________________
(૬) સિદ્ધસેન શતક
(દિવાકરજીના ગ્રંથમાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોનું વિવરણ) (૭) નિયતિ દ્વાર્નાિશિકા
(દિવાકરજીની એક કઠિન રચનાનું વિવેચન) (૮) દષ્ટાંતદર્પણ
(પ્રેરણાદાયક દષ્ટાંતો). (૯) હૃદયપ્રદીપ છત્રીસી
(એક પ્રેરણાદાયક પ્રાચીનકૃતિનો સમશ્લોકી પદ્યાનુવાદ) (૧૦) ભક્તામર સ્તોત્રનો ગુજરાતી પદ્યાનુવાદ
પૂજ્યશ્રીની પ્રેરણાથી અને ગુલાબ દેઢિયાના તંત્રી પદે સંકલ્પ' નામે એક માસિક છ વર્ષ સુધી નિયમિત પ્રગટ થયું હતું, અને જૈન-જૈનેતર વિચારશીલ વર્ગમાં આદરપાત્ર બન્યું હતું.
દાદાસાહેબ શ્રી પાચંદ્રસૂરિજીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષાઓમાં પુષ્કળ સાહિત્ય-સર્જન કર્યું છે. પૂજ્યશ્રીએ ભારતભરના પ્રાચીન હસ્તલિખિત ભંડારોમાંથી તેની હસ્તલિખિત પ્રતોની નકલો મેળવી છે અને તેનું સંશોધન-સંપાદન હાથ ધર્યું છે. દાદાસાહેબના વિચારો અને તેમણે કરેલા ક્રિયોદ્ધારનું ખરું સ્વરૂપ સમજવા માટે આ સાહિત્યનું વાંચન જરૂરી છે. અત્યાર સુધી બહુથોડું જ સાહિત્ય છપાયું છે અને તે પણ જૂની ઢબે છપાયું છે. આધુનિક પદ્ધતિએ સંશોધનપૂર્વક છાપવાની જરૂર છે. કારણ કે તો જ વિદ્વાનો તેનો ઉપયોગ કરી શકે. આ કાર્યના મંગલાચરણ રૂપે ‘નિસ્તવન ચતુર્વિશતિકા' છપાયું છે અને બીજું પુસ્તક “આચારાંગ સૂત્રનો ટબ્બો તૈયાર થઈ રહ્યું છે. આ કાર્ય માટે “શ્રી પાર્શચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ” પણ તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહી છે.
પૂજ્યશ્રીના અધ્યાત્મક્ષેત્રે માર્ગદર્શક એવા પૂજ્ય શ્રી અમરેન્દ્રવિજયજી મ.સા.ના દેહોત્સર્ગ પછી તેમના સાહિત્યના સંપાદન-પ્રકાશનનું કાર્ય પણ પૂજ્યશ્રી ભુવનચંદ્રજી મ.સા.ના હાથોમાં આવી પડયું. ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' પુસ્તકનાં અંગ્રેજી અનુવાદ (Science Discovers Eternal Wisdom) પૂજ્યશ્રીની દેખરેખ હેઠળ છપાયો. “મુક્તિપથ વિપશ્યના', “આપણે આત્મનિરીક્ષણ કરીશું?”, “આત્મજ્ઞાન અને સાધનાપથ' વગેરે પુસ્તકોનું પુનર્મુદ્રણ પણ થયું.
પૂજ્યશ્રી જ્ઞાનપ્રસાર અને જ્ઞાનારાધનાના કાર્યમાં સહાયક બનવા સદા તત્પર રહેતા હોય છે. વિદ્વર્ય પૂજ્યશ્રી જેબૂવિજ્યજી મ.સા., પૂજ્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સા., પૂજ્યશ્રી શીલચંદ્રસૂરિજી મ.સા., પૂજ્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા., પૂજ્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા., પં. શ્રી નંદિઘોષવિજયજી ગણિ આદિ વિદ્વાન શ્રમણપુંગવો સાથે સાહિત્યસંઘ-સાધના જેવા વિષયો પર વિચારવિમર્શ ચાલ્યા જ કરતો હોય છે. ‘હૃદયપ્રદીપ'નો સમશ્લોકી અનુવાદ જોઈને પ્રસિદ્ધ વક્તા પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી હાર્દિક અનુમોદના કરતાં લખે છે : વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી
ભુવનચંદ્રજી મ. સાદર વંદના, શાતામાં હશો.
પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. તરફથી “હૃદયપ્રદીપ છત્રીસી'ની પાંચ બુક્સ મળી. ગુજરાતી પદ્યાનુવાદમાં આપ જે રીતે વરસી ગયા છો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. અનેક સાધકોને માટે આ પદ્યાનુવાદ ઉપકારક બની જ રહેશે. એમાં કોઈ શંકા નથી. પ્રભુશાસનના ચરણે આવું ઉત્તમ નજરાણું ધરવાના આપના આ પ્રયાસની ખૂબ ખૂબ અનુમોદના થાય છે. આવા અન્ય ઉત્તમ નજરાણાઓ પણ આપના તરફથી શ્રી સંઘને મળતા રહે એજ શાસનદેવને પ્રાર્થના. આરાધનામાં યાદ કરશો. | (વે.) સુ. ૧૩, પંધાના (સં. ૨૦૬૦)
દ : રત્નસુંદરની વંદના 5 ૪૬ :
= સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org