________________
સૂર્ય આથમે છે :
પરોપજય સતાં વિમૂતઃ - સંતોની શક્તિઓ સર્વજનહિતાય-સર્વજન સુખાય હોય છે. વિવિધ દેશોના, વિવિધ ભૂમિકા પર ઊભા રહેલા અનેક સંતોના જીવનમાંથી 'શિવમસ્તુ સર્વનતિઃ' નો જ સૂર સંભળાય છે...પછી ભલે એ ધ્વનિ તીવ્રમંદ હોય. પૂજ્ય દાદાસાહેબ તો પરમકારૂણિક વીતરાગ સર્વજ્ઞ ભગવંતોના પગલે પગલે ચાલનારા એક અહિંસા, કરૂણા અને પવિત્રતાના પૂજક અને ઉપાસક હતા. ૬૬ વર્ષ જેટલા દીક્ષિત જીવનમાં તથા ૭૫ વર્ષ જેટલા આયુમાં, પરોપકાર, પરમાર્થ અને પરમ તત્ત્વની સભર તથા સઘન સાધના કરી, મન-વાણી-કાયાનો વાસ્તવિક સદુપયોગ સાધી, જીવનની સંધ્યાને ટાણે, કાળના અફર કાયદાને-પ્રાકૃતિક નિયમને આદર આપીને, જોધપુરમાં અનશન આદર્યું. વિ.સં. ૧૬૧૨ માં માગશર સુદ ત્રીજના દિવસે પૂજ્ય દાદાસાહેબના સ્થૂલ જીવનનો અંત આવ્યો. જ્ઞાન-દર્શન-ચારિત્રના તેજ કિરણો વરસાવીને, જૈન શાસનના ઉંઘતા અનુયાયીઓને જગાડનાર સૂર્યનો એ દિવસે અસ્ત થયો.
પૂજ્ય દાદાસાહેબના સ્વર્ગગમનને આજે ૪૪૭ વર્ષ પૂરાં થઈ ચૂકયાં છે પરંતુ ઇતિહાસના પૃષ્ઠો પર પૂજ્ય દાદાસાહેબ ચિરંજીવ છે અને રહેશે. જિનશાસનના ઇતિહાસ સાથે તેઓનું નામ હંમેશને માટે જોડાયેલું રહેશે. કારણ કે એ યુગમાં જે નવજાગૃતિ આવી, ઇતિહાસને વળાંક મળ્યો, એમાં પૂજ્ય દાદાસાહેબનો ફાળો નાનોસૂનો નથી. સનાતન સત્યોના પુરસ્કત :
કહેવાય છે કે જમાનો ઘણો આગળ વધી ગયો છે. માનવે કલ્પનાતીત વિકાસ સાધ્યો છે અને અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે પણ એ કબૂલ કરીશું કે ભૌતિક વિકાસને લાગેવળગે છે ત્યાં સુધી, આપણી આજની દુનિયા, સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે.
આ બદલાઈ ગયેલી દુનિયામાં, છેક સોળમી સદીમાં થઈ ગયેલા એક જૈન મુનિના જીવન-કવન ઉપયોગી રહે છે ખરા? આજે ચારસો વર્ષ પછી, એ મહાપુરુષના ઉપદેશ, કઈ રીતે પ્રસ્તુત છે? આવો પ્રશ્ન સહેજે થાય.
નક્કર હકીકત એ છે કે દુનિયા બદલાય છે, ઋતુચક્ર કે ભૂગોળ બદલાય છે; પરંતુ સનાતન સત્યો ફરતા નથી. આજે પણ હિંસા એ હિંસા જ છે, પ્રેમ એ પ્રેમ છે. અસત્ય, દરેક યુગમાં “અસત્ય જ રહે છે અને સત્ય, સત્ય” જ રહે છે. ભૌતિક ઝાકઝમાળમાં માનવ આ સનાતન સત્યને ભૂલ્યો છે. આજનો યુગ ભૌતિક વિકાસનો ભલે હશે, પણ નૈતિક મૂલ્યોનો તો હ્રાસ જ થયો છે. એવા આ યુગમાં પૂજ્ય દાદાસાહેબ જેવા સંતો અપ્રસ્તુત નહિં પણ વધુમાં વધુ પ્રસ્તુત છે, આજના માનવને ભૂતકાળના એ મહાન આત્માઓ પાસેથી નૈતિકતા, સદાચાર અને ત્યાગના પાઠ શીખવાના છે.
પૂજ્ય દાદાસાહેબ સગુણ, સદાચાર અને સુવિચારની જીવંત પ્રતિમા સમાન હતા. માનવીય તત્ત્વોનો વિકાસ કેટલી હદ સુધી થઈ શકે છે તેના આદર્શ દૃષ્ટાંતરૂપ હતા. શૌર્ય, ક્ષમા, આત્મવિશ્વાસ, સત્યનિષ્ઠા, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા-જેવા ગુણોની સુગંધ એમના જીવન-કવનમાંથી આવી રહી છે. આજના માનવે આત્મતત્ત્વને વિસાર્યું છે, આવા ગુણોને ઉવેખ્યા છે, ત્યારે પૂજ્ય દાદાસાહેબનું જીવન અને કવન એ સનાતન સત્યો પ્રતિ અંગુલિનિર્દેશ કરે
સંઘસૌરભ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org