________________
વિશાળ સાધ્વીસમુદાયના સર્જક પૂજ્ય સાધ્વીશ્રી લાભશ્રીજી મહારાજ
લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી ‘સુતેજ'
પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજના સંસારી જીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમનો જન્મ કચ્છના નાગલપુર ગામમાં થયો હતો એટલી ચોક્કસ માહિતી મળે છે. નવાવાસ ગામના લાધીબહેન (પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી) સાથે જેમનાં બહેનપણાં હતા તે જ આ લાડુબહેન હોવા જોઈએ એમ કલ્પના કરી શકાય. બંને સખીઓ એકીસાથે જ ધાર્મિક ક્રિયાઓ કરતાં અને વિ.સં. ૧૯૪૭માં પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય હસ્તક કોડાય ગામની ત્રણ બહેનોનો દીક્ષા-મહોત્સવ જામનગર મુકામે ઊજવાયો હતો ત્યારે જે બે બહેનો – લાધીબહેન અને લાડુબહેન તે ઉત્સવમાં જોડાયા હતાં. અને પછીથી દીક્ષા અંગિકાર કરી પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ બન્યા હતા તેમ સ્વીકારી શકાય. તે બંને બહેનપણીઓ એટલે પૂજ્ય શ્રી લાભશ્રીજી અને પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી મહારાજ બંને ગુરૂબહેનો, એક જ ગુરૂની બે શિષ્યાઓ. તેઓના ગુરૂ પૂજ્ય શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ હતાં. પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજના સંસારી ભાઈનું નામ પુંજાભાઈ હતું, એટલી માહિતી મળે છે. તેમના શ્વસુર પક્ષની કોઈ માહિતી મળતી નથી.
પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ સરળ સ્વભાવી, પ્રખર વિદ્વાન અને આત્માર્થી જીવ હતાં. તેમનાં પ્રથમ શિષ્યા પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાથી આચાર્ય જેટલું માન ધરાવતા હતાં. તેમનો કંઠ એટલો મધુર હતો કે, સાંજના પ્રતિક્રમણ વખતે સજ્ઝાય બોલતાં ત્યારે સાંભળનાર વ્યક્તિ ત્યાં જ થંભી જતી. તો છનાંમાનાં દિવાલ પાછળ ઊભા રહીને તેમનાં સુરીલા કંઠે ગવાતી સજ્ઝાયો સંભળતાં અને આનંદનો અનુભવ કરતાં, એવી લોકોક્તિ છે.
Jain Education International
પૂજ્ય શ્રી ગુણશ્રીજીનો અભ્યાસ ઘણો જ સારો હતો. પૂજ્ય શ્રી જયશ્રીજી મહારાજ, પૂજ્ય શ્રી કલ્યાણશ્રીજી મહારાજ, પૂજ્ય શ્રી ભાનુશ્રીજી મહારાજ વગેરે ગુરૂબહેનો તેમનો પડચો બોલ ઉપાડતાં. તેમને પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી નામે ધ્રાંગધ્રાનાં એક શિષ્યા પણ હતાં. તેમનાં બીજા બહેનો પણ દીક્ષાર્થી હતાં પરંતુ પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથોના અભ્યાસી બનતાં ગયાં અને પછીથી કાનજી સ્વામીના કોઈ સોબતીના સંપર્કમાં આવતાં સંઘસૌરભ
૫૯ www.jainelibrary.org
For Private & Personal Use Only