________________
ચારિત્રનિષ્ઠ સાધ્વીશ્રી ચંદનશ્રીજી મહારાજ
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
દીર્ધસંયમી, શાંતમૂર્તિ, પ્રભાવશાળી અને વિશાળ સાધ્વી સમૂદાયના નાયિકા એવા પૂજ્ય સાધ્વીજી શ્રી ચંદનશ્રીજી મહારાજ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના અર્વાચિન ઇતિહાસમાં જે આઘ સાધ્વીજીઓ થયા તેમાંના એક મહત્તરા સાધ્વીજી છે. “નામ તેવા ગુણ'ની કહેવત પ્રમાણે તેમનું જીવન સુવાસિત હતું. પ્રખર પ્રતાપી ભારતભૂષણ પૂજ્ય આચાર્યદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હસ્તે એમની દીક્ષા થઈ હતી. ૮૧ વર્ષની ઉંમર અને ૬૦ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવનારા એ સાધ્વીજી મહારાજનું પ્રેરણા, પુરુષાર્થ અને પ્રેમના પ્રતિક જેવું જીવન-કવન અહીં ટૂંકમાં નોંધ્યું છે.
તેઓનું વતન ખંભાત હતું. પિતાનું નામ : શેઠ વર્ધમાન હેમચંદ, માતાનું નામ : પાર્વતીબહેન, જન્મ : સં.૧૯૩૧, ભાદરવા સુદ ૩, સંસાર પક્ષે નામ : ચંદનબહેન, એમનું મોસાળ ધોળકા પાસે ત્રાંસદ ગામે હતું અને ચંદનબહેન ત્યાં જ ભારે લાડકોડમાં ઉછર્યા હતા. એ સમયની રૂઢી પ્રમાણે તેર વર્ષની વયે ખંભાતના શ્રી લલ્લુભાઈ ગુલાબચંદ સાથે તેમના લગ્ન થયાં પરંતુ થોડા જ સમયમાં લલ્લુભાઈનું અવસાન થયું. ચંદનબહેન પીયરમાં રહેવા લાગ્યા. એ અરસામાં શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ, શ્રી દીપચંદ્રજી મહારાજ આદિ ત્રણ ઠાણાનું ચોમાસું થયું. ભગવતી સૂત્રના વ્યાખ્યાન થતાં હતાં. ચંદનબહેન ગુરૂમહારાજની પ્રેરકવાણીના પ્રવાહમાં ભીંજાયા, વૈરાગી બન્યા. વડીલોની સંમતિ નહોતી. દીક્ષા માટે રજા ન મળે ત્યાં સુધી ચંદનબહેને છ વિગઈઓના ત્યાગનો નિયમ લઈ લીધો. છ વર્ષ વિતી ગયા. પણ દીક્ષા માટે રજા ન મળી. તીવ્ર વૈરાગી ચંદનબહેને ગૃહત્યાગ કરવાનું આખરી પગલું ભર્યું. એ વખતની સામાજિક પરિસ્થિતિ જોતાં ચંદનબહેનનું આ સાહસ કેટલું મનોબળ માગી લે એની કલ્પના કરવી અઘરી નથી. કોઈક ઘાર્મિક પ્રસંગે ધોળકા મામાના ઘરે ગયેલા, ત્યાંથી મોકો જોઈને અમદાવાદ-શામળાની પોળે આવ્યા. ગુરુમહારાજ ત્યાં ન હતા, માંડલમાં હતા. શેઠાણી હરકોરબહેન હઠીસિંગના સહકારથી ચંદનબહેન માંડલ પહોંચ્યા. ગુરુમહારાજે વડીલોની રજા વગર દીક્ષા આપવાની સ્પષ્ટ ના પાડી. બીજી બાજુ માતા-પિતા વગેરે પણ શોધતા સંઘસૌરભ
૧ ૬૧ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org