી (ત્રણેય તે સમયે મુનિ હતા), પૂજ્ય શ્રી વિજ્યચંદ્રજી મહારાજ ઠાણા ૪ ની નિશ્રામાં મહોત્સવપૂર્વક ત્રણે બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભાગ્યોદય થયો, વીરનું શાસન મળ્યું, દીક્ષા જીવનના પ્રતીક સમ રજોહરણ પ્રાપ્ત થતાં ત્રણે બહેનોનો આત્મા નાચી ઉઠ્યો! ત્રણે ભાગ્યવાન બહેનોનાં નામ પૂજ્ય સાધ્વીશ્રી શિવશ્રીજી, પૂજ્ય સાધ્વીશ્રી જ્ઞાનશ્રીજી, પૂજ્ય સાધ્વીશ્રી હેમશ્રીજી રાખવામાં આવ્યાં. વડી દીક્ષા પ્રદાન થઈ ત્યાં સુધીમાં તો લાધીબહેન અને લાડુબહેન નામનાં બે બહેનો તેઓની પાસે સાધ્વી જીવનની તાલીમ પામવા રોકાયાં હતા. પછી તો શિષ્યા-પ્રશિષ્યા-પરિવાર ઝડપથી વધવા લાગ્યો. ૩૬ હજાર સાધ્વીઓના પ્રકર્ષ નેતા ચંદનબાળાની જેમ આ ત્રણ સાધ્વીજી મહારાજ શ્રી પાર્શચંદ્રગચ્છના સાધ્વી સમુદાયના નેતા છે. હાલ જે પરિવાર વિચરી રહ્યાં છે તે સર્વ આ ત્રણનો જ વંશવિસ્તાર છે. એમાં પૂજ્ય સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજનો પરિવાર અપવાદરૂપ છે.
પૂજ્ય શિવશ્રીજી મહારાજ સૌથી મોટાં, તેમનાં શિષ્યા તરીકે પૂજ્ય જ્ઞાનશ્રીજી અને પૂજ્ય હેમશ્રીજી થયા. બીજા વરસે તેમની પાસે ઘણી દીક્ષાઓ થઈ એવા ઉલ્લેખો છે.
ત્રીજા નંબરના શિષ્યા પૂજ્ય શ્રી લાવણ્યશ્રીજી પણ પ્રસિદ્ધ હતાં. શ્રી ભદ્રેશ્વર તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય હસ્તક થયેલ, ત્યારે આ ગચ્છના મુનિવરો તેમજ તે સમયે વિચરતા પૂજ્ય શ્રી લાવણ્યશ્રીજી આદિ પરિવારના ભીંતચિત્રો ચિતરાએલાં મળી આવે છે. સં. ૨૦૦૮ સુધી ભદ્રેશ્વરના મુખ્ય મંદિરમાં આ ચિત્રો હતાં, જે સં. ૨૦૦૮ના વર્ષમાં થયેલા તીર્થપટોમાં અંતર્ગત થઈ ગયાં, એવું જાણવા મળે છે. આ ચિત્રાવલિ જોનાર એની રોમહર્ષ ભવ્યતાને ભૂલી શકે તેમ નથી. પૂજ્ય લાવણ્યશ્રીજી દીર્ધસંયમી હતાં. શિષ્યા પરિવાર સાથે વર્ષો સુધી વિચરતા રહ્યાં અને જૈનશાસન તેમજ ગચ્છની સારી એવી સેવા બજાવી. તેઓશ્રી કચ્છ અબડાસા પ્રદેશમાં વધુ વિચર્યા. ડુમરા વગેરે ગામોમાં ઘણાં ચોમાસા કર્યા. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના અનુરાગી શ્રાવિકા કબૂબહેન પાસે તેમના પરિવારનાં સાધ્વીજીઓએ ઘણો અભ્યાસ કર્યો હતો એવા ઉલ્લેખો મળે છે. આ પરિવારમાં પૂજ્ય મણિશ્રીજી, પૂજ્ય સુધાકરશ્રીજી, પૂજ્ય મનોહરશ્રીજી આદિ ઠાણાં સારા અભ્યાસી હતાં. આ સર્વ સાધ્વી સમુદાયે ધ્યાન-જ્ઞાન-તપત્યાગમાં ઘણી સારી સુવાસ પ્રસરાવેલી છે.
- “શાસનના શ્રમણીરત્નો' ગ્રંથમાંથી સંક્ષેપ સાથે ઉદ્ધતા
રે ૫૪
સંઘસૌરભ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only