________________
સરલાત્મા તપસ્વી પૂજ્ય મુનિરાજશ્રી વિજયચંદ્રજી મહારાજ
લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
સરળસ્વભાવી અને તપસ્વી એવા પૂ. મુનિરાજશ્રી વિજયચંદ્રજી મહારાજ આજે શ્રી પાર્શચંદ્રગચ્છના પર્યાયવૃદ્ધ સ્થવિર મુનિ ભગવંતના સ્થાને બિરાજે છે. જન્મભૂમિ બીદડા (કચ્છ) પરંતુ મોટા ભાગનું બચપણ મોસાળમાં-નાના ભાડિયામાં વીત્યું. પિતાશ્રી રવજીભાઈ નાનજી દેઢિયા, માતા જેઠીબાઈ, સંસારી નામ વસંત. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો એ જ ગાળામાં મુંબઈમાં પાર્જચંદ્રગચ્છના દીર્ઘદ્રષ્ટા ગચ્છનાયક પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.નો પરિચય થયો. પૂર્વની આરાધના અને પુણ્યના કારણે પૂજ્યશ્રીની પ્રેરણા પામી વૈરાગી બની સં. ૨૦૨૧માં ચેમ્બર મધ્યે દીક્ષા ગ્રહણ કરી. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.ના શિષ્યરત્ન મધુરકંઠી પૂ. મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ.સા.ના શિષ્ય તરીકે તેમનું નામ શ્રી વિજયચંદ્રજી રાખવામાં આવ્યું.
પિતાશ્રી રવજીભાઈએ પણ પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી શાંતમૂર્તિ પૂ. મુનિરાજશ્રી બાલચંદ્રજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી વિનોદચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લીધી. તેમનું નામ શ્રી તિલોકચંદ્રજી હતું. પોતાના ગુરુજી સાથે વિચરતા સરલાત્મા શ્રી તિલોકચંદ્રજી મહારાજ યથાશક્તિ તપ-જપ કરતા રહ્યા. ગુરુમહારાજના કાલધર્મ પછી તેમણે નાગોર (રાજસ્થાન)માં સ્થિરવાસ કર્યો. મારવાડમાં સ્વ-પર ગચ્છના શ્રાવકોનો સારો પ્રેમ તેમણે મેળવ્યો. સં. ૨૦૬૦માં નાગોર મધ્યે જ તેમનો સ્વર્ગવાસ થયો.
પોતાના ગુરુશ્રી મુક્તિચંદ્રજી મ.સા. ઉપર શ્રી વિજ્યચંદ્રજી મહારાજને ખૂબ જ ભક્તિભાવ હતો. પોતાના સરળ સ્વભાવ અને ગુરુમહારાજના કડક સ્વભાવને કારણે મુનિ મહારાજ શ્રી વિજયચંદ્રજીને ઘણી વાર શિક્ષા વેઠવી પડતી, પરંતુ તેથી ગુરુમહારાજ પ્રત્યે તેમની ભક્તિ કદી ઓછી ન થઈ. આ ઊંડો સમર્પણ ભાવ અને ભક્તિ એ શ્રી વિજયચંદ્રજી મ.ની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. અઠાઈ-સોળભત્તા-માસખમણ વગેરે તપસ્યાઓ ઘણી વાર કરી. એકાવન ઉપવાસ પણ કર્યા છે.
સંઘસૌરભ
4 ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org