________________
શોધતા માંડલ પહોંચી આવ્યા અને પાછા લઈ જવાની વાત કરી. ચંદનબહેને જાહેર કર્યું કે જો મને ખંભાત લઈ જશો તો હું ચારે આહારનો ત્યાગ કરીશ.
ચંદનબહેનના દૃઢ નિર્ધાર આગળ સંબંધીઓ આખરે પીગળ્યા પણ તપાગચ્છમાં દીક્ષા લે તો રજા આપે એવી વાત કરી. ચંદનબહેન તો પૂજ્યશ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજને ગુરૂ માનતા હતા અને એમના હાથે જ દીક્ષા લેવા માગતા હતા. આ મુદ્દે લાંબી ચર્ચાઓ થઈ. અમદાવાદ–વીરમગામ વગેરે ગામોના આગેવાનોએ રસ લીધો અને છેવટે ચંદનબહેનની ઈચ્છા માન્ય રહી. દીક્ષા માંડલમાં જ સં. ૧૯૫ર કારતક સુદ-૨ના ભારે ધામધૂમથી થઈ. દીક્ષાનો ખર્ચ માંડલના નવલખા પરિવારે કર્યો હતો. ચંદનશ્રી નામ રાખવામાં આવ્યું. આ પ્રસંગે પાર્ધચંદ્રગચ્છના સાધ્વીશ્રી લબ્ધિશ્રીજી. લાભશ્રીજી આદિ ઠાણા ઉપસ્થિત હતા. ચંદનશ્રીજીને સ્વતંત્રરૂપે, દીક્ષા આપવામાં આવી હતી, અન્ય સાધ્વીજીના શિષ્યા ન બનાવવા પાછળ ચંદનશ્રીજીની એવી ઈચ્છાનું કારણ હશે અથવા પરિવારજનોની ઈચ્છાનું કારણ હશે એવું અનુમાન થઈ શકે છે. યોગવહન તથા વડી દીક્ષા અમદાવાદમાં થઈ. બીજા વર્ષે સાધ્વીશ્રી ગુણશ્રીજી આદિ ઠાણાની સાથે ચંદનશ્રીજી કચ્છમાં આવ્યા. શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજની નિશ્રામાં મોટી ખાખરમાં ચોમાસું થયું.
બીજા વર્ષે સુથરીના બે બહેનોએ તેમની પાસે દીક્ષા લીધી, તેમના નામ હતા શાંતિશ્રીજી તથા આનંદશ્રીજી. આ દીક્ષાઓ પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજના હસ્તે થઈ હતી. બીજા વર્ષે નવાવાસમાં પૂજ્ય શ્રી કુશલચંદ્રજી ગણિના હસ્તે એક બહેનની દીક્ષા થઈ. એમનું નામ સુમતિશ્રીજી હતું. એ જ વર્ષે નાની ખાખરના મા-દીકરીએ દીક્ષા લીધી. એમના નામ પડયા -પુણ્યશ્રીજી અને હરખશ્રીજી, નાની ખાખરમાં આ પહેલવહેલી દીક્ષા થઈ. ચોમાસું નાની ખાખરમાં થયું અને એ જ ચોમાસામાં સુમતિશ્રીજી તથા પૂજ્યશ્રીજી કાળધર્મ પામ્યા. બીજા વર્ષે ગુજરાત તરફ વિહાર કરવાના હતા. પણ નાના સાધ્વીજીનું સ્વાથ્ય અચાનક બગડયું અને તે કાળધર્મ પામ્યા. ચોમાસું માંડવીમાં થયું. બીજા વર્ષે ખંભાત પધાર્યા. સં. ૧૯૬૦માં સંસાર પક્ષે તેમના ફઈબા મોતીબહેને દીક્ષા લીધી. એમનું નામ રાજશ્રીજી હતું.
કચ્છના શ્રાવિકા મીઠાંબાઈની વિનંતીથી પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજ સં. ૧૯૬૩ની સાલમાં મુંબઈ પધાર્યા. કચ્છી વિશા ઓસવાળ જૈનોની મહાજનવાડીમાં ચોમાસું થયું. શ્રી પાર્થચંદ્રગચ્છના સાધ્વીજીનું મુંબઈમાં આ સર્વ પ્રથમ ચોમાસું હતું. કચ્છના શ્રાવકોએ ગચ્છના ભેદ વગર ખૂબ-ઉમંગથી ચોમાસામાં લાભ લીધો. એક ચોમાસું જળગાંવમાં કર્યું, બાદ ઉજ્જૈન, રતલામ વગેરે થઈ અમદાવાદ અને બીજા વર્ષે મારવાડમાં ગયા. બિકાનેરમાં બે દીક્ષાઓ થઈ. એ બંને સાધ્વીજીના નામ પ્રધાનશ્રીજી અને પ્રભાશ્રીજી હતા. શ્રી પ્રસાદચંદ્રજી મહારાજની દીક્ષા પણ આ જ વખતે સાથે થઈ હતી. બીજા વર્ષે શિવગંજમાં પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજની આચાર્ય પદવીમાં ઉપસ્થિત રહી ચંદનશ્રીજી મહારાજ વિવિધ તીર્થયાત્રાઓ કરતા કરતા ગુજરાત આવ્યા. સં. ૧૯૭૦માં ખંભાતના શકરીબહેને દીક્ષા લીધી. નામ પડ્યું પ્રપતિશ્રીજી. એ જ વર્ષે અમદાવાદમાં કચ્છના મીઠાંબાઈએ દીક્ષા લીધી. એ રાજશ્રીજીના શિષ્યા તરીકે પદ્મશ્રીજી નામે જાહેર થયા.
સં. ૧૯૭૨માં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીનું સ્વાસ્થ બગડ્યાના ખબર મળતાં પૂજ્ય ચંદનશ્રીજી મહારાજ તુરત જ અમદાવાદ પધાર્યા. પોતાના ઉપકારી ગુરૂદેવના અંતિમ દર્શનનો લાભ લીધો. આચાર્યદેવ પ્રત્યે તેઓશ્રીને અસીમ ભક્તિભાવ હતો. ગુરૂભક્તિ નિમિત્તે તેમણે ૧૦૦ આયંબિલ તથા ૫૦ એકાસણા કર્યા.
ખંભાતના શ્રી દલસુખભાઈ ફુલચંદના પુત્રી મણીબહેને સં. ૧૯૮૧માં દીક્ષા લીધી. સં. ૧૯૮૯માં ખંભાતના દલપતભાઈ ખુશાલચંદના પુત્રવધૂ લક્ષ્મીબહેને દીક્ષા લીધી. એમનું નામ મહોદયશ્રીજી, ઉનાવાની ચંદનબહેન અને
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only